: બનારસ અને બળવંતરાય :

સબ સુખીહો ભદ્ર સબહો,  પુણ્ય દેશ પુકારતા હૈ,  ‘‘ભાવરંગ’’ સ્વભાવત:  યહ ભારતીય ઉદારતા હૈ ! ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય... Continue Reading →

: સંતવાણી સમીપે : કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો : રુધિરે રંગાયો હરિનો હંસલો :

બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી... Continue Reading →

 : સંતવાણી સમીપે : સગપણ હરિવરનું સાચું : બીજું ક્ષણભંગુર કાચું :

  વડતાલમાં સદ્દગુરુ સ્વામી બ્રહ્માનંદજી શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા. મહારાજની તો આજ્ઞા એવી હતી કે વડતાલના તળાવ પર નાનું એવું હનુમાનજીનું મંદિર છે તેવું નાનું મંદિર કરવું પરંતુ આ તો બ્રહ્માનંદ સ્વામી હતા. જેવી વિચારોની તથા વ્યક્તિત્વની વિશાળતા હોય તેની જ પ્રતિકૃતિ તેમણે હાથ પર લીધેલા કાર્યમાં પણ દેખાય. સ્થાનિક... Continue Reading →

: સંસ્કૃતિ : : કર્મયોગી સારસ્વત : ધીરૂભાઇ ઠાકર :

માત્ર અક્ષરજ્ઞાનના આધારેજ કોઇકના વ્યક્તિત્વની મૂલવણી કરીએ તો તેમાં થાપ ખાઇ જવાની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના કર્મયોગી સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી સાકળચંદ પટેલ અક્ષરજ્ઞાનથી નહિ પરંતુ અંતરજ્ઞાનથી એ વાત સમજ્યા કે શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા સારસ્વત વિશ્વકોશનું કામ ઉપાડે તો ગુજરાતની આવનારી અનેક પેઢીઓ માટે આંબાનું વ્રક્ષ રોપવા જેવું પરિણામ મળે. આથીજ તેમણે ઠાકર... Continue Reading →

: સંસ્કૃતિ : સસ્તુ-સારું સાહિત્ય : સમાજની પાયાની જરૂરિયાત :

આ સંવાદ અનેકવાર અલગ અલગ વયના લોકો પાસેથી સૌને સાંભળવા મળ્યો હશે. આપણે પણ કહેલો હશે. બાળક લલ્લુ ધર્મપરાયણ માતા હરિબાને કહે છે : “બા, તમે કથા સાંભળો અમારે તો ઘણી વાર છે.” પણ હવે હરિબાનો જવાબ દરેક માતાએ સાંભળવા જેવો છે. મા કહે છે :  “ તારું ધ્યાન કથા અને સાધુસંતોના સહવાસથી દૂર ગયું... Continue Reading →

: સંસ્કૃતિ :: ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે :

              ફરી એક વખત નૂતન વર્ષને wel-come કરવાનો મધૂરો સમય છે. દેશના વિવિધ ભાગોમાં તો દરેકની સંસ્કૃતિ-પરંપરા કે માન્યતાઓના આધારે અલગ અલગ નવા વર્ષના દિવસો ઉજવાય છે. અલગ અલગ સમયે ઉજવાય છે. આપણી આ વૈવિધ્યતાનું પણ એક આંતરિક સૌંદર્ય છે. પરંતુ ઇસુનુ નવું વર્ષ સાર્વત્રિક રીતે વિશ્વભરમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ઉજવવામાં આવે છે. નૂતન વર્ષને... Continue Reading →

: સંસ્કૃતિ :: ડૉ. નરેન્દ્ર દાભોલકરની તેજ યાત્રા :

કાળનો પ્રવાહ સતત ગતિશીલ છે. ૨૦૧૪ ના વર્ષને અલવિદા કહેવાનો સમય છે. ઘટનાઓ બને તથા સમયાંતરે તેને વિસરી જવાય તે સહજ સ્વાભાવિક વલણ છે. ‘‘ સ્મશાન વૈરાગ્ય ’’ અથવા “ Knee jerk reaction ” ની અસર ક્ષણજીવી રહે છે. પરંતુ ઘટનાઓમાંથી સીખીએ નહિ તો તે અનુભવ બનતો નથી. ઇતિહાસ બોધની વાત કરતાં દર્શક દાદાએ આપણી... Continue Reading →

: સંસ્કૃતિ :: સવાઇ ગુજરાતી : કાકા સાહેબ કાલેલકર :

              કાકા સાહેબ ખરેખર નસીના બળિયા હશે ! ગાંધીજીના સહવાસ તથા તેમની સેવાનો લાભ બ્રિટીશ સરકારે તેમને સામે ચાલીને આપ્યો. ૧૯૩૦ માં દાંડીકૂચ કરીને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયના પાયામાં લૂણો લગાડવાનું ઐતિહાસિક કામ કર્યું તે ઘટના ખૂબ જાણીતી છે. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઘરપકડ થશે તેવી વ્યાપક માન્યતા હતી. સરકારે સરદાર સાહેબની ઘરપકડ કરી પરંતુ બાપુની ઘરપકડ... Continue Reading →

: સંતવાણી સમીપે : : કર્મના જયારે કાળા વાદળ, ગરજી-ગગડી ઢાંકે સહુ સ્થળ :

  ગાંધી જીવનની કેટકેટલી સુમધુર વાતોની રસલ્હાણ શ્રી નારાયણ દેસાઇ ગાંધીકથાના માધ્યમથી આપણાં સુધી લઇને આવ્યા છે. તે જોઇ-જાણીને આનંદ તથા અહોભાવનો ધોધ ઉછળે છે. “ નરહરિભાઇ બાપુને કહે : બાપુ ! મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવાની છે. ૫૦ વર્ષથી વિશેષ વય વટાવી ચૂકેલા નરહરિભાઇની વાતનો વિનોદ કરતા બાપુ કહે : નરહરિ ! તમારે... Continue Reading →

: સંસ્કૃતિ : એક અનોખી કથા : ગાંધીકથા

              કથા પરંપરા આપણી સંસ્કૃતિમાં નવી કે અજાણી બાબત નથી. અનેક કાળથી કથા-વાર્તાનો અવિરત પ્રવાહ અનેક સ્ત્રોતથી રેલાયો છે અને જનસમૂહમાં સુપેરે ઝીલાયો છે. કથન શૈલીની સાથે તેની અલગ અલગ વિશિષ્ટતાઓ પણ જોડાયેલી છે. નજીકના ભૂતકાળમાં પૂ. ડોંગરેજી મહારાજની કથામાં કેન્દ્ર સ્થાને રહેલા ભક્તિના ભાવે અનેક શ્રોતાઓને ભીંજવ્યા છે. વર્તમાન કાળમાં સુપ્રસિધ્ધ રામાયણી પૂ. મોરારીબાપુ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑