બાલોત્સવ : ખરો ઉત્સવ :

         આમતો મે મહિનો અને તેમાં પણ આપણી ગરમી ! કોઇ મેળાવડા કે લગ્નમાં જવા માટે પણ હિમ્મત ન થાય તેવી મોસમ. એવામાં કોઇ સંસ્થા ઉત્સવ કરે અને તેમાં પણ પૂરા રાજ્યમાંથી લગભગ ૩૭૦ બાળકો હોંશભેર ભાગ લે તેને ઉનાળામાં સર્જાયેલું આશ્ચર્ય જ કહેવું પડે ! ઉત્સવ પણ એક દિવસનો નહિ પરંતુ... Continue Reading →

: સંતવાણી સમીપે : : જોતાં રે જોતાં અમને વસ્તુ જડી :

કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી એકદમ સરળ ભાષામાં સખાયેલી તેમની રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ સંપ્રદાયના રવિ સાહેબ (ઇ.સ.૧૭૨૭-૧૮૦૪) એ આવા... Continue Reading →

શ્રમ, સ્વાશ્રય તથા સમર્પણની સુવાસ : રતુભાઇ અદાણી

આપણું આંગણું અજવાળીને ગયેલા રતુભાઇ અદાણીના જીવન કાર્યોની સુગંધ (૧૯૧૪-૧૯૯૭) આજે પણ તરોતાજા લાગે છે. ગાંધીયુગના એ પવિત્ર દીપકના તેજથી અનેક વંચિતોના ઘરમાં જ્ઞાન અને સમૃધ્ધિનું તેજ પ્રસરેલું છે. દુનિયાના ઘણાં દેશો પરાધિનતાની પીડા ભોગવતા હતા અને કદાચ કોઇ જગાએ આજે પણ ભોગવતા હશે. આ બધાજ પરાધિન દેશોએ કોઇને કોઇ સમયે પોતપોતાની માતૃભૂમિને મુક્ત કરવા... Continue Reading →

કર્મઠ અને કેડી કંડારનારા – શ્વેતક્રાંતિના જનક : ત્રિભુવનદાસ પટેલ

       પંચાયત રાજ્યના સુદ્રઢ માળખા માટે તેમજ મજબૂત રીતે કામ કરતા સહકારી પ્રવૃત્તિઓના માળખા માટે ગુજરાત સકારણ ગૌરવ લઇ શકે છે. આ બન્ને વ્યવસ્થા થકી વહીવટનું વિકેન્દ્રીકરણ નોંધપાત્ર રીતે થયું છે તેમજ ખરા અર્થમાં શાસકીય તેમજ આર્થિક નિર્ણયો કરવામાં લોક ભાગીદારી સિધ્ધ થઇ શકી છે. યોગાનુયોગ રાજ્યના એક વખતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું... Continue Reading →

૧૬ મી લોકસભાના શુભારંભે : બે ગુજરાતી મહાનુભાવોની પાવન સ્મૃતિ

વિશ્વમાં ઘણી લોકશાહીઓના બાળમરણ થતાં ઇતિહાસે જોયા છે. આ ઘટનાઓની અનેક વિચારશીલ વ્યક્તિઓએ ભારે હૈયે, વિષાદપૂર્વક નોંધ લીધી છે. જયારે એક ખંડ જેવી વિશાળતા તથા અનેક પ્રકારની વૈવિધ્યતા ધરાવતા આપણા દેશમાં લોકશાહી ગ્રિષ્મના ગુલમહોર જેવી ખીલી રહી છે તે સામાન્ય ઘટના નથી. ચૂંટણીઓની આંધીમાં અનેક સમયે વાતાવરણ ધૂંધળું હોવાનું મંતવ્ય રાજકીય વિશ્લેષકો આપતા હોય છે.... Continue Reading →

ઉજળા પરિવારની ગૌરવ ગાથા

ભારતના સ્વાધિનતા સંગ્રામમાં અહિંસાના ગાંધીચિંધ્યા માર્ગે ચાલનારા સત્યાગ્રહિઓનો મહત્વનો ફાળો હતો તથા સમગ્ર વિશ્વને અહિંસક પ્રતિકારની એક નૂતન પ્રથાનું દર્શન થયું હતું. ક્રાંતિના કંટકભર્યા રસ્તે સર્વસ્વનું બલિદાન આપનારા ક્રાંતિવીરોનું પણ મોટું યોગદાન માતૃભૂમિને મુક્તિ અપાવવાના કાર્યમાં હતું. વિશ્વના ઘણાં લોકો ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનની પવિત્રતાથી તેમજ તેનાથી અલગ વિચારધારા તેમજ અલગ પધ્ધતિથી બલિદાનની ઉજ્વળ ગાથાઓનું... Continue Reading →

: સંતવાણી સમિપે : મંગલ મંદિર ખોલો દયામય ! :

કોઇ પણ ભાષામાં કેટલીક રચનાઓ એવી મળે છે કે જે હંમેશા જે તે ભાષાના આભૂષણ સમાન લાગ્યા કરે છે. કાળના કપરા પ્રવાહમાં પણ આવી રચનાઓ તથા તેના સર્જકો લોકસ્મૃતિમાં જીવંત રહે છે. નરસિંહની ‘‘જળકમળ છાંડી જાને બાળા’’ કે કલાપીની ‘‘યાદી ભરી ત્યાં આપની’’ જેવી રચનાઓ કે તેના મહાન સર્જકોનો પરિચય કયાં કોઇને આપવો પડે છે... Continue Reading →

: સંતવાણી સમીપે : જોતાં રે જોતાં અમને વસ્તુ જડી : 

કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી એકદમ સરળ ભાષામાં સખાયેલી તેમની રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ સંપ્રદાયના રવિ સાહેબ (ઇ.સ.૧૭૨૭-૧૮૦૪) એ આવા... Continue Reading →

: સંતવાણી સમીપે : મૂળ વિનાનું ઝાડવું.. પાયેથી પડનારું.. : 

સંતવાણીના સર્જકોની શક્તિ તેમની વાણી અને પાણીને પરખવાની કોઠાસૂઝમાં હતી. વાણીના એ વેપારી ન હતા. તેમની વાણીના એક એક ઘૂંટડે જીવતર ઉજળા થાય તેવી સરવાણી આ સંતોની કલમેથી સદીઓથી સતત – સહજ વહેતી રહી છે. આ સંતો કોઇ પંથ – સંપ્રદાય કે પરંપરાના પણ કેદી ન હતા. સમય આવે ત્યારે અન્યાયી કે શોષણયુક્ત પરંપરાને તેમણે... Continue Reading →

: સંતવાણી સમિપે : સત્યકથાઓના સર્જક તથા ઉર્મિઓની અજોડ અભિવ્યિક્તિના કવિ: 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. યોગાનુયોગ ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે.  ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં ,   મકના, એવી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑