: મળતાં … હળતાં :

(૧) સામાજીક પ્રસંગોએ જ્યારે સમાજના ભાઇ – બહેનોને મળવાનું થાય છે ત્યારે તેઓ હવે પછીની પેઢીની પ્રગતિ બાબત ચર્ચા કરતા હોય છે. ઘણી બાબતો અંગે સંતોષ લઇ શકાય તેવી પ્રગતિ જરૂર થઇ છે. આ પેઢી આધુનિક સોસીયલ મીડીયા મારફત એકબીજા સાથે જોડાયેલા રહે છે તે પણ એક નોંધપાત્ર હકીકત છે. છતાં એક વાતની પ્રતિતિ સૌને... Continue Reading →

મિત્રોના મિત્ર : મેઘાણી

માતા  સરસ્વતી  મીટ માંડીને જોતી કોક દુલારો નિડર, નિર્ભય, નિર્વ્યસની આ કોણ ઉપાસક મારો.  બાવલ  બેટો  જોઇ  બગસરે   હૈયામાં  હરખાણી,  અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી. ગિરા કંદરા પહાડ ગજવતો  ગાંડોતુર  થઇ ગાતો સવાજને  ચારણ  કન્યાનું  જુધ્ધ નીરખવા જાતો ચૌદ  વરસની  ચારણ  કન્યા જગદંબા શી જાણી અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી.... Continue Reading →

 : લોકસાહિત્યની સરવાણી અને મેઘાણી :

માંડી મેઘાણી ! હૈયે વાણીની હાટડી કદી કાળો કાળાણી વેપાર ન કીધો વાણીયા ! ભેદની ભીંત્યુંને ભાંગવાની હૈયામાં હામ રાખીને સમાજની સ્થાપિત માન્યતાઓ સામે લડી લેવાની વૃત્તિવાળા મેઘાણી એક જન્મમાં જાણે સાત જન્મનું કામ નિપટાવીને ગયા ! શ્રાવણના આ શિવભક્તિથી તરબોળ થયેલા વાતાવરણમાં મેઘની ભિનાશ સાથે મર્મી મેઘાણીની સ્મૃતિ તાજી થાય છે. ‘‘ એકરંગા ને... Continue Reading →

: સંતવાણી સમિપે : શિર સાટે નટવરને વરીએ :

ગઢડામાં પરમ ભક્ત દાદા ખાચરના દરબારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સહજાનંદ સ્વામી પોતાના બે તેજસ્વી શિષ્યો સાથે નિજાનંદથી બેઠા હતા. આ બે પ્રતાપી શિષ્યો સ્વામી મુક્તાનંદ તથા સ્વામી બ્રહ્માનંદ હતાં. જગતના કલ્યાણ માટે તથા આત્મ ઉન્નતિ માટે તેઓ સહજાનંદ સ્વામી સાથે વાર્તાલાપ કરતા હતા. મહારાજે તે સમયે જે વાત કરી તે સુપ્રસિધ્ધ વચનામૃતનો ભાગ છે. ઉપરાંત... Continue Reading →

: સંતવાણી સમીપે : હરિની હાટડીએ મારું કાયમ હટાણું :  

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના... Continue Reading →

: સંતવાણી સમીપે : મેહુલો ગાજે ને માધવ નાચે :

 કવિ કલાપી નરસિંહને એક અલગ અંદાજથી યાદ કરે છે.  હતા મ્હેતો અને મીરાં  ખરાં ઇલ્મિ ખરા શૂરાં  અમારા કાફલાના એ  મુસાફર બે હતા પૂરા.  નરસિંહ તથા મધ્યયુગના આપણાં ઘણાં ભક્તકવિઓ કલાપી કહે છે તેમ શૂરવીર હતા. તેઓ જાણે કે જે સમયમાં જીવતા હતા તે સમયથી ઘણું આગળ જોઇ શકનારા એવા ક્રાંતદ્રષ્ટા હતા. જે તે સમયે... Continue Reading →

: કર્મઠ અને કેડી કંડારનારા : : સહકારી પ્રવૃત્તિના મહર્ષિ :

 જેમના પિતા – દાદા પેઢી દર પેઢીથી ભાવનગર જેવા મોટા તથા સમૃધ્ધ રાજ્યના વહીવટમાં ઉચ્ચ સ્થાન તથા સત્તા ભોગવતા હોય તેવા કુટુમ્બમાં જન્મ લેવા છતાં મક્કમ રીતે મહાત્મા ગાંધીના રસ્તે ચાલનારા વૈકુંઠભાઇ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિને મળેલા મહર્ષિ હતા. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો પૂરો સમાજ વૈકુંઠભાઇનો હમેશા ઋણી રહેશે. ‘‘ યોગ: કર્મસુ કૌશલમ ’’ નો... Continue Reading →

: સાયર લેર્યું થોડિયું… મુજ ઘટમાં ઘણેરીયું :

       કોઇપણ પ્રદેશની શોભા તેના સાહિત્ય તથા તે સાહિત્યના ઉપાસકો થકી વૃધ્ધિ પામતી હોય છે. કચ્છના – સૌરાષ્ટ્રના લોકસાહિત્યને શ્રી મોઘાણી તથા શ્રી કારાણી જેવા મર્મીઓ ન મળ્યા હોત તો એક શૂન્યાવકાશનો અનુભવ થાત તેવું માનીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. જેવો મહત્વનો ફાળો આ સર્જકો – સંશોધકોનો છે તેવોજ મહત્વનો ફાળો તેના વાહકોનો છે.... Continue Reading →

: સંતવાણી સમીપે : : વાદલડી જાજે વરસી રે .. ખેતર મારા ખાલી રહેશે :

આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવીરાજ મહાલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે ? સમગ્ર સૃષ્ટિની નિરંતર પ્રવૃત્તિનો, હેતુસરની તથા સમયબધ્ધ ગતિનો નિર્દેશ ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગે... Continue Reading →

: ‘‘ સંતવાણીનું સાનિધ્ય ’’ :

વાગે ભડાકા ભારી રેભજનના વાગે ભડાકા ભારી....બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના વાગે.... કચ્છ સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં અજવાળી બીજની રાત્રીએ ઉંઘ ઊડી જાય તો મોટાભાગે એકતારાના ઘેરા નાદ સાથે હવામાં રેલાતા સંતવાણીના સૂરો સાંભળવા મળે. મેઘાણીભાઇએ આ વાત પોતાની ગામેગામની રઝળપાટ પછીના સ્વાનુભવે લખી. આજ આપણું ભજન સાહિત્ય કે સંત સાહિત્ય અહીં ઉપદેશ આપવાનો... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑