દન ગણંતા જેઠે ગયો કાળી ઘટા ઘન કાઢ એણી પેરે કાના આવજો ! આયો માસ અષાઢ. આપણો નાળ સંબંધ – આપણો સહજ સંબંધ પ્રકૃતિ સાથે અભિન્ન રીતે બંધાયો છે. અષાઢી બીજનો દિવસ કોરો જાય અને વરસાદ રાહ જોવરાવે ત્યારે તમામ લોકોને મનમાં કંઇક ખટક્યા કરે છે. જીવનમાં કંઇક ખૂટતું હોય, કશુંક ઓછું હોય તેવો ભાવ... Continue Reading →
: વાટે….ઘાટે…. : લખજો ! ખાક પડી આંહી કોઇના લાડકવાયાની :
વીરા ! તે તો રંગ રાખ્યોઃ પ્રસંગ વખતે તેં મુકિતનો સ્વાદ ચાખ્યો. બી ના ! બી ના ! પુકારી નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો. દિવસ પહેલી જૂલાઇ (૧૯૪૬)નો હતો. સાબરમતી હંમેશના નિર્લેપ ભાવથી બંન્ને કાંઠાની મર્યાદામાં વહી જતી હતી. પોતાના શીતળ જળની ભીનાશ નદીની રેતમાં વસેલા નગરના લોકોને કેમ ભીંજવી શકતી નહિ હોય તેનું આશ્ચર્ય... Continue Reading →
: સંસ્કૃતિ : હોય ના વ્યકિત ને એનું નામ બોલાયા કરે :
જોહાનિસબર્ગથી ડરબન જતા બેરીસ્ટર ગાંધીની આમ તો આ એક રૂટીન મુસાફરી જ હતી. તે મુસાફરી શરૂ થઇ ત્યારે તેની સાથે કોઇ વિશેષ ઘટના કે વિચાર સંકળાયેલા ન હતા. પરંતુ ભાવીના ગર્ભમાં આ મુસાફરી એક અજોડ તથા અદ્વિતીય ઘટના બની રહે તેવા છૂપા સંકેત હતા. કાળની ગતિ આમ પણ ન્યારી છે તે વાતની અહીં પ્રતિતિ થાય... Continue Reading →
: સંસ્કૃતિ : વધી તોલે વાણીયા : તારી લેખણ મેધાણી :
ભાવનગર જિલ્લાના સમુદ્ર કિનારાના સુપ્રસિધ્ધ નગર મહુવાથી ‘કતપર’ ગામ આમ તો ચાર માઇલ જેટલું થાય. ગામની બહેનો પગે ચાલીને કતપરથી મહુવા મજૂરી કામ કરવા જાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાળી મજૂરી કર્યા પછી પેટનો ખાડો માંડ પૂરાય. આથીજ ગામના લોકોએ મેઘાણીભાઇને કહ્યું કે ‘‘ મજૂરી ન કરે તો ખાય શું ? ’’ જીવતરની આ વરવી છતાં... Continue Reading →
: સંસ્કૃતિ : સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક્ક છે : તે લઇનેજ જંપીશ :
‘‘ સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ હક્ક છે અને હું તે લઇનેજ જંપીશ ’’ એ સૂત્ર કોઇ વિધાન કરવા ખાતર વહેતું મૂકાયેલું ન હતું. આ સૂત્ર એ અવિરત સંઘર્ષ તથા સમર્પણના બળે કરવામાં આવેલો સિંહની ગર્જના સમાન પ્રભાવી નાદ હતો. સૂત્ર જગતના ચોકમાં નિર્ભયતાથી તથા છલોછલ આત્મવિશ્વાસથી રજૂ કરનાર નર કેસરી બાળગંગાધર એ ખરા અર્થમાં... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ગંગાસતી એમ બોલીયા રે, તમે થાજો સતગુરુના દાસરે :
આપણાં પ્રાચીન ગ્રંથો વેદો તથા ઉપનિષદોની જ્ઞાનગંગામાં રુષિકાઓની વાણીને સમાજનો આદર ખોબે અને ધોબે મળ્યો હતો તેજ પ્રકારે મધ્યકાલિન સાહિત્યમાં પણ વિદુષિઓએ ભક્તિમાર્ગમાં મહત્વનું તેમજ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ બન્ને સ્થિતિમાં વિદુષીઓની વાણીમાં રહેલું સત્વ તથા તેની તેજસ્વીતા હતી. જાતિના કારણે તેમનો દરજ્જો ક્યારે પણ નીચો કે ઉતરતો ગણાયો નથી. ગાર્ગી તથા લોપામુદ્રાની હરોળમાં... Continue Reading →
: બંદર છો દૂર છે : જાવું જરૂર છે : બેલી તારો તુંજ છે :
જીવનમાં કેટલાક પ્રસંગો એવા બને છે કે જે સ્મૃતિમાં ચિરસ્થાયી રહે છે. આવા પ્રસંગોમાંથી જે સંદેશ ઝીલાય છે તે જીવનના એક અમૂલ્ય ભાથા સમાન બની રહે છે. થોડા વર્ષો પહેલાં જાણીતા ફોટોગ્રાફર તથા સરળ સ્વભાવના પારસી બાનુ હોમાય વ્યારાવાલાને અમદાવાદમાં મળવાનું થયું. જીવનના નવ દાયકાથી વધારે સમય શાન અને ખુશહાલીથી વિતાવનાર આ જાજ્વલ્યમાન વ્યકિતત્વ... Continue Reading →