સેવક અને સત્યાગ્રહી : રતુભાઇ અદાણી

ગાંધી યુગની આકાશગંગા તરફ નજર કરીએ તો ત્યાં અનેક તેજસ્વી સીતારાઓનું રમણીય દર્શન થાય છે. દરેક તેજસ્વી તારક ભલે ગાંધી વિચારથી દૈદીપ્યમાન હોય પરંતુ તે દરેકને પોતાનું આગવું વ્યક્તિત્વ છે તેમજ આગવો નિખાર છે. વૈચારિક સામ્યતાને કારણે તેઓ દૂરદૂરના વિસ્તારોમાં કે અલગ અલગ કાર્યવિસ્તારોમાં કાર્ય કરતા હોય તો પણ તેમની કહેણી તથા કરણીમાં અદ્દભૂત ઐકય... Continue Reading →

ભારતીય જીવનદર્શનના સમર્થ સંદેશવાહક: સ્‍વામી વિવેકાનંદ

       બેલુર મઠમાં છેક ૧૮૯૯ માં એક શિષ્‍યને બીલીવૃક્ષ નીચે બેસીને જે શબ્‍દો કહ્યા તે આ મહાન સન્‍યાસીની ભાવીની આરપાર જોઈ શકવાની શક્તિના દર્શન કરાવે છે. સ્‍વામીજી કહે છે:        ‘‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા તથા દંભ ફેલાઈ રહ્યા છે. શું કોઈ બુધ્‍ધિશાળી માણસ આ બધું જોયા પછી શાંત રહી શકે? શું તેની આંખમાં આંસુ... Continue Reading →

લોકવિદ્યા-વિમર્શ : વન-ઉપવનના પુષ્પો

            આપણા વિદુષિ બહેન શ્રી વસુબેને લખેલી એક વાત સ્મરણમાંથી ખસતી નથી. તેઓ કહે છે : ‘‘ સફેદ વાળમાં સૌરાષ્ટ્રના પૌરુષનું સોહામણું સ્વરૂપ નીખવું હોય તો જયમલ્લભાઇમાં જોવા મળે ........ સૌરાષ્ટ્રનું કાઠું અને એવી જ ધારદાર આંખ, શબ્દોની સમજ અને શક્તિ અપાર. શબ્દોના શિલ્પી .... બોલે ત્યારે વાર્તા રચી દે.... Continue Reading →

ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદનું પાવન સ્‍મરણ

     ગાંધી વિચારની વસંત જયારે આ દેશની ધરતી પર પૂર્ણ સ્‍વરૂપે ખીલી હતી ત્‍યારે અનેક વૃક્ષો ફૂલ બહારમાં મહેકી ઉઠ્યા હતા. અનેક ખૂબસૂરત પુષ્‍પોની અવનવી સુગંધ પ્રસરી હતી. દરેક પુષ્‍પને પોતાનું અલગ વ્‍યક્તિત્‍વ હતું, વિશિષ્‍ટ સુગંધ હતી પરંતુ તેમનું પોષણ મહદ્ અંશે ગાંધી વિચારથી થયેલું હતું. આ જીવો સેવા-સ્‍વાર્પણ તથા સાદગીના ગૌરવપૂર્ણ રંગોથી રંગાઈ... Continue Reading →

અરવિંદ આચાર્ય : અનેરા વ્યક્તિત્વની અનેરી સોડમ

આઝાદી મેળવવા માટેના ઐતિહાસિક પ્રયાસો દેશની સમગ્ર જનતાએ સમર્પિત ભાવે કર્યા અને તેના પરિણામે દેશ આઝાદ થયો. ૧૯૧૫ માં ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્‍યા ત્‍યારબાદ આપણા દેશની આ અહિંસક છતાં પ્રભાવી લડાઇને ગાંધીનું નેતૃત્‍વ મળ્યું. ગાંધીજીનું સમગ્ર વ્‍યક્તિત્‍વ એટલું વિશાળ હતું કે આઝાદીની ચળવળ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં તેમના વિચારોનો પ્રભાવ પડ્યો. ઘણાં લોકોએ આઝાદી મળ્યા... Continue Reading →

શક્તિપર્વના ટાણે ગંગાસતીનું સ્મરણ

આપણાં શાસ્‍ત્રોમાં ભલે કહેવાયું-લખાયું હોય કે નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. પરંતુ હકીકતમાં આ સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે સમાજના શાણા લોકો તથા નારીરત્‍નોએ ઘણો સંઘર્ષ કરવો પડયો છે.  કેટલીક ઘર કરી ગયેલી જડ માન્‍યતાઓને કારણે નારીને તેના હક્કનું સ્‍થાન આપવામાં પણ સમાજે ઘણી અવઢવ અનુભવી છે, આનાકાની કરી છે. સ્‍વતંત્ર ભારતમાં તો... Continue Reading →

વલ્‍લભભાઇના વડેરા

            દેશની આઝાદી પ્રાપ્‍ત કરવા માટે જે કેટલાક મહાનુભાવોએ પ્રબળ નેતૃત્‍વ પૂરું પાડ્યું તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્‍લભભાઇના નામો અગ્રસ્‍થાને છે. બન્‍ને સગા ભાઇઓ અને તે કાળખંડમાં બન્‍નેનો રાજકીય-સામાજિક ક્ષેત્રે અમૂલ્‍ય ફાળો એ એક વીરલ ઘટના છે. ર૭મી સપ્‍ટેમ્‍બરના રોજ વીર વિઠ્ઠલભાઇના જન્‍મ દિવસે આપણી વિધાનસભામાં પણ તેમની સ્‍મૃતિને તાજી... Continue Reading →

શંકરદાન દેથા : રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા

ઝાલાવાડ લોકસાહિત્‍ય પરિવાર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે સુરેન્‍દ્રનગર જીલ્‍લાના સાયલા નગરમાં સુવિખ્‍યાત તથા પવિત્ર લાલજી મહારાજની જગ્‍યામાં ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્‍સવ યોજવામાં આવ્‍યો તે વાતનો સૌ સાહિત્‍ય પ્રેમીઓને ખૂબજ આનંદ થયો. લોકસાહિત્‍યના ખ્‍યાતનામ તજજ્ઞો તથા કલાકારોએ પ્રથમ બે દિવસ ધરતીના આ અમૂલ્‍ય સાહિત્‍યની માર્મિક વાતો કરી જેને સૌએ ખૂબ માણી.... Continue Reading →

કલમના કસબી : કિર્તિભાઇ

પુણ્યશ્‍લોક શ્રી અમૃતલાલ શેઠ સ્‍થાપિત સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટની પત્રકારત્‍વના ઉમદા માધ્‍યમથી સમાજની નિરંતર સેવા કરવાની ગૌરવપ્રદ પ્રણાલિકા રહી છે. સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટ અને ત્‍યારબાદ જન્‍મભૂમિ જૂથના અખબારોએ પોતાના વિશિષ્‍ટ યોગદાનથી પત્રકારત્‍વની શોભામાં અભિવૃધ્‍ધિ કરી છે. માત્ર મનોરંજક કે લોકરંજક બાબતો નહિ, જે તે કાળમાં પ્રજાને જે સંદેશ આપવો ઉચિત હોય, જનજાગૃતિનો પ્રશ્ન હોય ત્‍યાં નિરક્ષિરનો વિવેક જાળવીને... Continue Reading →

ગમતાનો ગુલાલ

કોઇક સમયે દેશના સામાન્‍ય નાગરિકને એવી લાગણી થાય કે તેની આસપાસ-ચોપાસ માત્રને માત્ર અપ્રિય, અનિચ્‍છનિય અને સામાજિક ગૌરવમાં ઘટાડો થાય તેવી ઘટનાઓ આકાર લેતી રહે છે તો કદાચ આવી લાગણી આશ્ચર્યનો વિચાર નહિ ગણાય. સમાચાર પત્રોમાં ધડાધડ પ્રગટ થતા સમાચારો, ટેલીવિઝનની ચેનલો પર સતત ફેલાતી આ પ્રકારની ઘટનાઓ આવી લાગણીને જન્‍મ આપે છે, તેને  મજબૂત... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑