ઉર્મિ નવરચનાના કેટલાક સમુદ્ર વિશેષાંકો થયા તેમાંના એક અંકમાં સિંહ કથાઓ આલેખાયેલી છે તેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કેટલીક વિશિષ્ટ બાબતો પૈકી બે મહત્વની બાબતો તરફ સૌનું ધ્યાન દોરાયું છે. એક તો ગુજરાતને કુદરતની અમૂલ્ય ભેટ સમાન મળેલો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્રતટ અને બીજા ગિરમાં નિવાસ કરતા ડાલામથ્થા સાવજ (સિંહ). લાંબા દરિયા કિનારાનો લાભ... Continue Reading →
ઉર્મિનવરચનાના ભાતીગળ વિશેષાંકોઃ
લોકસાહિત્યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે. અન્ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્યના સ્વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્ક કે કંટાળાજનક... Continue Reading →
કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા…
કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા… દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતા બાકીના બે – સર પટ્ટણી અને કવિકાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ... Continue Reading →
વિશ્વ પર્યાવરણ દિવસ – મશાલ પકડનારા કયાં છે ?
ફરી આ વર્ષે પણ જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણ ની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ - લોકોએ કર્યા. આખરે તો વ્યક્તિગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યક્તિગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી પહોંચી... Continue Reading →
ગમતાનો ગુલાલ
કોઇક સમયે દેશના સામાન્ય નાગરિકને એવી લાગણી થાય કે તેની આસપાસ-ચોપાસ માત્રને માત્ર અપ્રિય, અનિચ્છનિય અને સામાજિક ગૌરવમાં ઘટાડો થાય તેવી ઘટનાઓ આકાર લેતી રહે છે તો કદાચ આવી લાગણી આશ્ચર્યનો વિચાર નહિ ગણાય. સમાચાર પત્રોમાં ધડાધડ પ્રગટ થતા સમાચારો, ટેલીવિઝનની ચેનલો પર સતત ફેલાતી આ પ્રકારની ઘટનાઓ આવી લાગણીને જન્મ આપે છે, તેને મજબૂત... Continue Reading →
ભાવનગર રાજયની અગ્રતાઃ કિસાનોનું કલ્યાણ
સંસારમાં અત્ર-તત્ર ફેલાયેલી દરિદ્રતા, શારીરિક અશક્તિ અને રોગની સ્થિતિ તથા મૃત્યુ જેવી સ્થિતિના દર્શન તો સમાજમાં સૌને સહજ રીતે જ થાય છે. પરંતુ તે સ્થિતિના સ્થાયી ઉકેલની શોધમાં મહાભિનિષ્ક્રમણ તો કોઇક ‘બુધ્ધ‘ જ કરી શકે. કોઇ ગરીબ ખેડૂતનું આક્રંદ તો વહીવટના ભાગ તરીકે બેઠેલા નાના–મોટા કેટલાયે વહીવટદારોએ સાંભળ્યું હશે, જોયુ હશે. પરંતુ રૂષિતુલ્ય વહીવટકર્તા પ્રભાશંકર... Continue Reading →
નાનાભાઇનું વિરાટ વ્યક્તિત્વ :
આપણાં ગુજરાત માટે ૨૦૧૦ નું વર્ષ એક યાદગાર વર્ષ હતું. જૂના મુંબઇ રાજ્યનું વિભાજન થઇને મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્વતંત્ર રાજ્યોની રચના કરવામાં આવી. વર્ષ ૨૦૧૦ એટલે આપણાં રાજ્યની સ્થાપનાનું સુવર્ણ જયંતિ વર્ષ. તેની ભાવભરી ઉજવણી રાજ્ય સરકાર ઉપરાંત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ કરી. ઘણાં બધા લોકોએ વ્યક્તિગત રીતે પણ સ્વેચ્છાએ ઉજવણીમાં પોતાનું યોગદાન સમાજ... Continue Reading →
સર પ્રભાશંકર પટ્ટણી : નાણાંકીય બાબતોના કૂશળ હકીમ.
જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉંબની શકે તો શાંતિ કરૂં નહિ તો અશ્રુએ એના ન્હાઉં બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો જનમન માટે કરૂણા તથા સહાનુભૂતિ તો અગાધ સ્ત્રોત જેની નસેનસમાં વહે છે એવા ભાવનગર રાજ્યના પુણ્યશ્લોક દિવાન સર પટ્ટણીએ ઉપરના થોડા શબ્દોની પંક્તિઓના માધ્યમથી પોતાના દિલના ભાવ સબળ રીતે પ્રગટ કર્યા... Continue Reading →
લોકસાહિત્યમાં મેઘાણીભાઇ – શિવરંજની લાલિત્યના ઉપક્રમે વક્તવ્ય
શિવરંજની લાલિત્યના ઉપક્રમે ગાંધીનગરમાં પ્રયોજાયેલ કાર્યક્મમાં "લોકસાહિત્યમાં મેઘાણીભાઇ" - પર શ્રી વસંતભાઇ ગઢવીનું વક્તવ્ય (વર્ષ ૨૦૧૨) (સાંભળવા માટે નીચેની લીંક પર કલીક કરો ) [gigya src="http://www.mixcloud.com/media/swf/player/mixcloudLoader.swf" flashvars="feed=http%3A%2F%2Fwww.mixcloud.com%2Fvasantsgadhavi%2Fmeghani-vyakhyan-vsgadhavi%2F&embed_uuid=f969bcb0-681c-4998-87a9-00a1ff4b88d7&stylecolor=&embed_type=widget_standard" width="100%" height="90"]
સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્ત્રોત
હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્ધ વાર્તા વાંચતા મહત્વનો સાર ઉપલબ્ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્યક્તિત્વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્યક્તિત્વનો માત્ર એક... Continue Reading →