સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંધની ગામ ગામે કૈંક કવિઓ તણાં ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્ય સરણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી. કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના... Continue Reading →
: સંસ્કૃતિ : : અવિરત ઉદ્યમનો જાજરમાન ચરખો : : નિરંજન વર્મા :
આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વિંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઉંઘવું કેમ ફાવે ? ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ... Continue Reading →
: સંસ્કૃતિ : : ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત : : ગુજરાત મોરી મોરી રે :
ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને પ્રિય ઇન્દુચાચાની સ્મૃતિ ન થાય તેવું બનવાનો સંભવ નથી. દેશની મુક્તિ માટેના મુક્તિ સંગ્રામનું સુકાન ગાંધી નામના એક ગુજરાતના હોનહાર પુત્રે સંભાળ્યું. સ્વતંત્ર દેશના બંધારણીય મૂલ્યોના જતન માટે લડાયેલી ઐતિહાસિક લડતનું નેતૃત્વ વીરતા અને નિષ્ઠાની જાગૃત પ્રતિકૃતિ સમાન જયપ્રકાશ નારાયણે સંભાળ્યું. કવિગુરુ ટાગોરની સુજલામ સુફલામ ભૂમિના શિસ્તબધ્ધ સેનાની સુભાષબાબુએ વિદેશની... Continue Reading →
: સંસ્કૃતિ : : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ :
રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે : ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી... Continue Reading →
: સંસ્કૃતિ : : ‘સરોદ’ ની સ્મૃતિની મીઠી સુગંધ :
એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે : ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ? વહેવારના ઉચાટ હવે કેટલો વખત... Continue Reading →
: સંસ્કૃતિ : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :
જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :
જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સત્તા એ ભૂમિ સેવાની છે : : સર પટ્ટણી અને વહીવટના મોંઘા મૂલ્યો :
જીવનની અનેક ઘટનાઓ, જે તે સમયે ખૂબ મહત્વની લાગતી હોય છતાં પણ લાંબા ગાળે તે વિસરાઇ જતી હોય છે. પરંતુ એક ઘટના જે સ્મરણમાં આવ્યા પછી વિસરવી મુશ્કેલ બને છે તે લલિતચન્દ્ર દલાલે લખી છે. સત્ય ઘટના છે. દલાલ સાહેબ ગુજરાતના છેલ્લા નિવૃત્ત થનારા આઇ. સી. એસ. (INDIAN CIVIL SERVICE)ના અધિકારી હતા. અનેક લોકો દલાલ... Continue Reading →
: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :
રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →
: સંસ્કૃતિ : : ડૉ. લોહિયા : સામા પ્રવાહે તરનારા રાજપુરુષ :
૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની સંધ્યાએ પૃથ્વી પરથી એક સાથે બે સૂર્યાસ્ત થયા. એક તો પ્રકૃતિના શાશ્વત ક્રમ પ્રમાણે ભાણ પોતાનું કર્તવ્ય પુરું કરીને પશ્ચિમ દિશામાં ગતિ કરી ગયા. બીજો સૂર્યાસ્ત દિલ્હીના બિરલા ભવનમાં થયો. બિરલા ભવનમાં થયેલા આકસ્મિક સૂર્યાસ્તના સમાચાર સાંભળીને જગત ખળભળી ગયું. તે દિવસનીજ સાંજે ગાંધીજી સાથે નક્કી થયેલી મુલાકાત કરવા માટે ડૉ.... Continue Reading →