વાગડનો વડલો : મણીભાઈ સંઘવી

ગાંધીજી માત્ર સ્‍વરાજ્ય મેળવવા માટેના વિશ્વમાં અદ્વિતિય એવા મહદ્અંશે અહિંસક મહાસંગ્રામનાજ પ્રેરણાસ્‍ત્રોત ન હતા. આઝાદી મળ્યા પછી ખરા અર્થમાં ‘સ્‍વરાજ્ય’ ની સ્‍થાપના થાય તે બાબત પણ તેમના અગ્રતાક્રમમાં હતી. હતી. તેઓ આ બાબત તરફ સંપૂર્ણ રીતે સભાન હતા અને પ્રયત્‍નશીલ હતા. સ્‍વસ્‍થ  સમાજ, જાગૃત તથા જવાબદાર સમાજ હોય તો જ સ્‍વરાજ્યનો સૂર્યોદય થાય. આ વાત... Continue Reading →

કાગના ફળિયે કાગની વાતું…

ફરી આ વર્ષે પણ કાગધામ – મજાદરનું ઉજળું આંગણું, પૂ. ભગતબાપુની ચિરંતન ચેતના અને પૂ. મોરારીબાપુની પાવક ઉપસ્થિતિનો ત્રિવેણી સંગમ રચાયો. તા.૦૪/૦૩/૨૦૧૪ ના રોજ (કવિ દુલા ભાયા કાગ) ભગતબાપુના આંગણે તેમની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ભગતબાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો થયા. ગુજરાતના અલગ અલગ સ્થળોએથી કાગપ્રેમી તથા સાહિત્યપ્રેમીઓનો પ્રવાહ મજાદર તરફ વળ્યો અને સૌએ... Continue Reading →

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:

આઠમી માર્ચનો દિવસ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. મહિલાઓની સમસ્યાઓ વિશ્વના દરેક ભાગમાં વધતા ઓછા અંશે સમાન રહી છે. ૧૯ મી સદીમાં વિશ્વના ઘણાંદેશોમાં મહિલાઓને વેતન દર ચૂકવવામાં ભેદભાવ, ને કામના સ્થળે પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો પણ સદંતર અભાવ, કામદાર યુનિયનોની પણ મહિલાઓના પ્રશ્નો બાબત ઉપેક્ષા જેવી બાબતો સામાન્ય હતી. ૮ માર્ચ, ૧૮૫૭ માં... Continue Reading →

મળતાં ………. હળતાં ………..

ચારણો દેવીપુત્રો કહેવાયા તેમાં પરમ કૃપાળુ આઇઓની અપાર કૃપા તેમજ ચારણ સમાજનો તેમના તરફનો આદર તથા શ્રધ્ધા એ મહત્વના પાસા છે. આઇ સોનબાઇમા હોય કે આઇ કંકુ કેશરમા હોય. સૌની લાગણીની દ્રષ્ટિ, કાળજીની દ્રષ્ટિ સમાજ તરફ રહેતી હોય છે. આ વાતની અવારનવાર પ્રતિતિ પણ થયા કરે છે. આવી પ્રતિતિ તાજેતરના એક પ્રસંગે ફરી થઇ. પૂ.... Continue Reading →

હાજી કાસમની વીજળી

                 હાજી કાસમ તારી વીજળી રે                         સમદરિયે વેરણ થઇ !                 શેઠ કાસમ તારી વીજળી રે                         મધદરિયે વેરણ થઇ !                 ભુજ અંજારની જાનુ રે જૂતી                         જાય રે મુંબઇ શેર                 દેશ પરદેશી માનવી આવ્યા                         જાય રે મુંબઇ શેર.....                 કાસમ તારી વીજળી રે                        ... Continue Reading →

કવિ દાદની સર્જન યાત્રા

                        વિશ્વકોશમાં  ૧૯ મી ફેબ્રુઆરીના રોજ કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું. કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના... Continue Reading →

સ્વાતિના સરવડાં : ઝીલવા જેવા

  આમ તો જે બાળકને બે વર્ષ પણ પૂરાં ન થયા હોય તેને નવજાત શીશુ કહેવાય. ભવિષ્યમાં આ બાળક કેવા કાર્યો કરશે અને તેનો વ્યાપ કેટલો વિસ્તરશે તે કહેવું મુશ્કેલ હોય છે. આમ છતાં આપણે ત્યાં એક સુંદર કહેવત લાંબા અનુભવ પછી કહેવાઇ છે તથા પ્રમાણિત થઇ છે. ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી’... Continue Reading →

અમીર શહેરના ફકીર બાદશાહ

દેશના દરેક ખૂણે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની મોહિની તે સમયે ફેલાયેલી હતી. પંડિતજીની છટાદાર ભાષા તેમજ પ્રભાવી વ્‍યક્તિત્‍વને સાંભળવા-નિહાળવા લોકો સ્‍વયંભૂ ટોળે વળતા. આ સામાન્‍ય સ્‍થિતિથી ઉલટી સ્‍થિતિ ઉભી કરીને અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની કોઠા-સૂઝનું નોંધપાત્ર નિદર્શન કર્યું. વિશાળ જનતાના દિલો દિમાગ પર સ્નેહનું શાસન કરતા નેતા ઈન્‍દુલાલ યાજ્ઞિકે પંડિતજીની જાહેર સભાને સમાંતર... Continue Reading →

કવિ આલના આંગણે મોરારીબાપુ

ગોસ્‍વામી તુલસીદાસજીના આ પ્રસિધ્‍ધ શબ્‍દો પ્રેરણાદાયક છે. સરલ સ્‍વભાવ ન મન કુટીલાઇ યથા લાભ સંતોષ સદાહી ! કવિ ન હૅું મૈં ન ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુન ગાઉં !!       ઉપરના શબ્‍દોને સાર્થક કરે તેવા સરળ સ્‍વભાવના કવિ આલના ગામનું નામ શેખડીયા, તા. મુન્‍દ્રા અને જિલ્‍લો કચ્‍છ. કવિ આલનું પૂરું નામ આલાભાઇ ખેતશીભાઇ ગઢવી.... Continue Reading →

સેવક અને સત્યાગ્રહી : રતુભાઇ અદાણી

ગાંધી યુગની આકાશગંગા તરફ નજર કરીએ તો ત્યાં અનેક તેજસ્વી સીતારાઓનું રમણીય દર્શન થાય છે. દરેક તેજસ્વી તારક ભલે ગાંધી વિચારથી દૈદીપ્યમાન હોય પરંતુ તે દરેકને પોતાનું આગવું વ્યક્તિત્વ છે તેમજ આગવો નિખાર છે. વૈચારિક સામ્યતાને કારણે તેઓ દૂરદૂરના વિસ્તારોમાં કે અલગ અલગ કાર્યવિસ્તારોમાં કાર્ય કરતા હોય તો પણ તેમની કહેણી તથા કરણીમાં અદ્દભૂત ઐકય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑