સોનલ બીજના પાવન પ્રસંગે ભગવતી આઇશ્રી સોનબાઇમાનું વિશેષ સ્મરણ સૌને થાય તે સ્વાભાવિક છે. હવે, છેલ્લા કેટલાક વર્ષોથી તો સોનલ બીજનો પ્રસંગ અનેક જગાએ નાના મોટા પ્રસંગોનું સુંદર આયોજન કરીને થાય છે. ઉજવણીના આ તમામ કાર્યક્રમોમા એક વાત ઊડીને આંખે વળગે તેવી છે. પૂ. આઈમાની સ્મૃતિમાં યોજાતા આ પ્રસંગોએ જ્ઞાતિના અનેક નાના મોટા સમૂહોને એક... Continue Reading →
‘‘ દરબાર સાહેબશ્રી ગોપાલદાસ દેસાઇ : નાના રાજના રાજવી – મોટા ગજાના માનવી ’’
દરબાર સાહેબશ્રી ગોપાલદાસનું પાવન સ્મરણ તેમની જન્મજયંતિ – ૧૯ ડીસેમ્બર ના દિવસે ઘણાં લોકોને થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના ઘણાં નિડર તથા સમર્પિત સ્વાતંત્રય સેનાનીઓમાં કેટલાંક ગિરાસદારોનો પણ સમાવેશ થાય છે. દરબાર સાહેબ તેમાંના એક અગ્રજ હતાં. તેમના ધર્મપત્નિ ભક્તિબા પણ દરબાર સાહેબની જોડાજોડ ઉભા રહીને સંપૂર્ણ નિડરતાથી દેશની આઝાદી માટે લડ્યા. ભક્તિબાના પિતા સુખી,... Continue Reading →
આઝાદહિન્દ સરકાર : ભારતના સ્વાધિનતા સંગ્રામનું સુવર્ણ પૃષ્ઠ
દુર્ગાપુજાના પવિત્ર તહેવારો હમણાં જ સમગ્ર દેશમાં ઉજવાયા અને શક્તિની ઉપાસના થકી શક્તિનું આહવાન થયું. શક્તિપર્વના આ પવિત્ર પ્રસંગે બંગાળના ક્રાંતિકારી અને વિચક્ષણ રાજનીતિજ્ઞ સુભાષબાબુનું સ્મરણ થાય. સમગ્ર દેશ તેમને નેતાજીના નામથી આદરપૂર્વક ઓળખે છે. ઓકટોબર મહીનામાં જ તેમણે આઝાદહિન્દ સરકાર તથા આઝાદહિન્દ સેનાની રચના દેશની ધરતીથી દૂર અનેક પડકારો વચ્ચે પણ કરી. ગાંધીજીની જેમ... Continue Reading →
અરવિંદ આચાર્ય : અનેરા વ્યક્તિત્વની અનેરી સોડમ
આઝાદી મેળવવા માટેના ઐતિહાસિક પ્રયાસો દેશની સમગ્ર જનતાએ સમર્પિત ભાવે કર્યા અને તેના પરિણામે દેશ આઝાદ થયો. ૧૯૧૫ માં ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારબાદ આપણા દેશની આ અહિંસક છતાં પ્રભાવી લડાઇને ગાંધીનું નેતૃત્વ મળ્યું. ગાંધીજીનું સમગ્ર વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે આઝાદીની ચળવળ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં તેમના વિચારોનો પ્રભાવ પડ્યો. ઘણાં લોકોએ આઝાદી મળ્યા... Continue Reading →
શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ
આપણાં શાસ્ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્થાન પ્રાપ્ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે. કેટલીક ઘર કરી ગયેલી જડ માન્યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્વતંત્ર ભારતમાં તો... Continue Reading →
શામજીની સંઘર્ષ કથા
શૂરા અને સંતોની જનેતા કચ્છની ધરતીને બીરદાવતી નીચે મુજબની પંક્તિઓ જ્યારે સાંભળીએ ત્યારે ગૌરવની લાગણી આપોઆપ થાય છે.વંકા કુંવર, વીકર ભડ, વંકા થિયેલા વચ્છ વંકા વછેરા ત થિયે પાણી પીએ જો કચ્છ. કચ્છનું પાણી પીવાથી ધીંગાણામાં અડિખમ રહે તેવા શૂરવીરો પાકે છે તે વાત પંડિત શામજી કૃષ્ણવર્માના સંદર્ભમાં યાદ કરીએ તો સર્વથા ઉચિત –... Continue Reading →
વલ્લભભાઇના વડેરા
દેશની આઝાદી પ્રાપ્ત કરવા માટે જે કેટલાક મહાનુભાવોએ પ્રબળ નેતૃત્વ પૂરું પાડ્યું તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્લભભાઇના નામો અગ્રસ્થાને છે. બન્ને સગા ભાઇઓ અને તે કાળખંડમાં બન્નેનો રાજકીય-સામાજિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો એ એક વીરલ ઘટના છે. ર૭મી સપ્ટેમ્બરના રોજ વીર વિઠ્ઠલભાઇના જન્મ દિવસે આપણી વિધાનસભામાં પણ તેમની સ્મૃતિને તાજી... Continue Reading →
સૌરાષ્ટ્રની ધરતી : લોકકલાઓનો મોઘેરો રસથાળ
સૌરાષ્ટ્રે પંચરત્નાની, નદી નારી તુરંગમ, ચતુર્થમ સોમનાથશ્ચ, પંચમમ્ હરિ દર્શનમ્ જામનગર રાજયના પંડિત શ્રી કંઠ કવિની આ પંક્તિઓમાં ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક પ્રદેશની ઓળખ તથા તે પણ કેવી અને કેટલી બધી વિવિધતાઓથી ભરેલી ! કાઠિયાવાડી પાણીદાર અશ્વો જોઇને ઘણા બ્રિટિશ અમલદારો પણ પ્રભાવિત થઇ જતા... Continue Reading →
યે આકાશવાણી હૈ
ગુજરાત રાજયના માહિતી ખાતાના ભૂતપૂર્વ અધિકારી તથા સાહિત્ય પ્રેમી શ્રી ભુપેન્દ્રભાઇ દવેના આગ્રહથી ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્સવમાં થોડા દિવસ પહેલાં સાયલા (ભગતનું ગામ) જવાનું થયું. આ સુંદર મહોત્સવનું આયોજન ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર, સુરેન્દ્રનગર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું. સાયલામાં ધાંગધ્રાના સ્નેહાળ... Continue Reading →
શંકરદાન દેથા : રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા
ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા નગરમાં સુવિખ્યાત તથા પવિત્ર લાલજી મહારાજની જગ્યામાં ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્સવ યોજવામાં આવ્યો તે વાતનો સૌ સાહિત્ય પ્રેમીઓને ખૂબજ આનંદ થયો. લોકસાહિત્યના ખ્યાતનામ તજજ્ઞો તથા કલાકારોએ પ્રથમ બે દિવસ ધરતીના આ અમૂલ્ય સાહિત્યની માર્મિક વાતો કરી જેને સૌએ ખૂબ માણી.... Continue Reading →