નવેમ્બર માસની ગુલાબી ઠંડીમાં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ આવે છે. (૧૪ નવેમ્બર-૧૮૮૯) દેશના પ્રધાનમંત્રી હતા ત્યારેજ તેમણે અંતિમ શ્વાસ ૨૭ મે ૧૯૬૪ના રોજ લીધા. ૧૭ વર્ષ સુધી તેમણે મુક્ત થયેલા નવજાત દેશના લોકોના સ્વપ્ન પૂરા કરવા માટે પોતાનો પસીનો વહાવ્યો. વિજ્ઞાન તથા ટેકનોલોજીના વિકાસ માટેના ઊંડા પાયા નાખ્યા. Letters from a Father... Continue Reading →
: સંસ્કૃતિ : : કચ્છનો કીર્તિ મુકુટ : : મહારાઓ શ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા :
મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળા બાબતમાં કવિ શ્રી નાનાલાલ લખે છે : ‘‘ કાવ્યકળા શીખવવાની પાઠશાળા ભુજમાં હતી. આજે પણ છે. કવિઓ સર્જવાની એ કાવ્યશાળા કદાચ દુનિયાભરમાં અદ્વિતીય હશે........ એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્ર ઉપરાંત અનેક કળાઓ પણ શીખવવામાં આવે છે. ભુજિયો એ મહારાઓનું સિંહાસન છે પરંતુ ભુજની પાઠશાળા એ કચ્છના મહારાઓનો કીર્તિ મુગટ છે. ’’ આઝાદી મળ્યા... Continue Reading →
: સંસ્કૃતિ : : કિંગ્સલી હોલ લંડનમાં બાળકોની વચ્ચે ગાંધી :
કિંગ્સલી હોલ (લંડન-૧૯૩૧)ની આસપાસ રહેતા બાળકો પોતાની વાત પોતાના મિત્રો સાથે કરવા ઉતાવળા બન્યા છે. એક બાળક કહે છે : ‘‘મેં મિસ્ટર ગાંધીને જોયા. મેં એમને અગાસી પર જોયા. એમણે મારી તથા મારા મિત્રો સામે હાથ હલાવ્યો !’’ વાત કરતા કરતા આનંદ વિભોર થતા બાળકને તેનો મિત્ર એટલીજ ઉત્કંઠતાથી જવાબ વાળે છે : ‘‘હા, હા,... Continue Reading →
: મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિએ તેમની સ્મૃતિ વંદના :
રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે : ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો... Continue Reading →
: સંસ્કૃતિ : : મંત્રમુગ્ધ કરી દે તેવું અસ્તિત્વ : લોકનાયક જયપ્રકાશ :
દાદા ધર્માધિકારી જે.પી.ના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેને – પ્રી – પઝેસીંગ – પ્રેઝન્સ – મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ કહે છે તેમાં પૂરેપૂરું તથ્ય છે. સંતતુલ્ય શૂચિતા એ જે.પી.ના વ્યક્તિત્વમાં સતત ડોકાતી રહે છે. ઓક્ટોબરની અગિયારમી તારીખે (૧૯૦૨) જે.પી.નો જન્મ થયો. યોગાનુયોગ એ વિજ્યાદસમીનો શુભ દિવસ હતો. આસુરી તત્વો પર લાંબા સંઘર્ષ પછી દૈવી... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ પ્રહલાદ પારેખ : સૌંદર્યનો શણગાર :
કોઇ એક ભાવક કે જેને ગુજરાતી કવિતા વિશેનો ખાસ અભ્યાસ ન હોય તેવા વ્યક્તિ માટે પણ કવિ પ્રહલાદ પારેખની કાવ્યભોમમાંથી પસાર થવું એ પ્રસન્નતા આપનારો મીઠો અનુભવ છે. ભરપેટ સૌંદર્યયાત્રાનો અનુભવ કરાવનારા આ કવિ છે. સૌંદર્ય તેમજ કલાનું નક્શીકામ કવિ પ્રહલાદ પારેખના કાવ્યોમાં સતત ડોકાતુંરહે છે. સૌંદર્યનું ગાન એ આ કવિની ઓળખ છે. કવિ પ્રહલાદ... Continue Reading →
: સંસ્કૃતિ : : કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્દ તથા ગાંધીનું સ્મરણ :
મહાત્મા ગાંધીના જીવનને એક અસંભવ સંભાવના તરીકે મૂલવવામાં આવે છે તે યથાર્થ છે. ગાંધીજી પોતે કે તેમની વિચારસરણી એ પાળમાં બંધાયેલા નીર સમાન નથી પરંતુ ગંગોત્રીની સાતત્યપૂર્ણ ગતિશિલતાની જેમ સતત વિકસતા અને વિલસતા પ્રવાહ સમાન છે. ગાંધીજીએ જે બાબતોનો પ્રત્યક્ષ અનુભવ જગતમાં કર્યો અને જે તેમની અનુભૂતિહતી તે અનુસારજ પોતાનો કાર્ય વિસ્તાર તેમણે કર્યો. દરેક... Continue Reading →
: સંસ્કૃતિ : : સંતોના બાગનું મહેકતું પુષ્પ : સંત ત્રિકમ સાહેબ :
સંતો તેમજ તેમની વાણીએ સમાજને હમેશા સંવાદિતા તેમજ સ્નેહપૂર્ણ સમન્વયની અમૂલ્ય ભેટ આપી છે. મધ્યયુગના અનેક સંતોની વાણીના પ્રતાપે આપણું સમાજ જીવન વિશેષ ઉજળું થયું છે. બાહ્ય આક્રમણો કે વિપત્તિઓ સામે ટટ્ટાર ઊભું રહી શક્યું છે. ધર્માંધતા સામે સમાજને રક્ષણ તથા પ્રેરણા પૂરા પાડ્યા છે. અહીં કોઇ વિતંડાવાદને સ્થાન નથી. સાંપ્રદાયિક બંધનો પણ નથી. પરમ... Continue Reading →
: સંસ્કૃતિ : : સમર્થ સર્જક દર્શકદાદાનું તેમની જન્મજયંતિએ પાવન સ્મરણ :
૧૯૭૫ના જુલાઇ માસમાં મનુભાઇ પંચોળી – દર્શક – ગુજરાતના રાજ્યપાલશ્રીને એક પત્ર લખે છે. ગાંધીને છાજે તેવી સત્યનિષ્ઠાના તથા નીડરતાના પાયા ઉપર પત્રના એક એક શબ્દનું મંડાણ થયું હોય તેમ પત્ર વાંચતા લાગે છે. રાજકીય કારોબારમાં કે શાસકોના વ્યવહારમાં જ્યારે આપખુદપણાંનો ભાવ દેખાય ત્યારે એક સર્જકને છાજે તેવું પગલું દર્શકે આ પત્ર લખીને ભર્યું છે.... Continue Reading →
: સંસ્કૃતિ : : બીજી ઓક્ટોબર, ગાંધી, ગોળમેજી પરિષદ અને બાળકો :
કિંગ્સલી હોલ (લંડન-૧૯૩૧)ની આસપાસ રહેતા બાળકો પોતાની વાત પોતાના મિત્રો સાથે કરવા ઉતાવળા બન્યા છે. એક બાળક કહે છે : ‘‘મેં મિસ્ટર ગાંધીને જોયા. મેં એમને અગાસી પર જોયા. એમણે મારી તથા મારા મિત્રો સામે હાથ હલાવ્યો !’’ વાત કરતા કરતા આનંદ વિભોર થતા બાળકને તેનો મિત્ર એટલીજ ઉત્કંઠતાથી જવાબ વાળે છે : ‘‘હા, હા,... Continue Reading →