: વસંતના વૈભવની શુભકામનાઓ સાથે :

પ્રમુખશ્રી 

ગાંધીનગર સાહિત્ય સભા 

ગાંધીનગર સાહિત્ય સભાની બે દાયકાની યાદગાર યાત્રા ગાંધીનગરાઓ વિસરી શકે તેવી નથી. ‘‘ ગમતાનો ગુલાલ ’’ કરવાના ધ્યેય સાથે આ સંસ્થાએ નગરમાં સાહિત્યની સૌરભ સદા જીવંત અને મહેકતી રાખી છે. સાહિત્ય સભાના બે દાયકાના ગાળામાં તેનું પોષણ તથા જતન કરનારા તમામ પૂર્વ પ્રમુખો તથા અનેક સાહિત્ય પ્રેમીઓ આપણાં અભિનંદનના અધિકારી છે. સાહિત્ય સભાના વર્તમાન પ્રમુખ શ્રી ભરતભાઇ કવિ પણ નાદુરસ્ત તબિયતની ખેવના કર્યા સિવાય સતત સક્રિય રહ્યા છે. અનેક કાર્યક્રમો થકી જાણીતા અને માનીતા સર્જકોને સાંભળવાનો તથા માણવાનો મોકો સાહિત્ય સભાના સુગ્રથિત આયોજનને કારણે નગરજનોને મળ્યો છે. વાર્ષિક કાર્યક્રમોની ગરિમા પણ જળવાઇ છે અને ઉત્તરોત્તર વૃધ્ધિ પામતી રહી છે તે આનંદ તથા ગૌરવનો વિષય છે. ઘર આંગણાના આપણાં આ યુવાનીમાં પ્રવેશતા લીલાછમ વૃક્ષને સદાકાળ વસંતનો વૈભવ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા આપવાનું મન થાય છે. અલબત્ત, તેનું જતન તો આપણેજ કરવું પડશે.

શુભેચ્છાઓ સહ. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑