બહુજન હિતાય, બહુજન સુખાય,  આકાશે આંબેલા પ્રસારણની વાતો

કેટલીક વ્યક્તિઓ તથા પ્રસંગોના સંભારણા જીવનમાં કોઇપણ કાળે ઉલ્લાસ પ્રગટાવે તેવો એક સામાન્ય અનુભવ છે. માનવી એક સામાજીક પ્રાણી હોવાથી તેના જીવન ઘડતરમાં કુટુંબનો તેમજ સમાજનો સિંહ ફાળો છે. જીવન isolation માં જીવાતું નથી અને કદાચ જીવાય તો ફુલતું કે ફોરતું નથી તે એક સર્વસ્વીકૃત હકીકત છે. આથી જ મધુર સ્મરણો વાગોળવાની પ્રક્રિયા મહદ્દઅંશે માનવીને... Continue Reading →

વીર સાવરકર : કાળા પાણીમાં કમળ

દુનિયાના અનેક દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે નાના મોટા સંઘર્ષ થયા છે.  પરાધિનતાની બેડીઓ તોડવાનું કામ ક્યારેય સરળ હોઇ શકે નહિ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અનેક વિવિધરંગી ઘટનાઓને કારણે ભાતીગળ લાગે છે. આ સંગ્રામમાં એક તરફ અસાધારણ નૈતિક તાકાતના બળે વિશ્વની મહાસત્તાને પડકારનાર ગાંધી છે. બીજી તરફ દુધમલિયા યુવાનોની એક સેના છે. મૃત્યુ હથેળીમાં રાખીને તેઓ... Continue Reading →

સરદારસિંહ તથા શામજી : સ્વાર્પણના જીવંત સ્મારકો

વસંતના વધામણા જેમ કવિઓએ મનમૂકીને કર્યા છે તેવીજ રીતે અને તેટલીજ ઉત્કટતાથી દેશભક્તોએ – ક્રાંતિકારીઓએ શહાદતની – આત્મ સમર્પણની વસંતને ખોબે અને ધોબે વધાવી છે. ઇસી રંગમે વીર શિવા ને મૉં કા બંધન ખોલા યહી રંગ હલ્દી ઘાટીમેં ખુલકર ઉસને ખોલા ઇસી રંગ મે રંગ રાણાને જનની જય જય બોલા..... મેરા રંગ દે બસન્તી ચોલા.... Continue Reading →

સાંયાં તુંજ બડો ધણી…

વીરરસ તેમજ ભક્તિરસ એ બન્‍નેમાં મહાત્‍મા ઇસરદાસજી જેવું સાહિત્‍ય  સર્જન બહુ ઓછા સર્જકોનું હશે. રામનવમીનો પવિત્ર દિવસ નજીકમાં છે. આ પ્રસંગે ભક્તકવિ ઇસરદાસજીની સ્મૃતિ એક વિશાળ વર્ગમાં સહેજે જાગૃત થાય છે. ચારણોના જીવન સંસ્‍કાર કોઇ કાળે જરૂર એવા રહ્યા હશે કે તેમની કવિતામાં – તેમના શબ્‍દમાં ઉત્તમ જીવનના સંસ્‍કારોના પ્રભાવી પડઘા પડતા હશે. ચારણ સર્જિત... Continue Reading →

વાગડનો વડલો : મણીભાઈ સંઘવી

ગાંધીજી માત્ર સ્‍વરાજ્ય મેળવવા માટેના વિશ્વમાં અદ્વિતિય એવા મહદ્અંશે અહિંસક મહાસંગ્રામનાજ પ્રેરણાસ્‍ત્રોત ન હતા. આઝાદી મળ્યા પછી ખરા અર્થમાં ‘સ્‍વરાજ્ય’ ની સ્‍થાપના થાય તે બાબત પણ તેમના અગ્રતાક્રમમાં હતી. હતી. તેઓ આ બાબત તરફ સંપૂર્ણ રીતે સભાન હતા અને પ્રયત્‍નશીલ હતા. સ્‍વસ્‍થ  સમાજ, જાગૃત તથા જવાબદાર સમાજ હોય તો જ સ્‍વરાજ્યનો સૂર્યોદય થાય. આ વાત... Continue Reading →

કાગના ફળિયે કાગની વાતું…

ફરી આ વર્ષે પણ કાગધામ – મજાદરનું ઉજળું આંગણું, પૂ. ભગતબાપુની ચિરંતન ચેતના અને પૂ. મોરારીબાપુની પાવક ઉપસ્થિતિનો ત્રિવેણી સંગમ રચાયો. તા.૦૪/૦૩/૨૦૧૪ ના રોજ (કવિ દુલા ભાયા કાગ) ભગતબાપુના આંગણે તેમની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ભગતબાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો થયા. ગુજરાતના અલગ અલગ સ્થળોએથી કાગપ્રેમી તથા સાહિત્યપ્રેમીઓનો પ્રવાહ મજાદર તરફ વળ્યો અને સૌએ... Continue Reading →

હાજી કાસમની વીજળી

                 હાજી કાસમ તારી વીજળી રે                         સમદરિયે વેરણ થઇ !                 શેઠ કાસમ તારી વીજળી રે                         મધદરિયે વેરણ થઇ !                 ભુજ અંજારની જાનુ રે જૂતી                         જાય રે મુંબઇ શેર                 દેશ પરદેશી માનવી આવ્યા                         જાય રે મુંબઇ શેર.....                 કાસમ તારી વીજળી રે                        ... Continue Reading →

કવિ દાદની સર્જન યાત્રા

                        વિશ્વકોશમાં  ૧૯ મી ફેબ્રુઆરીના રોજ કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું. કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના... Continue Reading →

અમીર શહેરના ફકીર બાદશાહ

દેશના દરેક ખૂણે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની મોહિની તે સમયે ફેલાયેલી હતી. પંડિતજીની છટાદાર ભાષા તેમજ પ્રભાવી વ્‍યક્તિત્‍વને સાંભળવા-નિહાળવા લોકો સ્‍વયંભૂ ટોળે વળતા. આ સામાન્‍ય સ્‍થિતિથી ઉલટી સ્‍થિતિ ઉભી કરીને અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની કોઠા-સૂઝનું નોંધપાત્ર નિદર્શન કર્યું. વિશાળ જનતાના દિલો દિમાગ પર સ્નેહનું શાસન કરતા નેતા ઈન્‍દુલાલ યાજ્ઞિકે પંડિતજીની જાહેર સભાને સમાંતર... Continue Reading →

કવિ આલના આંગણે મોરારીબાપુ

ગોસ્‍વામી તુલસીદાસજીના આ પ્રસિધ્‍ધ શબ્‍દો પ્રેરણાદાયક છે. સરલ સ્‍વભાવ ન મન કુટીલાઇ યથા લાભ સંતોષ સદાહી ! કવિ ન હૅું મૈં ન ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુન ગાઉં !!       ઉપરના શબ્‍દોને સાર્થક કરે તેવા સરળ સ્‍વભાવના કવિ આલના ગામનું નામ શેખડીયા, તા. મુન્‍દ્રા અને જિલ્‍લો કચ્‍છ. કવિ આલનું પૂરું નામ આલાભાઇ ખેતશીભાઇ ગઢવી.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑