: ક્ષણના ચણીબોર : અજીબ ઇલમ હૈ હમરે અંદર : કણકણ દેખો મસ્ત કલંદર :

કોઇપણ નગરની શોભા તેમાં વસનારા સારસ્વતોથી વૃધ્ધિ પામે છે. નગરના કેટલાક લોકો પોતાના આ સરસ્વતી ઉપાસકોનું સન્માન કરે તો એ પ્રસંગ સોનામાં સુગંધ મળે તેવો રૂડો દીસે છે. આવા એક શબદના એકનિષ્ઠ ઉપાસક અને સમર્થ સર્જક ચન્દ્રકાન્ત શેઠનું સન્માન અમદાવાદમાં ૧૪ મે ૨૦૧૬ના રોજ થયું તે આ બળબળતા ઉનાળે પણ શીતળતાનો અને સંતોષનો ભાવ પ્રગટાવે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : અંતર મમ વિકસિત કરો, અંતરતર હે – :

સાંજનું વ્યક્તિત્વ જ સોહામણું તથા રળિયામણું હોય છે. તેમાં પણ વગડાની સાંજનું સ્વરૂપ તો સાક્ષાત પરમ તત્વના દર્શનની અનુભૂતિ કરાવે તેવું સુંદર હોય છે. સાંજના આવા કોઇ સોહામણા સમયે કલકત્તાથી એક મોટા તથા સમૃધ્ધ જમીનદાર પાલખીમાં વગડો વિંધતા જતાં હોય છે. વગડો સૂકો તથા વેરાન છે. એવામાં એકાએકજ પાલખીમાં બેઠેલા દ્રષ્ટિવાન જમીનદારને બે ઘટાદાર વૃક્ષો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : રાષ્ટ્રીય પુસ્તક મેળામાં કાગની વાતો :

એકવાર મેઘાણીભાઇને કોઇએ પૂછ્યું : ‘‘ મેઘાણીભાઇ, તમે કવિ કાગને મળ્યા છો ? ’’ મેઘાણીભાઇએ જવાબમાં ના કહી. આથી પ્રશ્ન પૂછનારે વાતનો દોર લંબાવતા કહ્યું : ‘‘ મેઘાણીભાઇ ! તમે તેમને જરૂર મળજો. કવિ કાગ તો ફાટેલ પિયાલાનો ચારણ કવિ છે. ’’ મેઘાણીભાઇના મનમાં આ શબ્દો જાણે કોતરાઇ ગયા. ‘‘ ફાટેલ પિયાલાનો કવિ ! ’’... Continue Reading →

: ક્ષણના ચણીબોર : ઉલ્લાસ આનંદ અને ઊર્મિઓના મહાકવિ નાનાલાલ :

આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા હતા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા.... Continue Reading →

: વસંતના વૈભવની શુભકામનાઓ સાથે :

પ્રમુખશ્રી  ગાંધીનગર સાહિત્ય સભા  ગાંધીનગર સાહિત્ય સભાની બે દાયકાની યાદગાર યાત્રા ગાંધીનગરાઓ વિસરી શકે તેવી નથી. ‘‘ ગમતાનો ગુલાલ ’’ કરવાના ધ્યેય સાથે આ સંસ્થાએ નગરમાં સાહિત્યની સૌરભ સદા જીવંત અને મહેકતી રાખી છે. સાહિત્ય સભાના બે દાયકાના ગાળામાં તેનું પોષણ તથા જતન કરનારા તમામ પૂર્વ પ્રમુખો તથા અનેક સાહિત્ય પ્રેમીઓ આપણાં અભિનંદનના અધિકારી છે.... Continue Reading →

: ક્ષણના ચણીબોર: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →

: મળતાં… હળતાં… : જાગો ભાઇ ! જાગો : ધનાભાનું નિત્ય સૂત્ર :

સંસ્થાઓમાં અનેક વ્યક્તિઓના ચારિત્ર્ય નિર્માણનું કાર્ય થતું હોય છે. કદાચ આજ કારણસર ગુરુદેવ ટાગોરે શાંતિ નિકેતનના પાયા નાખ્યા હશે. ગાંધીજી જેવા દ્રષ્ટિવાન પુરુષે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હશે. નાનાભાઇ ભટ્ટ જેવા કેળવણીકારે દક્ષિણામૂર્તિ દેવના નામે તથા તેમની શાક્ષીએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિની ઇમારત કંડારી હશે. હજુ ગઇકાલનીજ ઘટના યાદ કરીએ. જૂનાગઢના કુમારો માટેના ચારણ છાત્રાલયની સ્થાપના કરવાની... Continue Reading →

: વાટે… ઘાટે… : લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →

: સંસ્કૃતિ: લહેરી છે એ, લહેરી રહે રાખે સૌને લહેરમાં: 

એક સમયે ધીકતા બંદર તરીકે વેપાર-ઉદ્યોગથી ધબકતા ધોલેરા નગર કાળના પ્રવાહમાં થોડું સુમસામ બનેલું ભાસતું હતું. અહીંના અનેક રહેવાસીઓ –વેપારીઓ બહાર સ્થળાંતર કરી ગયા હતા. તેમ છતાં કેટલાક મહત્વના કારણોસર ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની નમક સત્યાગ્રહના એલાનના સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં બે સ્થળે નમક સત્યાગ્રહના મોરચા ખોલવાનો નિર્ણય કર્યેા હતો. આ સ્થળો એટલે વીરમગામ તથા... Continue Reading →

: સંસ્કૃતિ : : જીવન – તલસાટનું ધ્વનિ સાહિત્ય : લોક સાહિત્ય :

લોક સાહિત્યની વાત એ લોક સાથે જોડાયેલી વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑