પ્રજાના સુખ અને સમૃદ્ધિમાં જ પોતાનું હિત જોનારા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી એક અનોખા અને અજોડ રાજવી હતા. તેમણે જવાબદાર રાજ્યતંત્રમાં લોક્ભાગીદારીનો વિચાર કર્યો અને તેને અમલમાં પણ મુક્યો હતો. તે કાળમાં આ એક અસાધારણ તથા ક્રાંતિકારી પહેલ હતી. પોતાનો રાજ્યાભિષેક થયો તે સમયે જ તેમણે પ્રજાને વાયદો કર્યો હતો કે લોકોની ઉન્નતિ એ જ મારો ધર્મ છે. “મારી પ્રજા સુખી રહો” એ જીવનમંત્રને તેઓ આજીવન વળગી રહ્યા હતા. દિલ્હી જઈને ગાંધીજીના ચરણોમાં રાષ્ટ્રહિતમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનારા તેઓ એક યુગપ્રવર્તક રાજવી હતા. દેશના મજબૂત એકીકરણનો પાયો નાખવા માટે ભાવનગર રાજ્ય અને કૃષ્ણકુમારસિંહજીએ દેશના ઉજળા ઇતિહાસમાં સ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા ગાંધીનગર શહેરની શોભા તથા શાસનની પ્રેરણા બની રહેશે.
Leave a comment