: સંસ્કૃતિ : ‘‘ દુલેરાય દેશનો દીવો : ક્રોડુ જૂગ કાગ ભઇ ! જીવો ! ’’ :

અડધી સદી પહેલાં આજે પણ ખોબા જેવડું લાગતું ગોકળિયું ગામ મજાદર કેવું હશે ! એ સમયે (૧૯૬૩ માં) આ નાના ગામના આભથી ઊંચેરા કવિનું આમંત્રણ સ્વીકારીને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મંડળી મજાદરમાં પહોંચી. પુણ્યશ્લોક રવિશંકર મહારાજે સમગ્ર પ્રદેશ – મજાદર ગામ તથા કાગ પરિવાર તરફથી સાહિત્યકારોને ભાવથી આવકાર્યા. ગામડાની ધૂળના ફૂલો તરફ મહેમાનોનું મહારાજે ધ્યાન... Continue Reading →

: સંસ્કૃતિ : વાવાઝોડા કાળના વાશે : બાપુ ! તારી વાટ જોવાશે :

૧૯૧૬ માં મળેલ લખનૌ કોંગ્રેસમાં એક વક્તા અન્ય વ્યક્તાઓથી જૂદા તરી આવ્યા. આવું એટલા માટે બન્યું કે આ વક્તાએ લાંબાલચક ભાષણકર્તાઓના સમૂહ વચ્ચે ટૂંકું તથા મુદ્દાસર પ્રવચન કર્યું. એટલુંજ નહિ પરંતુ પ્રવચન હિન્દુસ્તાની (હિન્દી) ભાષામાં કર્યું ! શ્રોતાઓએ અંગ્રેજીમાં બોલવા આગ્રહ કર્યો એટલે બેરિસ્ટરનો વ્યવસાય સ્વેચ્છાએ છોડીને આવેલા આ વક્તાએ શ્રોતાઓનેજ પડકાર્યા. તેઓ શ્રોતાઓને ઉદ્દેશીને... Continue Reading →

: સંસ્કૃતિ : ‘‘મહાગુજરાત આંદોલનના યાજ્ઞિક : ઇન્દુચાચા ’’

  મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે :  “ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું... મારો ધર્મ... Continue Reading →

: હમારી ખૂબ ખીલે ફૂલવારી :

“ ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે ” ગીતાના ગાનારાએ સર્વ બાબતોની ઉપર જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જ્ઞાનની શોધ અસીમ છે તથા નિરંતર છે. કોઇ અગ્નિહોત્રીના યજ્ઞની માફક આ કાર્યને સતત પ્રજ્વલિત રાખનાર સમાજ ઉન્નતિના માર્ગે આગળ વધતો રહે છે. આજના યુગમાં વિવિધ સાધનો તથા તેમાંયે ખાસ કરીને ઇન્ટરનેટની સરળ સુવિધાથી માહિતીની આપ-લેનું મુશ્કેલ... Continue Reading →

: સંસ્કૃતિ : : જરા સત્કર્મની નાની : ઉઘાડી રાખજો બારી :

ફરી એક વખત જીવતરની કેડી ઉપર ૨૦૧૫ ના નવા વર્ષને સત્કારવાનો સમય છે. આ વર્ષમાં તથા જીવનના હવે પછીના વર્ષોમાં જીવન ઉમેરવા માટે  દીપ પ્રાગટ્યનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દો યાદ આવે.  વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો, ઝળહળી ઉઠશે વરસ પ્રગટાવ દીવો. નૂતન વર્ષના આરંભે ભાવનગર રાજ્યના દીવાન અને... Continue Reading →

: સંતવાણી સમીપે :: જરા સત્કર્મની નાની : ઉઘાડી રાખજો બારી :

       ફરી એક વખત જીવતરની કેડી ઉપર નવા વર્ષને સત્કારવાનો સમય છે. આ વર્ષમાં તથા જીવનના હવે પછીના વર્ષોમાં જીવન ઉમેરવા માટે  દીપ પ્રાગટ્યનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દો યાદ આવે. વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો, ઝળહળી ઉઠશે વરસ પ્રગટાવ દીવો.         નૂતન વર્ષના આરંભે ભાવનગર રાજ્યના દીવાન અને... Continue Reading →

: સંસ્કૃતિ :: કર્મયોગી સારસ્વત : ધીરૂભાઇ ઠાકર :

                 માત્ર અક્ષરજ્ઞાનના આધારે જ કોઇકના વ્યક્તિત્વની મૂલવણી કરીએ તો તેમાં થાપ ખાઇ જવાની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના કર્મયોગી સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી સાકળચંદ પટેલ અક્ષરજ્ઞાનથી નહિ પરંતુ અંતરજ્ઞાનથી એ વાત સમજ્યા કે શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા સારસ્વત વિશ્વકોશનું કામ ઉપાડે તો ગુજરાતની આવનારી અનેક પેઢીઓ માટે આંબાનું વ્રક્ષ રોપવા જેવું પરિણામ મળે. આથીજ... Continue Reading →

: સંતવાણી સમીપે : : આભના થાંભલા રોજ ઉભા રહે : વાયુનો વીંઝણો રોજ હાલે :

‘‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચિન્’’ એ વાત સાંભળવા તો અવારનવાર તથા અનેક પ્રસંગોએ મળે છે. આ વાત કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેને જીવી જાણવી મુશ્કેલ છે. આથી  કેટલાક વીરલાઓ જે આ વાતને પોતાના જીવતર થકી ઉજાળે છે તેમના જીવન સમક્ષ સમાજ અહોભાવપૂર્વક નતમસ્તક થાય છે. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે જેમની ચિર વિદાયને એક... Continue Reading →

: સંસ્કૃતિ : : સસ્તુ-સારું સાહિત્ય : સમાજની પાયાની જરૂરિયાત :

આ સંવાદ અનેકવાર અલગ અલગ વયના લોકો પાસેથી સૌને સાંભળવા મળ્યો હશે. આપણે પણ કહેલો હશે. બાળક લલ્લુ ધર્મપરાયણ માતા હરિબાને કહે છે : “બા, તમે કથા સાંભળો અમારે તો ઘણી વાર છે.” પણ હવે હરિબાનો જવાબ દરેક માતાએ સાંભળવા જેવો છે. મા કહે છે :  “ તારું ધ્યાન કથા અને સાધુસંતોના સહવાસથી દૂર ગયું... Continue Reading →

: સંસ્કૃતિ : : સૂર્ય સમાન તેજસ્વી – બ્રહ્માનંદ સ્વામી :

        વડતાલમાં સદ્દગુરુ સ્વામી બ્રહ્માનંદજી શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા. મહારાજની તો આજ્ઞા એવી હતી કે વડતાલના તળાવ પર નાનું એવું હનુમાનજીનું મંદિર છે તેવું નાનું મંદિર કરવું પરંતુ આ તો બ્રહ્માનંદ સ્વામી હતા. જેવી વિચારોની તથા વ્યક્તિત્વની વિશાળતા હોય તેની જ પ્રતિકૃતિ તેમણે હાથ પર લીધેલા કાર્યમાં પણ દેખાય. સ્થાનિક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑