ગાંધીયુગના આકાશગંગામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્થાન તેમના જીવન કાર્યોને કારણે અનોખું તેમજ વિશિષ્ટ છે. બાબાસાહેબ પણ જેમને માર્ગદર્શક ગણતા હતા તેમજ ગુરુ તુલ્ય સમજીને આદર કરતા હતા તેવા પરિવર્તનનો પ્રાણ ફૂંકનાર જોતીરાવ ફુલે (૧૮૨૭-૧૮૯૦) પણ તેમના ક્રાંતિકારી વિચારો તથા આચરણના ઊંચા ધોરણોને કારણે સુવિખ્યાત થયેલા છે. ૧૮૪૦માં જોતીબાના લગ્ન સાવિત્રીબાઇ સાથે થયા. સમાજ સુધારણાની... Continue Reading →
: સંતવાણી સમીપે : તમે મહારાજ … ! રાજ વિનાના રાજ … :
ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ ચમકતા જોઇ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાનાજ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હમણાંજ ગયો ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઇને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગે તા.૩૦-૦૪-૧૯૨૮ ના રોજ મહાત્મા ગાંધી ‘ રાજ વિનાના મહારાજ ’ ને પત્ર... Continue Reading →
: સંતવાણી સમીપે : તે દી સોનાનો સૂરજ ઊગશે : ક્રાંતિનો શબ્દ પીડિતો ઘૂંટશે :
સત્ય સર્વાંચે આદી ઘર, સર્વ ધર્માંચે માહેર, જગાં માજીં સુખ સારેં, ખાસ સત્યાચીં તીં પોરે. સત્ય સુખાલા આધાર બાકી સર્વ અંધકાર આહે સત્યાચા બા જોર, કાઢી ભંડાચા તો નીર. જોતીબા ફુલેની લખેલી આ વેદમંત્ર જેવી પંક્તિઓ સત્ય અને નિર્ભેળ સત્યનું દર્શન આવરણ રહીત સ્થિતિમાં કરવા માટે પ્રેરણા આપે છે. મરાઠી ભાષામાં ધારદાર રીતે લખાયેલા આ... Continue Reading →
: સંતવાણી સમીપે : વીજળીને ચમકારે : મોતી પરોવવું પાનબાઇ ! :
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: અનુભવે એવા કિસ્સાઓ જોવા મળે છે કે અંગત તકલીફો નિવારવાના શોર્ટકટ સાધન તરીકે અથવા અંધશ્રધ્ધાના કારણે કેટલાક લોકો સતત છેતરાતા રહે છે. આપણાં સામાન્ય વ્યવહારમાં હજુ પણ સમાજનો એક વર્ગ પરચાથી કે કોઇની તાંત્રિક શક્તિથી પ્રભાવિત થતો જોવા મળે છે. શિક્ષિત કે અશિક્ષિત... Continue Reading →
: ભેળિયાળી, તારા ભામણાં ! :
નવી પેઢીમાં આપણો પુરાતન તથા ઉજ્વળ સાંસ્કૃતિક વારસો જળવાઇ રહેશે કે કેમ તેની ચિંતા અનેક લોકો પ્રસંગોપાત કરતા રહે છે. આવી ચિંતા સાવ અસ્થાને પણ નથી. આ પુરાતન વારસો માત્ર ‘જૂનું એટલું સોનુ’ એવી માન્યતા પર આધારીત નથી. આવો પ્રાચીન વારસો આજે પણ તેના સત્વને કારણે તથા આચાર-વિચારના ઉજળા ઉદાહરણોને કારણે સદાકાળ જીવંત છે તેમજ... Continue Reading →
: સંસ્કૃતિ : પોતાવટ પાળવાવાળી : ભજાં તોય ભેળિયાવાળી :
ચૈત્ર માસની નવરાત્રિના પવિત્ર દિવસો છે. માતૃતત્વની વિશેષ ઉપાસના થકી તેનું મહત્વ પ્રસ્થાપિત થયેલું છે. આજકાલ વસંતના વહેતા વાયુમાં મધુરતાનો સહજ અનુભવ છે. આજ રીતે માતૃ ઉપાસના માટેના આ પર્વમાં ભક્તિનું તત્વ વસંતની શોભા વધારે તેવું છે. યોગાનુયોગ આ માસમાંજ અંજનીના આશીર્વાદ તથા વાત્સલ્ય થકી જેનું પોષણ થયેલું છે તેવા વીર હનુમાનજીની જયંતિની પણ શ્રધ્ધા... Continue Reading →
: સંસ્કૃતિ : મૂઠી ઊંચેરો માનવી :
ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા રેલસંકટની મહારાજને ચિંતા હતી. દેશ પર તે સમયે અંગ્રેજોનું શાસન હતું. માત્ર સરકારના ભરોસે રેલસંકટમાં સપડાયેલા લોકોને છોડવાનું રવિશંકર દાદાને કેમ ફાવે ? મહારાજ મહીકાંઠાના વડાદરા ગામમાં પાટણપડિયાની પુત્રી જીવીના આંગણે ઊભા છે. પુરગ્રસ્ત વિસ્તારના લોકોમાટે અનાજની ટહેલ મહારાજ ગામેગામ જઇને નાખે છે. જીવી લાજ કાઢીને મહારાજને પગે પડીને આવકારે... Continue Reading →
: સંસ્કૃતિ :મધ્યયુગના સંતોના માર્ગવિહારી : રાજયકવિ પિંગળશીભાઇ:
ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે છે... Continue Reading →
: સંસ્કૃતિ :: ‘‘ દુલેરાય દેશનો દીવો : ક્રોડુ જૂગ કાગ ભઇ ! જીવો ! ’’ :
અડધી સદી પહેલાં આજે પણ ખોબા જેવડું લાગતું ગોકળિયું ગામ મજાદર કેવું હશે ! એ સમયે (૧૯૬૩ માં) આ નાના ગામના આભથી ઊંચેરા કવિનું આમંત્રણ સ્વીકારીને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મંડળી મજાદરમાં પહોંચી. પુણ્યશ્લોક રવિશંકર મહારાજે સમગ્ર પ્રદેશ – મજાદર ગામ તથા કાગ પરિવાર તરફથી સાહિત્યકારોને ભાવથી આવકાર્યા. ગામડાની ધૂળના ફૂલો તરફ મહેમાનોનું મહારાજે... Continue Reading →
સંતવાણી સમીપે ‘‘ જીવવા નહિતો મરવા : કોઇ ભવ્ય પ્રસંગ તું દે ! ’’
જેમની દ્રષ્ટિ સાફ હોય, જેમના હૈયે જન સામાન્યનું હિત કોતરાયેલુ હોય તથા ‘ ડગલું ભર્યું કે ના હઠવું ‘ જેવા શબ્દો જીવનમાં ઉતાર્યા હોય તેવા વીર પુરૂષને સ્થળ કાળના બંધનો રોકી શકતા નથી. આ અર્થમાં કવિ શ્રી ઉમાશંકરે જેમને અમીર શહેરના ફકીર બાદશાહ તરીકે ઓળખાવેલા તેવા ઇન્દુચાચા ખરા અર્થમાં યાજ્ઞિક હતા. ઇન્દુચાચાના વંટોળિયા જેવા... Continue Reading →