: સંસ્કૃતિ : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

  કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ કોયલ કૂંજે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને છછુંદરોનું છું છું છું કૂજનમાં શી ક્કકાવારી ? હું કુદરતને પૂછું છું : ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું હું ! પરમેશ્વર તો પહેલું પૂછશે : કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ?... Continue Reading →

: સંતવાણી સમીપે : : કર્મના જયારે કાળા વાદળ, ગરજી-ગગડી ઢાંકે સહુ સ્થળ :

  ગાંધી જીવનની કેટકેટલી સુમધુર વાતોની રસલ્હાણ શ્રી નારાયણ દેસાઇ ગાંધીકથાના માધ્યમથી આપણાં સુધી લઇને આવ્યા છે. તે જોઇ-જાણીને આનંદ તથા અહોભાવનો ધોધ ઉછળે છે. “ નરહરિભાઇ બાપુને કહે : બાપુ ! મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવાની છે. ૫૦ વર્ષથી વિશેષ વય વટાવી ચૂકેલા નરહરિભાઇની વાતનો વિનોદ કરતા બાપુ કહે : નરહરિ ! તમારે... Continue Reading →

ક્રાંતિના યુવા મશાલચી : નિરંજન વર્મા

               ક્રાંતિવિર કેશરીસિંહજી બારહઠ તથા તેમના લધુબંધુ જોરાવરસિંહજીની પંગતમાં અધિકારપૂર્વક બેસી શકે તેવા નિરૂભાઇ-નિરંજન વર્મા (નાનભા બારહઠ) ઇતિહાસનું એક વિસ્મૃતિ પામેલું પણ પ્રાણવાન પાત્ર છે. દેશની મુક્તિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તેમની જીવનગાથા અજર-અમર રહેવા સર્જાયેલી છે. સાડાત્રણ દાયકાના ટૂંકા છતાં ઘટના સભર જીવનમાં તેઓ સાડાત્રણ સૈકાઓની સુગંધ પ્રસરાવીને ગયા. જામનગર જીલ્લાના રાજડા ગામે બાદાણી... Continue Reading →

: વધી તોલે વાણીયાં… તારી લેખણ મેઘાણી :

  હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી એજ સૂરોના ઇમાની ભાઇ ! ગાયા કર ચકચૂર જી – જી શબદના વેપાર આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી તે દી શબદ તણખા ઝરે રગ રગ કડાકા થાય જી – જી શબદના વેપાર શબદ – તણખે સળગશે સૂની ધરણીના નિ:શ્વાસ જી તે દી... Continue Reading →

: વિજ્ઞાનના વિક્રમાદિત્ય : વિક્રમ સારાભાઇ :

       અંબાલાલ સારાભાઇ, તેમના ધર્મપત્ની સરલાદેવી તથા અનસૂયાબેન સારાભાઇને ત્યાં મહેમાનોની ખોટ ન હતી. દેશભરમાંથી અનેક મહાનુભાવોને અમદાવાદના સારાભાઇ કુટુમ્બના મહેમાન થવાનું ગમતું હતું. ૧૯૨૪ માં ગુરૂદેવ ટાગોર સારાભાઇ કુટુમ્બના મહેમાન થયેલા. તે વખતનો એક પ્રસંગ નોંધાયો છે. યજમાન અંબાલાલભાઇના પાંચ વર્ષના પુત્ર વિક્રમને જોઇને કહ્યું : ‘‘આ બાળક અસાધારણ મેઘાસંપન્ન છે.’’ ગુરૂદેવની ભવિષ્યવાણી સાચી... Continue Reading →

: કર્મઠ અને કેડી કંડારનારા : : સહકારી પ્રવૃત્તિના મહર્ષિ :

 જેમના પિતા – દાદા પેઢી દર પેઢીથી ભાવનગર જેવા મોટા તથા સમૃધ્ધ રાજ્યના વહીવટમાં ઉચ્ચ સ્થાન તથા સત્તા ભોગવતા હોય તેવા કુટુમ્બમાં જન્મ લેવા છતાં મક્કમ રીતે મહાત્મા ગાંધીના રસ્તે ચાલનારા વૈકુંઠભાઇ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિને મળેલા મહર્ષિ હતા. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો પૂરો સમાજ વૈકુંઠભાઇનો હમેશા ઋણી રહેશે. ‘‘ યોગ: કર્મસુ કૌશલમ ’’ નો... Continue Reading →

શ્રમ, સ્વાશ્રય તથા સમર્પણની સુવાસ : રતુભાઇ અદાણી

આપણું આંગણું અજવાળીને ગયેલા રતુભાઇ અદાણીના જીવન કાર્યોની સુગંધ (૧૯૧૪-૧૯૯૭) આજે પણ તરોતાજા લાગે છે. ગાંધીયુગના એ પવિત્ર દીપકના તેજથી અનેક વંચિતોના ઘરમાં જ્ઞાન અને સમૃધ્ધિનું તેજ પ્રસરેલું છે. દુનિયાના ઘણાં દેશો પરાધિનતાની પીડા ભોગવતા હતા અને કદાચ કોઇ જગાએ આજે પણ ભોગવતા હશે. આ બધાજ પરાધિન દેશોએ કોઇને કોઇ સમયે પોતપોતાની માતૃભૂમિને મુક્ત કરવા... Continue Reading →

કર્મઠ અને કેડી કંડારનારા – શ્વેતક્રાંતિના જનક : ત્રિભુવનદાસ પટેલ

       પંચાયત રાજ્યના સુદ્રઢ માળખા માટે તેમજ મજબૂત રીતે કામ કરતા સહકારી પ્રવૃત્તિઓના માળખા માટે ગુજરાત સકારણ ગૌરવ લઇ શકે છે. આ બન્ને વ્યવસ્થા થકી વહીવટનું વિકેન્દ્રીકરણ નોંધપાત્ર રીતે થયું છે તેમજ ખરા અર્થમાં શાસકીય તેમજ આર્થિક નિર્ણયો કરવામાં લોક ભાગીદારી સિધ્ધ થઇ શકી છે. યોગાનુયોગ રાજ્યના એક વખતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું... Continue Reading →

ડૉ. ખાચર : ઇતિહાસના સમર્થ પથદર્શક.

      દરેક પ્રદેશને પોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસ તેના ગર્ભમાં અનેક સારી – માઠી ઘટનાઓ સાચવીને બેઠો છે. ‘‘જૂનું તેટલું ઉત્તમ’’ એ સૂત્ર જેમ તર્કસંગત ગણાય નહિ તેજ રીતે ‘‘જૂનું માત્ર નકામું અને કાલબાહ્ય’’ તેવી માન્યતા પણ ભયજનક છે. ઇતિહાસકારો નિરક્ષીરની દ્રષ્ટિ રાખીને જે તારવણી કરે છે તે ઘણાં કિસ્સામાં ભાવી પેઢીઓને જે તે... Continue Reading →

સરસ્વતીના સંતાન : ચંદુલાલ બહેચરલાલ પટેલ

      ભગવદ્દ ગો મંડલના નામ સાથે ભગવતસિંહજીના નામ સાથે હક્કથી જોડી શકાય તેવું નામ ચંદુલાલ બહેચરલાલ પટેલનું છે. જામનગરમાં ૧૯૮૯ માં જન્મ લેનાર આ મહાપુરૂષે મહારાજા ભગવતસિંહજી પ્રેરીત સર્વાંગ સંપૂર્ણ કોષ રચવાનું કામ પૂરૂં કરવામાં સિંહફાળો આપ્યો. ચંદુભાઇનું જીવનકાર્ય જ આ ધન્યકાર્ય હતું. લગભગ ત્રણ દાયકાના અવિરત શ્રમના ભાતીગળ પરિણામ સ્વરૂપ કોષ સમાજને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑