કવિગુરુ ટાગોરની અમર કાવ્યપંક્તિઓમાંજ ‘કાંટા રાને, લોહી નીગળતે ચરણે’ એકલા જવાનો પડકાર છે. (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ) કોને ખબર હતી કે આઝાદીના જનક સમાન આ મહાનાયકનું મન મુક્ત થયેલી રાજધાની દિલ્હી ઠરતું ન હતું. દેશમાં ચાલતા ભાઇ-ભાઇ વચ્ચેના વેરાગ્નિને ઠારવા તેઓ એક યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી ફરતા હતા. જોકે તેમના મનમાં આજી સ્થિતિ અંગે... Continue Reading →
: સંસ્કૃતિ : : સંવત્સરી, મહાત્મા ગાંધી અને શ્રીમદ્દ રાજચન્દ્ર :
જન્માષ્ટમીથી શરૂ થતી તહેવારોની એક સળંગ હારમાળા કદાચ કોરોના કાળમાં પણ નૂતન આશા તેમજ આનંદનું એક મીઠું દર્શન કરાવે તો તે આશીર્વાદરૂપ ગણાશે. અલબત્ત, સાવચેતીમાંજ સલામતી છે તે હકીકત તરફ દુર્લક્ષ થવું ન જોઇએ. જાગૃત નાગરિકોની એ પ્રથમ ફરજ છે. તહેવારોની આ હારમાળામાંજ સંવત્સરીના સુભગ સમન્વયનું એક આગવું મૂલ્ય છે. જન્માષ્ટમી હોય, સંવત્સરી હોય કે... Continue Reading →
: સંસ્કૃતિ : : ૧૫મી ઓગસ્ટ : ૧૯૪૭ અને મહાત્મા ગાંધી :
૧૫મી ઓગસ્ટ – ૧૯૨૧ દરેક વર્ષની જેમ અસંખ્ય ભારતવાસીઓને ફરી એક વખત આપણી સ્વાધિનતાની મીઠી સ્મૃતિ કરાવીને વિદાય લે તે સ્વાભાવિક છે. સ્વાધિનતા કે સ્વતંત્રતા એ કોઇપણ નાગરિક સમાજ માટે નાની કે નગણ્ય વાત નથી. વિશ્વના અનેક ભાગના લોકો કે જેમને સ્વાતંત્ર્યની મુક્ત હવાનો લાભ મળી શકતો નથી. તેઓ આ પીડાને વધારે સારી રીતે સમજી... Continue Reading →
: વિસ્મૃત ન થાય તેવું વ્યક્તિત્વ : સી. ટી. દરુ :
કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે તેમાં કશું નવું કે અજાણ્યું નથી. પરંતુ જે કોન્ટ્રાક્ટરો તેમને કામમાં જોડે છે તેઓ ઘણા બધા કિસ્સામાં કામદારોને તેમનું કાયદેસરનું વળતર આપતા નથી. મૂળ માલિક એટલે કે ‘PRINCIPAL’ જે આ કામ તેની ફેકટરી કે બીઝનેસ યુનિટ માટે કરાવે છે તે લોકો કદાચ કામદારને મળવાપાત્ર નિયમસરનું વળતર ચૂકવતા હોય તો પણ... Continue Reading →
: મુળજીભાઇ લાંબા : મૂળ સાથે નાતો રાખનારા મર્મી :
મુળજીભાઇ ગયા એ સમાચાર શૈલેશભાઇ લાંબાએ આપ્યા ત્યારે સ્વાભાવિક રીતેજ એક સ્નેહીને ગુમાવ્યાનો રંજ થયો. મુળજીબાપુની ભાતીગળ જીવન કથાનો ચિતાર તા.૦૮-૦૨-૧૯૩૫ થી તા.૧૩-૦૭-૨૦૨૧ સુધી જગતે જોયો. જીવનના છેલ્લા અનેક વર્ષો તેમણે ઉમદા પરગજુ વૃત્તિ સાથે પસાર કર્યા. દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. કોઇ ઉતાવળમાં હોય તેમ ‘તરત દાન અને મહાપુણ્ય’ નો સિધ્ધાંત વાસ્તવિક જીવનમાં ચરીતાર્થ... Continue Reading →
: ગાંધી વિચારની ઝળહળતી પ્રતિભા : ઉછરંગરાય ઢેબર :
ગાંધીજીના સાનિધ્યમાં જેઓ ઘડાયા અને ગાંધીની વિદાય પછી પણ એકજહ નિષ્ઠાથી ગાંધીને માર્ગે ચાલ્યા હોય તેવા જૂજ નેતાગણમાં સૌરાષ્ટ્રના ઉછરંગરાય ઢેબરનો સામાવેશ થાય છે. વહીવટી બાબતોમાં ગાંધીજીની સાદગી તથા સરદાર સાહેબની દ્રઢતાનો સુભગ સમન્વય ઢેબરભાઇમાં થયેલો જોઇ શકાય છે. ૧૯૦૫ના સપ્ટેમ્બર માસની એકવીસમી તારીખે ઢેબરભાઇનો જન્મ તેમના મોસાળના ગામમાં થયો હતો. જામનગર જિલ્લાનું ગંગાજળા ગામ... Continue Reading →
: વિનોબા : ગાંધીના બાગનું મધમધતુ પુષ્પ :
વિનોબાજીનું સ્મરણ કરવું તે કોઇપણ કાળમાં સાંપ્રત છે. ગાંધીજીના જીવનની જેમ બાબાના જીવન તથા તેમની અખંડ વિચારયાત્રામાંથી આજની આપણી અનેક કઠીન સમસ્યાઓના ઉકેલ માટેની દિશા મળી શકે તેમ છે. તેઓ આ ધરતી પર ૧૮૯૫માં અવતર્યા. આથી હમણાંજ (૧૯૨૦માં) તેમના જન્મની સવા શતાબ્દી સંપન્ન થઇ. આપણે વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે બાબા (વિનોબાજી માટે માનથી ઉપયોગમાં... Continue Reading →
: સંસ્કૃતિ : : શિવદાનભાઇ ઝૂલા : : વહીવટમાં એક આવગી સૂઝ ધરાવનાર વ્યક્તિત્વ :
કેટલાક લોકોમાં વહીવટની શક્તિ જન્મજાત હોય છે. તેવા લોકોને આપણે GIFTED કહી શકીએ. વહીવટમાં સૂઝ ધરાવવાની બાબતમાં શિવદાનભાઇ આવા ગુણીયલ અધિકારી હતા. એક સારા વહીવટકર્તામાં સમજવાની અને સમજાવવાની એમ બન્ને કળા હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉદારતા અને સાથી કર્મચારીઓ સાથે સુમેળભર્યા સંબંધો એ તો વહીવટમાં સફળતાના મૂળભૂત ગુણો છે. સરકારી સેવાના મારા વર્ષોના અનુભવમાં... Continue Reading →
: સોમનાથ : આપણું અખંડ શ્રધ્ધાકેન્દ્ર :
કવિ નર્મદે જેને ‘પશ્ચિમ કેરા દેવ’ કહીને બીરદાવ્યા છે તે શ્રી સોમેશ્વર (સોમનાથ) માત્ર સૌરાષ્ટ્ર – ગુજરાતનીજ નહિ પરંતુ દેશની શોભા સમાન છે. આપણાં પ્રાચીન વેદો પૈકી ઋગવેદમાં પણ તેનો ઉલ્લેખ છે. યત્ર ગંગા ચ યમુના યત્ર પ્રાચી સરસ્વતી ! યત્ર સોમેશ્વરો દેવસ્તત્ર મામમૃતં કૃધિ !! આ તીર્થનું આગવું મહત્વ હતું અને વર્તમાનમાં પણ લોકશ્રધ્ધાનો... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ દાદની ભવ્ય તથા ભાતીગળ સર્જન યાત્રા :
કોરોનાના કપરા કાળમાં કવિ દાદ ગયા જેનો આ આઘાત સમગ્ર સાહિત્ય જગતને થયો. એ સંદર્ભમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાન નિમિત્તે ફેબ્રુઆરી-૧૯૧૬માં કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું હતું તેની સ્મૃતિ ફરી તાજી થઇ. સાહિત્યની જુદી જુદી ધારાઓમાં રસ લેતા મર્મી શ્રોતાજનોને કવિ દાદ વિશે સાંભળવાની... Continue Reading →