સહજાનંદ સ્વામીને પોતાની અંતવેળાનો અણસાર આવી ગયો હતો. સ્વામીને પ્રતીતિ હતી કે જો બ્રહ્મમુનિ તેમની સાથે હશે તો પોતાને ધામમાં જતાં રોકી લેશે. સ્નેહ શ્રધ્ધા અને નિષ્ઠાની શક્તિ ઘણીવાર સામાન્ય દ્રષ્ટિથી સમજી ન શકાય તેવી ગહન હોય છે. ભગવાન સ્વામીનારાયણ પ્રતાપી સાધુ બ્રહ્માનંદમાં આ શક્તિ જોઇ શકતા હતા. આથી જૂનાગઢના મંદિર સંબંધેની એક સમસ્યાનો ઉકેલ... Continue Reading →
: સંતવાણી સમિપે : : શિર પડયું તે લે સ્વીકારી : અચકાય કાં જીતવા !:
આ વાત જૂનાગઢના દેશ આઝાદ થયો તે પહેલાના નવાબી શાસન હેઠળના સમયની છે. આ રાજયમાં જમીન મહેસૂલની વસૂલાત અંગે કોઇ ઢીલ દાખવવામાં આવતી ન હતી. ખેડૂત વિઘોટી (મહેસૂલ) ન ભરેતો ખેડૂતના જમીન-મકાન જેવી માલિકીની મિલકત રાજય જપ્ત કરે. આવી ઘટનાઓ બન્યા કરતી હતી. રાજયના મહેસૂલી અધિકારીઓ તેમના કડક વલણ માટે જાણીતા હતા. એક મહેસૂલી અધિકારી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ક્યા લોગથે વો દિવાને ! ક્યા લોગથે વો અભિમાની :
ઓગસ્ટ મહિનામાં દેશ આઝાદ થયો તે એક ચિરંજીવી સ્મૃતિ છે. સ્વતંત્રતા એ શબ્દમાંજ એક અનોખા રોમાંચનો અનુભવ થાય છે. મેઘાણીભાઇએ લખ્યું હતું. તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી મુડદા મસાણેથી જાગતાં એવી શબ્દમાં શી સુધા ભરી ! જો કે એ વાત સમજી શકાય કે ઓગસ્ટ-૧૯૪૭ પહેલા તથા તેની આસપાસના કાળના શાક્ષી બનેલા... Continue Reading →
: ક્ષણના ચણીબોર : વધી તોલે વાણીયા ! તારી લેખણ મેઘાણી :
મેઘાણીભાઇને શ્રાવણની ભીનાશ જન્મ લેતાજ પ્રાપ્ત થઇ અને જીવનભર જળવાઇ રહી. ૧૮૯૬ ના ઓગસ્ટની ૨૮ મી તારીખે શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો. તેમની વિશેષ સ્મૃતિ આ માસમાં થયા કરે છે. દૂભ્યા – દબાયેલા ભાંડુઓની વેદના સાથે ક્ષણમાત્રમાં એકત્વ અનુભવી શકનાર મેઘાણી જેવા સંવેદનશીલ સર્જકની કલમેજ આ શબ્દો પ્રગટી શકે. પીડિતની આંસુડાધારે હાહાકારે રેલ્યો કસુંબીનો... Continue Reading →
સંસ્કૃતિ : : માનભાઇ ભટ્ટઃ નોખી માટીના મહામૂલા માનવી
ગાંધીજીએ માત્ર દેશને આઝાદી પ્રાપ્ત થાય તેને લક્ષ બનાવીને જ જીવનકાર્યો હાથ ધર્યા હોત તો પણ એ બાબતને વ્યાપક સ્વીકૃતિ મળી હોત. પરંતુ ગાંધીજીને માત્ર દેશ આઝાદ થાય તેમાં જ ઇતિશ્રી લાગતું ન હતું. સમગ્ર સમાજના સર્વતોમુખિ વિકાસનું આયોજન એ ગાંધીની અગ્રિમતા હતી. શ્રમ-સાદગી સાથે સ્વચ્છતાના કામો પર તેમની નજર હતી. શિક્ષણમાં પરિવર્તન હોય કે... Continue Reading →
: સંતવાણી સમિપે : અષાઢી સાંજના અંબર ગાજે : મેઘાડંબર ગાજે :
લોકની સ્મૃતિ ટૂંકી હોય છે તેવી એક માન્યતા લાંબા અનુભવ પછી સ્થાપિત થયેલી છે. પરંતુ ઘણાં કિસ્સાઓ આ માન્યતાથી અલગ પડે તેવા પણ જોવા મળે છે. બેગમ અખ્તરની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાતથી દૂર – સુદૂર જન્મ લઇને અમદાવાદમાં છેલ્લા શ્વાસ ઘૂંટનાર બેગમના મખમલી અવાજને આજે પણ અનેક લોકો આદર સાથે યાદ કરે છે.... Continue Reading →
: સંતવાણી સમિપે : કાંટા રાને, લોહી નીગળતે ચરણે એકલો ધાને રે ! :
ધનતેરસનો દિવસ તો ફુલચંદભાઇએ ખૂબજ સુયોગ્ય પસંદ કર્યો હતો. નવા કાર્યનું મંગળચરણ કરવા ધનતેરસ એટલે તો વગર જોયું મુહૂરત ગણાય. નવું કાર્ય પણ ઉત્તમ હતું. સરસ્વતીના મંદિર – શાળાનું નિર્માણ કરવાનું કામ હતું. વીસમી સદીના પ્રારંભના પહેલા દસકાનો સમય હતો. (૧૯૦૬) એ સમયના ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)માં શિક્ષણાના દીપ પ્રાગટ્યનું આ કાર્ય હતું. વ્યાપક જનસમૂહની જરૂરિયાત... Continue Reading →
: સંતવાણી સમિપે : બિસ્મિલ બેટાઓની માતાના ભાલે : મલકાયો કસુંબીનો રંગ :
અફાટ જળરાશીના અનેરા સૌંદર્યને માણતા બે મિત્રો દરિયાકાંઠાના ગામડાઓમાં ભટકતા હતા. એક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી તથા બીજા કવિ દુલા ભાયા કાગ. મહુવા (ભાવનગર જિલ્લો)થી થોડે દૂર દરિયા કિનારે મેઘાણીભાઇએ એક દ્રશ્ય જોયું. રવિ પણ ન પહોંચી શકે ત્યાં કવિ પહોંચે એ ઉક્તિ પ્રમાણે મેઘાણીભાઇનું ધ્યાન એક જૈફ ઉંમરના માજી તરફ ગયું. આ વૃધ્ધ દેખાતા મહિલા... Continue Reading →
: સંતવાણી સમિપે : : બંદર છો દૂર છે : જાવું જરૂર છે :
દેશ હજુ તે સમયે આઝાદ થયો ન હતો. પરંતુ આઝાદીની ઉષા ગમે ત્યારે દર્શન દેશે તેવીશ્રધ્ધા અને વિશ્વાસ જનસમૂહમાં પ્રગટાવવાના અઘરા કામમાં ગાંધીજી સફળ થયા હતા. રાજાશાહીના યુગમાં કોઇ રાજવીનું વાહન સડક પર આગ્રહપૂર્વક ઊભું રખાવવા કોઇ પ્રજાજન પ્રયાસ કરે તે વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ અહીં જેનો સંદર્ભ છે તે નોખી માટીના માનવીની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :
વીસમી ઓગસ્ટ, ૨૦૧૫ના દિવસે અષાઢી કંઠના લોકગાયક હેમુ ગઢવીની વિદાયને અડધી સદી પૂરી થશે. કલાધરોના દેહ તો કાળની સ્વાભાવિક ગતિ પ્રમાણે મહાપ્રમાણ કરે છે પરંતુ તેમની કળા તથા કૌશલ્યની સ્મૃતિ લોકસમૂહમાં યુગો સુધી ધરબાયેલી રહે છે. માત્ર છત્રીસ વર્ષની ઉમ્મરે આ મીઠા અને ઘેઘૂર કંઠનો કસબી ગયો તેનો આંચકો સહન કરવો તે સાહિત્યના પ્રેમીઓને કપરો... Continue Reading →