સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણી ૧૪ નવેમ્બરથી કરવામાં આવે છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાત અગ્રસ્થાને હોવાથી આપણે ત્યાં પણ આવી ઉજવણી હેતુપૂર્ણ રીતે કરવામાં આવે છે. અનેક કસોટીઓ તથા પડકારો વચ્ચે પણ સહકારી પ્રવૃત્તિ મજબૂત વ્યવસ્થા તરીકે ટકી રહી છે તથા અમૂક ક્ષેત્રોમાં સતત વિકસતી રહી છે તે આપણાં સમાજ માટે તથા આ ક્ષેત્રમાં કામ... Continue Reading →
: સંતવાણી સમીપે :: તુજ ગુલશનના ગુલ જે માંગે તેને દેજે – સહેજે સર્પોના દંશ એકલો :
રાષ્ટ્રીય શાયર તરીકે સુવિખ્યાત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ માત્ર સૌરાષ્ટ્રની રસધાર લખી હોત તો પણ તેઓ સાહિત્યના ઇતિહાસમાં અમર થયા હોત. પરંતુ મેઘાણીભાઇએ રસધાર ઉપરાંત સંશોધનના ક્ષેત્રમાં તથા સાહિત્યના અનેક સ્વરૂપોમાં અમૂલ્ય યોગદાન આપ્યું. મેઘાણીભાઇના સર્જન લોકહૈયે વસેલા છે. તેના મૂળમાં સર્જનોમાં રહેલા સત્વ તથા ઉજળા મૂલ્યોની અમૂલ્ય વાતોમાં છે. કવિની શીખ એવી છે... Continue Reading →
સંસ્કૃતિ : કર્મઠ તથા કેડી કંડારનારા : સહકાર સપ્તાહમાં વલ્લભભાઇ પટેલનું પવિત્ર સ્મરણ.
સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણી ૧૪ નવેમ્બરથી કરવામાં આવે છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાત અગ્રસ્થાને હોવાથી આપણે ત્યાં પણ આવી ઉજવણી હેતુપૂર્ણ રીતે કરવામાં આવે છે. અનેક કસોટીઓ તથા પડકારો વચ્ચે પણ સહકારી પ્રવૃત્તિ મજબૂત વ્યવસ્થા તરીકે ટકી રહી છે તથા અમૂક ક્ષેત્રોમાં સતત વિકસતી રહી છે તે આપણાં સમાજ માટે તથા આ ક્ષેત્રમાં કામ કરતા... Continue Reading →
: દાદા સાહેબ માવળંકર : દીવાદાંડી સમાન વ્યક્તિત્વ :
સ્વરાજ્ય હોવું એ નાનાસુના ગૌરવ કે વિશેષાધિકારની વાત નથી. વિશ્વના અનેક દેશોના વિશાળ જનસમૂહને લોકશાહીનો તેમજ સ્વસાશનનો લાભ પૂર્ણરૂપે આજે પણ મળતો નથી. તે બાબતમાં તેમનો અજંપો પણ અવારનવાર પ્રગટ થતો રહે છે. એક અંદાજ પ્રમાણે સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થાનો લાભ મેળવતો વૈશ્વિક જનસમૂહ કૂલ વસતીના માત્ર ૫૦% જેટલો છે. આથી વિશ્વના આશરે અડધો અડધ જનસમૂહને... Continue Reading →
: પોલીસ – પ્રજાનો સુમેળ : સ્વસ્થ સમાજની રચનાનું આવશ્યક અંગ :
પોલીસ તથા સામાન્ય જનતા વચ્ચેના સુમેળભર્યા સંબંધો માત્ર ઇચ્છનિય નહિ પરંતુ આવશ્યક પણ છે. લોકોની જ્યારે પોલીસ તરફ સન્માનપૂર્વક જોવાની દ્રષ્ટિ કેળવાય ત્યારે પરિસ્થિતિમાં નોંધપાત્ર એવા ગુણાત્મક સુધારા માટે પૂરતો અવકાશ છે. જો કે આવી સ્થિતિના સર્જન માટે પોલીસ કર્મચારીઓની પહેલ એ પાયાની શરત છે. બાળઉછેરના શાસ્ત્રને જેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઇને આ વિષયને નવી દ્રષ્ટિ... Continue Reading →
મળતાં….. હળતાં …..કાયમ સૌરભ કાગ
તા.૨૫/૧૧/૨૦૧૪ ના રોજ સમાજના ભાઇઓની તલગાજરડા મુકામે યોજનાયેલી બેઠક અનેક રીતે વિશિષ્ટ તથા યાદગાર હતી. વિશિષ્ટ હોવાનું એક મહત્વનું કારણ એ કે આ મીટીંગ વરિષ્ઠ તથા બલિષ્ઠ એવા હનુમાનજી મહારાજની પૂરા કદની ભવ્ય મૂર્તિના સાનિધ્યમાં યોજવામાં આવી હતી. ઉપરાંત આ મીટીંગમાં સંત પરંપરાના દિગ્ગજ પૂ. મોરારીબાપુ તથા આઇ પરંપરાના સાધક, ઉપાસક અને માતૃતુલ્ય પૂ.... Continue Reading →
મળતાં … હળતાં
(૧) : આનંદ ઘડી : પૂ.આઇ શ્રી બનુમા તથા સંત શ્રી મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં તથા ગુજરાત – રાજસ્થાનના જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં ‘‘આઇશ્રી સોનલમાં ચારણ સમાજ ભવન’’ ના શુભારંભનો જૂનાગઢમાં યોજવામાં આવેલો કાર્યક્રમ ગૌરવપૂર્ણ તથા પ્રેરણાદાયક હતો. ઘણાં સમયની સૂઝ, મહેનત તથા ધગશના આ કાર્ય ઉપર તા.૦૭/૧૦/૨૦૧૪ ના રોજ પૂ. મોરારીબાપુએ સુવર્ણ કળશ... Continue Reading →
: સંતવાણી સમીપે : અજવાળું હવે અજવાળું : ગુરૂ તમ આવ્યે અજવાળું :
કંઠસ્થ પરંપરામાં ભજન સાહિત્યનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. ભજન એ પરમ તત્ત્વ તરફના અંતરના ભાવથી રચાતી રચના છે. ભજન સ્વરૂપમાં આપણાં સંતોની વાણી પ્રગટ થઇ છે તથા મહોરી ઉઠી છે. મધ્યયુગના સાહિત્યમાં જેનું બાહુલ્ય રહેલું છે તે સંતવાણીએ સમાજને સત્યના માર્ગે દોરવાનું પવિત્ર કાર્ય કર્યું છે. આ વાણી સંતોની મથામણમાંથી નીપજેલી છે. તેથીજ તેની... Continue Reading →
: સંતવાણી સમીપે : પુરી એક અંધેરીને ગંડુરાજા :
દરેક માસમાં માગશર – માર્ગશીર્શ – હું છું તેવું કહીને ગીતાના ગાનારા કૃષ્ણે થોડા દિવસથી શરૂ થયેલા માગશર માસનો મહિમા કર્યો છે. ઋતુઓ સાથે ઘણાં કારણોસર આપણો સંબંધ ઓછો થતો જાય છે. ઋતુઓને આપણી સામાન્ય બોલચાલની ભાષામાં season કહીને આપણે ઓળખાવીએ છીએ. આવી ઋતુઓ – season – ના રળિયામણાં રંગોના સ્થાને ઋતુઓ સાથેના કહેવાતા બિહામણા... Continue Reading →
: સંતવાણી સમીપે : સમરને શ્રી હરિ, મેલ મમતા પરી :
આપણી ભાષાના આદિકવિ નરસિંહના કાવ્યોમાં તો એક વિશિષ્ટ ચમત્કૃતિ છેજ પરંતુ ભક્તકવિનું જીવન પણ અનેક પ્રકારના ભાતીગળ પ્રસંગો-ઘટનાઓથી વિશેષ શોભાયમાન બન્યું છે. જેમ જેમ કસોટીઓ આવતી ગઇ તેમ તેમ નરસિંહની પરમ તત્વ તરફની શ્રધ્ધા વધી છે તથા સતત વૃધ્ધિ પામતી રહી છે. આસપાસના સમાજે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે નરસિંહની ટીખળ કે કસોટી કરવાની તક... Continue Reading →