: મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

        કેટલીક સંસ્થાઓ જે તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. પ્રદેશની ઓળખ આવી સંસ્થાઓ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા... Continue Reading →

બાલોત્સવ : ખરો ઉત્સવ :

         આમતો મે મહિનો અને તેમાં પણ આપણી ગરમી ! કોઇ મેળાવડા કે લગ્નમાં જવા માટે પણ હિમ્મત ન થાય તેવી મોસમ. એવામાં કોઇ સંસ્થા ઉત્સવ કરે અને તેમાં પણ પૂરા રાજ્યમાંથી લગભગ ૩૭૦ બાળકો હોંશભેર ભાગ લે તેને ઉનાળામાં સર્જાયેલું આશ્ચર્ય જ કહેવું પડે ! ઉત્સવ પણ એક દિવસનો નહિ પરંતુ... Continue Reading →

: સંતવાણી સમીપે : : જોતાં રે જોતાં અમને વસ્તુ જડી :

કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી એકદમ સરળ ભાષામાં સખાયેલી તેમની રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ સંપ્રદાયના રવિ સાહેબ (ઇ.સ.૧૭૨૭-૧૮૦૪) એ આવા... Continue Reading →

કર્મઠ અને કેડી કંડારનારા ….

            દરેક કાળમાં દરેક પ્રદેશને કોઇને કોઇ એવા અગ્રજ અથવા જવાબદારીપૂર્વક સત્ય અને પ્રગતિના માર્ગે દોરવણી આપનાર વ્યક્તિ વિશેષો મળ્યા છે. આ લોકોએ સાંપ્રત સ્થિતિમાંથી સમાજને ઉન્નતિ તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. જો પ્રવર્તમાન સમયમાં કોઇ અન્યાય – શોષણ કે નબળાઇઓ દેખાતી હોય તો તેને ખુલ્લેખુલ્લા પડકારવાનો પ્રયાસ કર્યો. સમાજને... Continue Reading →

કાલાય તસ્મૈ નમ:

આપણાં દેશને મહામૂલી આઝાદી મળી તેની પહેલાના લગભગ ૧૦૦ વર્ષનો ઇતિહાસ એ કદાચ દીર્ઘકાલીન કાળખંડમાં એક જુદીજ ભાત પાડે છે. ઇતિહાસમાં ધરબાઇને પડેલી કાળની અનેકાનેક ઘટનાઓમાં કોઇને કોઇ ચેતનાનો સંચય તથા તેનું સંક્રમણ તો હશે જ. માનવજીવની ઊંચાઇને ઉજાળનાર ભવ્ય ક્ષણોની સાથે સાથે કોઇ પ્રસંગોમાં વ્યક્તિગત કે સામુહિક ઉણપની ઘડીઓનું દર્શન પણ કાળદેવતાએ નિહાળ્યું હશે.... Continue Reading →

શિક્ષકનું સન્માન : સ્વસ્થ સમાજ

  પ્રસંગોના આયોજનમાં પુંજલભાઇ રબારીનો પનો ક્યારેય ટૂંકો પડતો નથી તેવો એકથી વધારે વખત અનુભવ થયો છે. આથી પ્રસંગનું નિમંત્રણ તેમના તરફથી મળે ત્યારે તેમાં હાજરી આપવા મન ખેંચાય. શૈક્ષણિક તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમનો લગાવ તથા પ્રદાન બન્ને નોંધપાત્ર છે. ભૂજોડી (કચ્છ) ની તેમણે જે શૈક્ષણિક સંસ્થાની કલ્પના કરી હતી તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું મુશ્કેલ... Continue Reading →

યા દેવી સર્વ ભૂતેષુ…

ચૈતર માસની નવરાત્રીમાં માતૃતત્વની ઉપાસનાનો વિશેષ મહિમા છે. આ માસમાંજ અંજનિના શુભાશિષથી મર્યાદા પુરૂષોત્તમ રામને પોતાના કાર્યો થકી પ્રિય બનેલા હનુમાનજતીની જયંતી પણ મનાવાય છે. હનુમાનજીની દૈવી શક્તિના સ્ત્રોતમાં મા અંજનિનું એક વિશેષ યોગદાન છે. આથીજ માતૃત્વની ઉપાસના સાથે શક્તિ સ્વરૂપા માનુ સ્મરણ થાય છે.  માનો આ મહિમા કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં નથી. કોઇ... Continue Reading →

ગ્રાહક જાગ્યો નથી…

15 માર્ચ એટલે વિશ્વભરમાં ગ્રાહકોના હક્કની જાણળવણી માટે જાગૃતિ કેળવવાનો દિવસ. આ દિવસ અન્ય દિવસોની જેમજ આવે અને વિતી જાય. ખરા અર્થમાં ગ્રાહકો પોતાના હક્કો વિશે જાણકાર છે ખરા ? તેમના હક્કો મેળવવા માટેની કાનૂની વ્યવસ્થા તેઓ બરાબર સમજે છે ખરા ? આ બાબત એસોચેમ (એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીઝ) તરફથી એક સર્વે જાન્યુઆરી –... Continue Reading →

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:

આઠમી માર્ચનો દિવસ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. મહિલાઓની સમસ્યાઓ વિશ્વના દરેક ભાગમાં વધતા ઓછા અંશે સમાન રહી છે. ૧૯ મી સદીમાં વિશ્વના ઘણાંદેશોમાં મહિલાઓને વેતન દર ચૂકવવામાં ભેદભાવ, ને કામના સ્થળે પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો પણ સદંતર અભાવ, કામદાર યુનિયનોની પણ મહિલાઓના પ્રશ્નો બાબત ઉપેક્ષા જેવી બાબતો સામાન્ય હતી. ૮ માર્ચ, ૧૮૫૭ માં... Continue Reading →

આરઝી હકૂમત : સોરઠનો સુવર્ણ કળશ

આમ તો આપણા વિશાળ દેશના દરેક પ્રદેશ તથા લોકો કોઇને કોઇ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે. દરેકના ભાતીગળ રંગોથી દેશનો નકશો શોભાયમાન છે. આમ છતાં કેટલાંક પ્રદેશો કવિઓ-સર્જકોને પોતાની તરફ થોડા વધારે આકર્ષિત કર્યા છે તેવું ઘણીવાર લાગે છે. આવો એક પ્રદેશ એ આપણાં રાજયમાં લોકવાણીમાં ‘સોરઠ’ તરીકે ઓળખાય છે. સમુદ્રના અગાધ વારી જયાં પવિત્ર જયોતિલીંગના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑