હાજી કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ ! શેઠ કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ ! ભુજ અંજારની જાનુ રે જૂતી જાય રે મુંબઇ શેર દેશ પરદેશી માનવી આવ્યા જાય રે મુંબઇ શેર..... કાસમ તારી વીજળી રે ... Continue Reading →
કવિ દાદની સર્જન યાત્રા
વિશ્વકોશમાં ૧૯ મી ફેબ્રુઆરીના રોજ કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું. કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના... Continue Reading →
સ્વાતિના સરવડાં : ઝીલવા જેવા
આમ તો જે બાળકને બે વર્ષ પણ પૂરાં ન થયા હોય તેને નવજાત શીશુ કહેવાય. ભવિષ્યમાં આ બાળક કેવા કાર્યો કરશે અને તેનો વ્યાપ કેટલો વિસ્તરશે તે કહેવું મુશ્કેલ હોય છે. આમ છતાં આપણે ત્યાં એક સુંદર કહેવત લાંબા અનુભવ પછી કહેવાઇ છે તથા પ્રમાણિત થઇ છે. ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી’... Continue Reading →
અમીર શહેરના ફકીર બાદશાહ
દેશના દરેક ખૂણે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની મોહિની તે સમયે ફેલાયેલી હતી. પંડિતજીની છટાદાર ભાષા તેમજ પ્રભાવી વ્યક્તિત્વને સાંભળવા-નિહાળવા લોકો સ્વયંભૂ ટોળે વળતા. આ સામાન્ય સ્થિતિથી ઉલટી સ્થિતિ ઉભી કરીને અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની કોઠા-સૂઝનું નોંધપાત્ર નિદર્શન કર્યું. વિશાળ જનતાના દિલો દિમાગ પર સ્નેહનું શાસન કરતા નેતા ઈન્દુલાલ યાજ્ઞિકે પંડિતજીની જાહેર સભાને સમાંતર... Continue Reading →
કવિ આલના આંગણે મોરારીબાપુ
ગોસ્વામી તુલસીદાસજીના આ પ્રસિધ્ધ શબ્દો પ્રેરણાદાયક છે. સરલ સ્વભાવ ન મન કુટીલાઇ યથા લાભ સંતોષ સદાહી ! કવિ ન હૅું મૈં ન ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુન ગાઉં !! ઉપરના શબ્દોને સાર્થક કરે તેવા સરળ સ્વભાવના કવિ આલના ગામનું નામ શેખડીયા, તા. મુન્દ્રા અને જિલ્લો કચ્છ. કવિ આલનું પૂરું નામ આલાભાઇ ખેતશીભાઇ ગઢવી.... Continue Reading →
સેવક અને સત્યાગ્રહી : રતુભાઇ અદાણી
ગાંધી યુગની આકાશગંગા તરફ નજર કરીએ તો ત્યાં અનેક તેજસ્વી સીતારાઓનું રમણીય દર્શન થાય છે. દરેક તેજસ્વી તારક ભલે ગાંધી વિચારથી દૈદીપ્યમાન હોય પરંતુ તે દરેકને પોતાનું આગવું વ્યક્તિત્વ છે તેમજ આગવો નિખાર છે. વૈચારિક સામ્યતાને કારણે તેઓ દૂરદૂરના વિસ્તારોમાં કે અલગ અલગ કાર્યવિસ્તારોમાં કાર્ય કરતા હોય તો પણ તેમની કહેણી તથા કરણીમાં અદ્દભૂત ઐકય... Continue Reading →
દર્શકના દેશના ભાતીગળ પ્રદેશો
દર્શકની બહુમુખિ પ્રતિભાના સ્પષ્ટ દર્શન તેમના અનેક વિષય પરના યોગદાનમાંથી થાય છે. આપણી ભાષાના આ સમર્થ સર્જકની જન્મશતાબ્દીનું આ મંગળ વર્ષ છે. (૧૯૧૪-૨૦૧૪) આપણાં સૌ માટે, ગુજરાતી જયાં જયાં વસતો હોય તે પ્રત્યેક વ્યક્તિ માટે દર્શકનું સ્મરણ થવું તે આ જન્મશતાબ્દીના સંદર્ભમાં સાહજિક છે, સ્વાભાવિક છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તેના કાર્યક્રમો અવશ્ય થશે. દર્શકના અનેક ચાહકોના... Continue Reading →