પ્રજાની નાડ પારખનારા દિવાન

મહાત્‍મા ગાંધીએ દર્શાવેલ માર્ગે એક નિષ્‍ઠાથી આઝાદી જંગમાં લોક નિર્ભયતાનું દર્શન અહિંસક રીતે અખંડ ભારતના દરેક હિસ્‍સામાં થયું. એજ પ્રકારે સમાંતર રીતે સરફરોશીની તમન્‍ના લઇને નીકળી પડેલા કેટલાક જાગૃત તથા ભાવનાશાળી ક્રાંતિવીરોએ બેડી–રસી–ફાંસી સ્‍વેચ્‍છાએ સ્‍વીકારીને માતૃભૂમિને બંધનમુકત કરવા રોમાંચક પ્રયાસો કર્યા અને પરિણામે દેશ એક શોષણમુકત, બેજવાબદાર તથા આપખૂદ વ્‍યવસ્‍થાની નાગચૂડમાંથી મુકત થયો. પરંતુ બ્રિટિશ... Continue Reading →

કલમના કસબી : કિર્તિભાઇ

પુણ્યશ્‍લોક શ્રી અમૃતલાલ શેઠ સ્‍થાપિત સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટની પત્રકારત્‍વના ઉમદા માધ્‍યમથી સમાજની નિરંતર સેવા કરવાની ગૌરવપ્રદ પ્રણાલિકા રહી છે. સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટ અને ત્‍યારબાદ જન્‍મભૂમિ જૂથના અખબારોએ પોતાના વિશિષ્‍ટ યોગદાનથી પત્રકારત્‍વની શોભામાં અભિવૃધ્‍ધિ કરી છે. માત્ર મનોરંજક કે લોકરંજક બાબતો નહિ, જે તે કાળમાં પ્રજાને જે સંદેશ આપવો ઉચિત હોય, જનજાગૃતિનો પ્રશ્ન હોય ત્‍યાં નિરક્ષિરનો વિવેક જાળવીને... Continue Reading →

Latest vasantsgadhavi's Cloudcasts on Mixcloud પ્રાસંગિક વક્તવ્ય : શ્રી હિરેન વકિલ તથા ડો વીરબાળા ઉમરાજવાલાના-પુસ્તક The Paradox of This Age- ના વિમોચન-પ્રસંગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનમાં વક્તવ્ય- તા ૧૯ જુલાઇ ૨૦૧૩

મેઘાણીની સ્‍મૃતિ અને શ્રાવણની ભીનાશ.

       ૯ માર્ચ ૧૯૪૭ ના દિવસે જેમને ગુજરાતી ભાષા અને તેના સાહિત્‍ય સાથે જરા પણ નિસ્‍બત છે તેવા તમામ લોકો પર જાણે વિજળી પડી! મેઘાણીભાઇ વહેલી સવારે ગાયને નીરણ નાખવા માટે ઉઠયા. બેચેની અનુભવી, થોડાજ કલાકો પછી હદયરોના હુકમલાથી દેહ છોડયો. છેલ્‍લે છેલ્લે ‘‘ સોરઠી સંતવાણી’’ ના નામે ભજન સાહિત્‍યના સંશોધનનું પોતાને મનપસંદ... Continue Reading →

પ્રેસ સેમીનારમાં વક્તવ્ય

PressSeminar-LokSanskruti-LokSahitya-ane-MassMedia-Rajkot-Aug2013-ShVSGadhavi-Vyakhyan by Vasantsgadhavi on Mixcloud લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહમાધ્યમો - રાજકોટમાં યોજાયેલ પ્રેસ સેમીનારમાં આપેલ વક્તવ્ય

ગુરુદેવના કાવ્યોંનું સૌંદર્ય : મેઘાણીની કલમે

માનવ માત્ર જેમના અનુગામી હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે વિરાટ માનવ ગઇ સદીમાં વિશ્વને ભારત તરફથી અમૂલ્‍ય ભેટ તરીકે મળ્યાં એમ કહી શકાય તેમાંના એક ગાંધી કે જેમણે દરેક સામાન્‍ય માનવી પોતાની નબળાઇઓ પાર કરી માનવ જીવનનું સર્વોચ્‍ચ ગૌરવ પ્રાપ્‍ત કરી શકે છે તેવી વાત તેમના જીવન દ્વારા વ્‍યકત કરીને ગયા. આ કાળનું... Continue Reading →

મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા  રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →

મશાલ પકડનારા કયાં છે ?

ફરી આ વર્ષે પણ ૨૦૧૩ ના જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્‍યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્‍થાઓ – લોકોએ કર્યા. આખરે તો વ્‍યકિતગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્‍ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્‍યકિતગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્‍યાપક ખ્‍યાલ સુધી... Continue Reading →

મેઘાણીની કલમની વાચા : હેમુ ગઢવી

      શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્‍દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્‍યા ત્‍યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્‍થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્‍ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્‍યું ત્‍યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્‍થિત થયો. યુનિવર્સિટીના... Continue Reading →

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :- આગેકૂચનો આનંદ

રાજય સરકાર તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સ્‍થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે  સફળ થયું છે તેવી સર્વ સામાન્‍ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્‍ય સંગોષ્‍ટિમાં  પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્‍લા એકાદ વર્ષમાં કેન્‍દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા  કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑