: દાન – અલગારી : 

દાન અલગારીની વિદાયથી અનેક સાહિત્ય પ્રેમી લોકો ખિન્ન થયા. ભગતબાપુએ લખ્યું છે : 

મીઠપવાળા માનવી જગ છોડી જાશે

કાગા એની કાણ ઘરોઘર મંડાશે.

સાહિત્યની આજીવન ઉપાસના કરી. જ્યારે મળો ત્યારે સરખીજ ઉષ્મા તથા સ્નેહથી મળે. વાતોનો જાણે ઘૂઘવતો સાગર ! જીવનને પોતાની રીતે અને પોતાની શરતે જીવી જનાર આવા વીરલા ઓછા હશે. અંતરની કોઇ પીડા કદી જાણ્યે અજાણ્યે પણ વ્યક્ત ન કરી. ગમતાનો હમેશા ગુલાલ કરતા રહ્યાં. પૂજ્ય બાપુના સાનિધ્યમાં દાનની સ્મૃતિને ભાવાંજલી આપવા માટેની સભામાં અનેક અજાણ્યા ખૂણેથી દાન માટે પ્રગટેલી મુંગી લાગણી પણ જોડાયેલી રહેશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૪/૦૧/૨૦૧૭. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑