લોકકલા તેમજ લોકસંસ્કૃતિ માટેનો અનુરાગ જેમને વતનની માટીની મહેકમાંથી જન્મેલો છે એવા જોરાવરસિંહ જાદવ આ મોંઘેરી કળાઓના સંવર્ધન તેમજ પ્રસાર માટે ભાતીગળ જીવન જીવી રહેલા છે. શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટ દ્વારા સ્થાપિત લોકસાહિત્ય એવોર્ડ-૨૦૧૫ શ્રી જોરાવરસિંહ જાદવને એનાયત કરવાનો નિર્ણય ઉચિત તથા આવકાર્ય છે. રામકથાના અમૃત ઝરણાં રેલાવનારા પૂ. મોરારીબાપુના વરદ્ હસ્તે આ એવોર્ડ... Continue Reading →
: જયપ્રકાશ હૈ નામ દેશકી, આતુર હઠી જવાની કા :
સંપૂર્ણ ક્રાંતિનું મારું સપનું જમીન પર સાકાર થયેલું જોવા, હું તો કદાચ આ દુનિયામાં નહિ રહું પરંતુ સમાજનો સૌથી છેલ્લો માણસ જયારે આબરૂભેર જીવન જીવી શકશે, પોતાની શકિત મુજબ મહેનત કરી શકશે પોતાની આવશ્યકતા મુજબ મેળવી શકશે ત્યારે મને સંતોષ થશે. જયપ્રકાશ નારાયણ દેશની આઝાદી મેળવવા માટેના મહાસંગ્રામના કેટલાક સેનાનીઓ એવા પણ હતા કે સ્વતંત્રતા... Continue Reading →
: સંતવાણી સમિપે : સદન્યાય નીતિ સત્ય : એ બે રાજયની આયુષ છે :
આજના સંદર્ભમાં કેટલીક વાતો કદાચ ગળે ન ઉતરે તેવી લાગે તો પણ ગોંડલ મહારાજા ભગવતસિંહજી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જીવન તથા વહીવટની આવી વાતો એ વાસ્તવિક ઘટનાઓનો ઉજળો ઇતિહાસ છે. ગોંડલના મહારાજા સાહેબના દરબારગઢથી નજીકમાં જ રહેતા એક જૈફ ઉંમરના વિધવા મહિલાનો પુત્ર ખોવાઇ ગયો. માતા માટે તો સ્વાભાવિક રીતે જ આ પુત્ર એ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : લોકસાહિત્ય : આપણી મોંઘેરી તથા જાળવવા જેવી વિરાસત :
લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં નોકરી માટે ગયેલા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. તળના આ સાહિત્યની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : જયપ્રકાશ હૈ નામ દેશકી, આતુર હઠી જવાની કા :
૧૯૦૨ના ઓકટોમ્બરની ૧૧ મી તારીખે જયપ્રકાશ નારાયણનો જન્મ થયો. વિજયાદશમીના વિજય પર્વમાં જન્મેલા આ મહામાનવે જન સામાન્યના વિજય માટે પોતાના જીવનનું સમજપૂર્વક બલિદાન આપ્યું. દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના પદ માટે પણ ઉપેક્ષા સેવનાર આ ક્રાંતિવીર દેશના અનેક લોકોના દિલોદિમાગ પર તેમની ચિર વિદાય પછી રાજય કરે છે. દાદા ધર્માધિકારી કહે છે તેમ જયપ્રકાશ એક નિષ્પક્ષ... Continue Reading →
: ક્ષણના ચણીબોર : રમણલાલે રેલાવ્યા વાંસળીના સૂર મધુર :
ભાઇ શ્રી રમણલાલ શ્રીમાળીની ઉપસ્થિતિ ગાંધીનગરના અનેક નાના મોટા કાર્યક્રમોમાં જોવા મળી છે. અનેક કાર્યક્રમો માણ્યા પછી તેના વિશેની મીઠી વાતો પણ એટલા જ ઉત્સાહથી તેઓ હંમેશા કરતા રહે છે. આ માર્ગ અને મકાન વિભાગના ભૂતપૂર્વ નકશાગારે જીવનનો નકશો પણ સુંદર-સુરેખ બનાવીને મહેકતો રાખ્યો છે. ‘‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’’ એવા કવિ મકરંદ દવેના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : હજુ છે આશ સૃષ્ટિની જયાં લગી ખીલે છે ફૂલો :
આપણાં રોજિંદા જીવનમાં આપણે રૂચિ અનુસાર સમૂહ માધ્યમોના સંપર્કમાં આવતા રહીએ છીએ. અનેક પ્રકારના સમાચારો-Breaking News- ફંગોળાતા રહે છે. Social Media ના હસ્તવગા સાધનથી સંદેશાઓ મેળવાતા અને છૂટથી મોકલાતા રહે છે. આ બધી સવલતોને કારણે આપણી માહિતીમાં વૃધ્ધિ થતી રહે છે તે નિઃશંક છે. આ પ્રક્રિયાથી જ્ઞાનવૃધ્ધિ થાય છે કે કેમ તે હંમેશા ચર્ચાનો વિષય... Continue Reading →
: સંસ્કૃતિ : જોરાવરસિંહ જાદવે મોતી વિણ્યાં અણમૂલ :
મલપતી મહાલતી ફલંગે ચાલતી, સાંઢણીઓ તણાં ઝુંડ ફરતાં પવનથી ચમકતાં ઘોડલાં ઘમકતાં ધમકતાં ધરણ પર પાંવ ઘરતાં ઢળકતી ઢેલ-શી રણકતી માણકી થનગનતી કોંતલો કનક વરણી ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી ! કચ્છ-સૌરાષ્ટ્રના પાણીપંથા અશ્વો તેમજ કચ્છ-મારવાડની સાંઢણીઓની પવનવેગી ગતિ સુવિખ્યાત છે. આ સંદર્ભમાં જ મર્મજ્ઞ કચ્છી કવિ તથા... Continue Reading →
: સંસ્કૃતિ : પટેલ હિન્દકી નિડર જબાન હૈ:
બ્રિટિશ હાકેમોની ભારતમાંથી વિદાય પછી દેશી રજવાડાઓના વિલિનીકરણનો પ્રશ્ન પડકારરૂપ તેમજ અટપટો હતો. ગાંધીજીનો વિશ્વાસ આ કાર્યમાં સરદાર સાહેબની ઠંડી તાકાત તેમજ અસાધારણ સૂઝ પર નિર્ભર હતો. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના દેશહિતના વલણને કારણે શરૂઆત તો સારી થઇ હતી. પરંતુ જામનગરનો પ્રશ્ન હજુ ઉકેલાયો ન હતો. શ્રી દિનકર જોશીએ ઐતિહાસિક તથ્યોને પાયામાં રાખીને નવલકથા સ્વરૂપે... Continue Reading →
સંસ્કૃતિ : : ફૂલડિયાં સંતો ફોરિયાં રે
વગડાની વચ્ચે ઊભેલા લીમડાના કેટલાક વૃક્ષો નીચે એક વેલડુ (બળદગાડુ) ઊભું રહયું. મુસાફરીના વિસામા માટે આ સ્થળ સારુ હતું. ગરીમીથી પણ બચી જવાય અને શીતળ જળ મળે તેવું આ સ્થાન હતું. વેલડાની સાથે રહેલા વડીલે જલ્દીથી સાથે લીધેલું ભોજન કરી લેવા તથા વેલડામાં જોડેલા બળદોને નીરણ-પાણી કરાવવા કહયું. વેલડામાં બેઠેલી આહીરની દીકરીને પણ જલ્દીથી ભોજન... Continue Reading →