: સંસ્કૃતિ : : ‘‘સૌંદર્ય ઉપાસક તથા સત્યવક્તા : કવિ નાનાલાલ’’ :

કવિ નાનાલાલે કહેલી એક વાત ધ્યાન દઇને સાંભળાવા જેવી છે : ‘‘ આજે ગુજરાતમાં તથા ભારતમાં ચર્ચાતી એક વાત વિશે મારો અનુભવ કહું તો અસ્થાને ન ગણશો. અંગ્રેજી ભાષા ભણવી કે ન ભણવી ? કેટલાક કહે છે રાજભાષા છે (તત્કાલિન સંદર્ભ) માટે ભણો. મારે મન એ નબળી દ્રષ્ટિ છે. કેટલાક કહે છે જગત વ્યાપારની ભાષા... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિવર રવીન્દ્રનાથનું આપણી માતૃભાષામાં અવતરણ :

આમ તો કલકત્તા – બંગાળ સાથેનો ઝવેરચંદ મેઘાણીનો નાતો મે-૧૯૧૮થી બંધાયો હતો. મોટાભાઇ લાલચંદભાઇની બીમારીને કારણે મેઘાણીને ઓચિંતુ કલકત્તા જવાનું થયું. એમ.એ.નો અભયાસ ચાલુ હતો જે અધુરો રહ્યો. મોટાભાઇની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વેચાણ કરતી દુકાન તેમણે સંભાળવાની રહેતી હતી. કલકત્તામાંજ ત્યાબાદ તેઓ ચોરવાડ (જૂનાગઢ જિલ્લો)ના વતની શેઠ જીવણલાલના વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. કારખાનાનો કારોબાર મોટો... Continue Reading →

: જાત સાથે વાત : શુભ વિચારોનું ઉઘાડું આભ :

મનસુખ સલ્લાની ઓળખ ગુજરાતી ભાષા – સાહિત્ય સાથે ધરોબો ધરાવનાર લોકોને આપવાનો હોય નહિ તેમ કહું તો તે અતિશયોક્તિ નહિ ગણાય. મનુભાઇ પંચોળી (દર્શક) કે કેળવણીના ક્ષેત્રે અનોખી કામગીરી કરનાર નાનાભાઇ ભટ્ટ જેવા પુણ્યશ્લોક લોકોની વિચારધારાને મનસુખભાઇએ જીવનમાં – વ્યવહારમાં ઉતારી છે. તેનું મૂળ સ્વાભાવિક રીતેજ ગાંધીજી સુધી પહોંચે છે. ગાંધી નામથી એક તેજસ્વી દીપક... Continue Reading →

: સંસ્કૃતિ : : સતજુગિયા સાંઇ : કવિ મનુભાઇ ત્રિવેદી :

૧૯૧૪ થી ૧૯૭૨ વચ્ચે આપણી માતુભાષાના સાહિત્યકારો તેમજ ભાવકોએ એક તેજ લીસોટાનું દર્શન કર્યું. હજુ તો આ તેજ લીસોટાને પૂરો જાણીએ, માણીએ તથા પ્રમાણીએ ત્યાંજ ચન્દ્ર જેમ કાળી વાદળીના ઓછાયામાં આ તેજ લીસોટાને અદ્રષ્ય થતાં જોયો. અલબત્ત, તેના તેજનું પ્રતિબિંબ જે આપણે ઝીલ્યું તે સદાકાળ સ્મૃતિમાં રહે તેવું ભવ્ય તેમજ જાજ્વલ્યમાન છે. કવિ સરોદની ઓચિંતી... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ કાગની ચેતનાને વંદનનો સોનેરી અવસર :

ફરી એક વખત આ વાસંતી વાયરાના ખુશનુમા માહોલમાં કાગના ફળિયે અસ્ખલિત રીતે મહોરતી કાગચેતનાનું વંદન ૧૭ માર્ચ ૨૦૨૧ના ધન્ય દિવસે (ફાગણ સુદ-૪) યોજવામાં આવ્યું. મોરારીબાપુએ તે દિવસનું નામાભિધાન ‘કાગચોથ’ તરીકે કરેલું છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને કાગ પરિવારે તેનું આયોજન મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવા નિર્ણય કર્યો હતો. દરેક વર્ષની માફક આ વર્ષે પણ સાહિત્યના કેટલાક... Continue Reading →

: આભથી ઊંચા સ્વજનોની ભાતીગળ વાતો :

ઘણીવાર જીવનના સામાન્ય ક્રમમાં બનતી એકાદ ઘટના મન પર એક અસર ઊભી કરીને જાય છે. આવી અસર પ્રસન્નતા આપે તેવી કે ગ્લાની ઉપજાવે તેવી પણ હોઇ શકે છે. આવી એક ઘટના યાદ આવે છે. મોટા ભાગે દસેક વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. કોઇ એક યુવાન અને શિક્ષિત ચારણ યુવાન મળવા આવે છે. વાતચીતમાં વિવેક તેમજ... Continue Reading →

: સંસ્કૃતિ : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :

ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી.... Continue Reading →

: … દીલ જેના દરીયાવ … :

સરકારી કાર્યક્રમો સામાન્ય રીતે ચીલાચાલુ કે ગતાનુગતિક હોય તેવો એક સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે. કેટલાક અંશે કદાચ એ ખરું પણ હોય. પરંતુ તેવી છાપના કારણે તમામ સરકારી કાર્યક્રમોને એક લાકડીએ હાંકવા જેવા નથી. શાસનમાં લોકભાગીદારી ઊભી કરવા કે ચલાવવા માટે જે કટલીક ગતિવિધિઓ થાય છે તેમાં લોકભાગીદારી સાથે લોકસંવેદના પણ કોઇ કોઇ સ્થળે પાંગરતી જોવા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા : : શાશ્વત કવિતાઓના સર્જક :

યુવાનીના ઊંબરે હજુ સ્થિર પણ થયા નથી તેવા કવિ કલાપી પુષ્પની લાગણી શબ્દોમાં પ્રગટ કરીને ભ્રમરને ઉદ્દેશીને કહે છે :  ‘ આ સ્વપ્ન ટૂંકું છે તુ ગુંજીલે હું ખીલી લઉં ’ જીવનમાં સમય ક્યાં અને ક્યારે જતો રહે છે તેનો હિસાબ પણ મળતો નથી. કલાપી કે રાવજીને જે પ્રતિતિ થઇ તે લાગણીઓ ચિરંજીવી થવા માટે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :

ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑