:વિશ્વકોશના વધામણાં:

    ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ માત્ર અમદાવાદની નહિ પરંતુ સમગ્ર ગુજરાતની સર્વગ્રાહી ઓળખ બન્યું છે. પુણ્યશ્લોક ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ સારસ્વતને સાંકળચંદ પટેલ તથા પૂજ્ય મોટાની હૂંફ મળે ત્યારે એક ઐતિહાસિક કાર્યનો મજબૂત પાયો નાખવામાં આવે છે. ગુજરાત સરકારના પણ સમયસરના સહયોગથી આજે વિશ્વકોશ ટ્રસ્ટ વટવૃક્ષ સમાન બન્યું છે. અઢી દાયકાની તેની સાતત્યપૂર્ણ સફરને કારણે અનેક લોકો જોડાયા તેમ જ અનેક લોકો લાભાન્વિત થયા છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ થયેલા ઐતિહાસિક કાર્યોમાં વિશ્વકોશની ગણના સહેજે કરી શકાય તેવી છે. ધીરૂભાઇએ પ્રગટાવેલા પાવક યજ્ઞની કુમારપાળભાઈ તેમ જ ચંદ્રકાન્તભાઈ શેઠ જેવા લોકો સતત માવજત કરી રહ્યા છે. દિવસેદિવસે આ પવિત્ર કાર્યની પહોંચ તથા મહિમા વધતા જાય છે. ઉજળા ભવિષ્યનું દર્શન થાય છે.

વસંત ગઢવી

તા. ૩૦ ઓક્ટોમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑