શુભેચ્છા – સંદેશ

પાટનગર પ્રકાશને દિવાળીના પવિત્ર તહેવારોના સંદર્ભમાં હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સમાચારપત્રોનો પ્રારંભ કર્યા બાદ તેને નિયમિત રીતે ચલાવવું તે મુશ્કેલ કાર્ય છે. તેવી જ રીતે પ્રકાશનનું ધોરણ તથા તેની સર્વગ્રાહિતા જાળવવાનું કામ પણ તેટલું જ મુશ્કેલ છે. પાટનગર પ્રકાશ આ બન્ને કસોટીઓમાં નક્કર રીતે સફળ થયું છે તેમ કહેવામાં અતિષ્યોક્તિ નથી.  ભાઇશ્રી ભરતભાઇ કવિને પોતાની સામાજીક તથા સાહિત્યિક કાર્યોને સંબંધિત દોડધામ હોવા છતાં તેમણે પાટનગર પ્રકાશની જ્યોતનું કાળજીપૂર્વક જતન કરેલું છે. જનસામાન્યને ગમે તેવું સુરુચિપૂર્ણ  વાંચન કવિશ્રીએ આ અસરકારક માધ્યમથી પીરસેલું છે. ભાઇશ્રી ભરતભાઇ આપણા અભિનંદનના અધિકારી છે. પાટનગર પ્રકાશનો દીપ ઉત્તરોત્તર વિશેષ પ્રકાશી તથા પ્રભાવી બને તેવી જગતજનની જગદંબાને પ્રાર્થના છે.  શિવાસ્તે પન્થા: 

( વી.એસ.ગઢવી )

Leave a comment

Blog at WordPress.com.

Up ↑