કંઠસ્થ પરંપરામાં ભજન સાહિત્યનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. ભજન એ પરમ તત્ત્વ તરફના અંતરના ભાવથી રચાતી રચના છે. ભજન સ્વરૂપમાં આપણાં સંતોની વાણી પ્રગટ થઇ છે તથા મહોરી ઉઠી છે. મધ્યયુગના સાહિત્યમાં જેનું બાહુલ્ય રહેલું છે તે સંતવાણીએ સમાજને સત્યના માર્ગે દોરવાનું પવિત્ર કાર્ય કર્યું છે. આ વાણી સંતોની મથામણમાંથી નીપજેલી છે. તેથીજ તેની... Continue Reading →
: સંતવાણી સમીપે : પુરી એક અંધેરીને ગંડુરાજા :
દરેક માસમાં માગશર – માર્ગશીર્શ – હું છું તેવું કહીને ગીતાના ગાનારા કૃષ્ણે થોડા દિવસથી શરૂ થયેલા માગશર માસનો મહિમા કર્યો છે. ઋતુઓ સાથે ઘણાં કારણોસર આપણો સંબંધ ઓછો થતો જાય છે. ઋતુઓને આપણી સામાન્ય બોલચાલની ભાષામાં season કહીને આપણે ઓળખાવીએ છીએ. આવી ઋતુઓ – season – ના રળિયામણાં રંગોના સ્થાને ઋતુઓ સાથેના કહેવાતા બિહામણા... Continue Reading →
: સંતવાણી સમીપે : સમરને શ્રી હરિ, મેલ મમતા પરી :
આપણી ભાષાના આદિકવિ નરસિંહના કાવ્યોમાં તો એક વિશિષ્ટ ચમત્કૃતિ છેજ પરંતુ ભક્તકવિનું જીવન પણ અનેક પ્રકારના ભાતીગળ પ્રસંગો-ઘટનાઓથી વિશેષ શોભાયમાન બન્યું છે. જેમ જેમ કસોટીઓ આવતી ગઇ તેમ તેમ નરસિંહની પરમ તત્વ તરફની શ્રધ્ધા વધી છે તથા સતત વૃધ્ધિ પામતી રહી છે. આસપાસના સમાજે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે નરસિંહની ટીખળ કે કસોટી કરવાની તક... Continue Reading →
: સંતવાણી સમીપે : સાયર હુંદા સૂર : વરસે ઝીણા નૂર :
સંતવાણીની તેજસ્વી ધારામાં કાપડી સંત મેકણની વાણીના ભક્તિ તથા કર્તવ્યનિષ્ઠ સાધનાના પડછંદા સાંભળવા મળે છે. ભક્તિ એટલે અકર્મણ્યતા નહિ પરંતુ સતત કર્મમય જીવન છે તેનો પાઠ ડાડા મેકણના જીવન-કવનમાંથી શીખવા મળે છે. મેકરણદાદાનો અખાડો કચ્છના ધ્રંગી ગામે છે. કચ્છ તથા સિંધની વચ્ચે રણમાર્ગે સફર ખેડતા અનેક મુસાફરોના યોગક્ષેમની ચિંતા ડાડા મેકણે કરી છે. લાલિયા નામના... Continue Reading →
: સંસ્કૃતિ : ઉજળા પરિવારની ગૌરવ ગાથા :
આ મહિનામાં જે મહામાનવની જન્મજયંતિ આવે છે તેવા રાજસ્થાનના ક્રાંતિકારી વીર કેશરીસિંહજીની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા.... Continue Reading →
: સંસ્કૃતિ : ક્ષાત્ર તેજનું ખમીર : દરબાર શ્રી ગોપાલદાસ :
૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે વઢવાણની તે સમયની સભામાં પણ ઝોળી ફેરવવામાં આવી. આ ઝોળીમાં કોઇએ પગમાં પહેરવાનો ભારેખમ સોનાનો તોડો (એક પ્રકારનું ઘરેણું) પણ અર્પણ કર્યો. તોડો આપનાર કોણ છે તેની પૂછપરછ... Continue Reading →
: વહીવટી વિચક્ષણતાના મેરુ દંડ : સરદાર પટેલ :
આદિવાસી ભાઈ-બહેનોના ગીતોમાં સ્નેહ, મધુરતા તેમજ સચોટતાના ભાવ આબેહૂબ પ્રગટતા જોવા મળે છે. દેશની આઝાદીના ઉષાકાળે ગવાયેલા આવા ગીતો પૈકીના એક ગીતની બે પંક્તિઓ ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ‘‘ જવાહર સંભાળે દેશના સુકાન, વલ્લભ વીરલો ફેરવે આણ રે...’’ આ અર્થપૂર્ણ પંક્તિઓમાં કહેવાયું છે તેમ વલ્લભ વીરલાની આણ પ્રવર્તતી ન હોત તો આઝાદી મળ્યા... Continue Reading →
: દીપોત્સવમાં દીપ નિર્વાણ :
આચાર્ય શંકર (શંકરાચાર્ય), મહાવીર સ્વામી તથા કરૂણાનિધાન બુધ્ધની વિદાય પછી સમગ્ર સમાજને પોતાની ઓજસ્વી વાણી તથા વિચારધારાથી પ્રભાવિત કરનાર બે મહાન સન્યાસીઓના નામ હમેશા સ્મૃતિમાં આવે છે. સ્વામી દયાનંદ તથા સ્વામી વિવેકાનંદ એ બન્ને સન્યાસીઓએ જ્ઞાન તથા પ્રકાશની પ્રાપ્તિ સ્વબળે કરી. જ્ઞાનપ્રાપ્તિના તેમના માર્ગમાં કેટલીક અડચણો – મુશ્કેલીઓ આવી તો પણ આ બન્ને મહામાનવોની... Continue Reading →
:સંતવાણી સમીપે:: દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી :
શોષિતો તથા પિડિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે... Continue Reading →
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ
દુર્ગાપુજા તથા સર્વ સ્થળે જેનો વ્યાપ છે તેવા જગત જગનીની પુજાના પવિત્ર દિવસોની ઉજવણી હમણાં જ કરવામાં આવી. માનું સ્વરૂપ બાળકો માટે નિત્ય પ્રેરણારૂપ રહેલું છે. મા તરફથી કરુણા તથા વાતસલ્ય સાથે જ વીરતાની પ્રસાદી પણ સમાજને મળી છે. નિર્ભયતાનો મંત્ર મળ્યો છે. છત્રપતી શિવાજીના ઘડતરમાં જીજાબાઇનો ફાળો તે આ વાતની જ પ્રતિતિ કરાવે... Continue Reading →