: ગાંધી વિચારની ઝળહળતી પ્રતિભા : ઉછરંગરાય ઢેબર :

ગાંધીજીના સાનિધ્યમાં જેઓ ઘડાયા અને ગાંધીની વિદાય પછી પણ એકજહ નિષ્ઠાથી ગાંધીને માર્ગે ચાલ્યા હોય તેવા જૂજ નેતાગણમાં સૌરાષ્ટ્રના ઉછરંગરાય ઢેબરનો સામાવેશ થાય છે. વહીવટી બાબતોમાં ગાંધીજીની સાદગી તથા સરદાર સાહેબની દ્રઢતાનો સુભગ સમન્વય ઢેબરભાઇમાં થયેલો જોઇ શકાય છે. ૧૯૦૫ના સપ્ટેમ્બર માસની એકવીસમી તારીખે ઢેબરભાઇનો જન્મ તેમના મોસાળના ગામમાં થયો હતો. જામનગર જિલ્લાનું ગંગાજળા ગામ... Continue Reading →

: વિનોબા : ગાંધીના બાગનું મધમધતુ પુષ્પ :

વિનોબાજીનું સ્મરણ કરવું તે કોઇપણ કાળમાં સાંપ્રત છે. ગાંધીજીના જીવનની જેમ બાબાના જીવન તથા તેમની અખંડ વિચારયાત્રામાંથી આજની આપણી અનેક કઠીન સમસ્યાઓના ઉકેલ માટેની દિશા મળી શકે તેમ છે. તેઓ આ ધરતી પર ૧૮૯૫માં અવતર્યા. આથી હમણાંજ (૧૯૨૦માં) તેમના જન્મની સવા શતાબ્દી સંપન્ન થઇ. આપણે વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે બાબા (વિનોબાજી માટે માનથી ઉપયોગમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : શિવદાનભાઇ ઝૂલા : : વહીવટમાં એક આવગી સૂઝ ધરાવનાર વ્યક્તિત્વ :

કેટલાક લોકોમાં વહીવટની શક્તિ જન્મજાત હોય છે. તેવા લોકોને આપણે GIFTED કહી શકીએ. વહીવટમાં સૂઝ ધરાવવાની બાબતમાં શિવદાનભાઇ આવા ગુણીયલ અધિકારી હતા. એક સારા વહીવટકર્તામાં સમજવાની અને સમજાવવાની એમ બન્ને કળા હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉદારતા અને સાથી કર્મચારીઓ સાથે સુમેળભર્યા સંબંધો એ તો વહીવટમાં સફળતાના મૂળભૂત ગુણો છે. સરકારી સેવાના મારા વર્ષોના અનુભવમાં... Continue Reading →

: સોમનાથ : આપણું અખંડ શ્રધ્ધાકેન્દ્ર :

કવિ નર્મદે જેને ‘પશ્ચિમ કેરા દેવ’ કહીને બીરદાવ્યા છે તે શ્રી સોમેશ્વર (સોમનાથ) માત્ર સૌરાષ્ટ્ર – ગુજરાતનીજ નહિ પરંતુ દેશની શોભા સમાન છે. આપણાં પ્રાચીન વેદો પૈકી ઋગવેદમાં પણ તેનો ઉલ્લેખ છે.  યત્ર ગંગા ચ યમુના યત્ર પ્રાચી સરસ્વતી ! યત્ર સોમેશ્વરો દેવસ્તત્ર મામમૃતં કૃધિ !! આ તીર્થનું આગવું મહત્વ હતું અને વર્તમાનમાં પણ લોકશ્રધ્ધાનો... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ દાદની ભવ્ય તથા ભાતીગળ સર્જન યાત્રા :

કોરોનાના કપરા કાળમાં કવિ દાદ ગયા જેનો આ આઘાત સમગ્ર સાહિત્ય જગતને થયો. એ સંદર્ભમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાન નિમિત્તે ફેબ્રુઆરી-૧૯૧૬માં કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું હતું તેની સ્મૃતિ ફરી તાજી થઇ. સાહિત્યની જુદી જુદી ધારાઓમાં રસ લેતા મર્મી શ્રોતાજનોને કવિ દાદ વિશે સાંભળવાની... Continue Reading →

: સૌરાષ્ટ્રની સોહામણી સંસ્કૃતિ :

એક પ્રદેશની ઓળખ આપવા માટે નીચેનો શ્લોક સુપ્રસિધ્ધ તથા થોડામાં ઘણું કહી જાય તેવો છે.  સૌરાષ્ટ્રે પંચરત્નાનિ, નદી નારી તુરંગમ્ ચતુર્થ સોમનાથશ્ચ, પંચમમ્ હરિદર્શનમ્ !! આ શ્લોકમાં કહેવાયું છે તેમ સૌરાષ્ટ્ર નદી, નારી, અશ્વ, સોમનાથ તથા હરિદર્શન (દ્વારકા) એવા પાંચ રત્નોથી શોભાયમાન છે. લોકસાહિત્યમાં સોરઠ જે સૌરાષ્ટ્રનોજ એક ભાગ છે તેનું રુચિપૂર્ણ વર્ણન નીચેના દોહામાં... Continue Reading →

: સંસ્કૃતિ : : અષાઢી બીજ અને વસંત – રજબની શહાદતની સ્મૃતિ :

સામાન્ય નિયમ અથવા પ્રથા એવી છે કે ભક્તો ભગવાનના દર્શનાર્થે મંદિરમાં જતાં હોય છે. પરંતુ કૃપાળુ દેવ જગન્નાથ વિશેષ કૃપા કરીને પોતાના નગરજનોના ક્ષેમકુશળ પૂછવા માટે જાતે નગરચર્યા માટે નીકળે છે. જગન્નાથ પુરી કે અમદાવાદમાં અનેક વર્ષોથી ભક્તોને ઘેર બેઠા દર્શનનો લહાવો મળે છે. હવે તો અન્ય કેટલાક શહેરોમાં પણ રથયાત્રાની આ પ્રથા ભાવથી શરૂ... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીને ગમે તેવા પત્રકારત્વનો ઉજળો ઇતિહાસ :

જન્મભૂમિ ટ્રસ્ટના અખબારોએ સૌરાષ્ટ્ર – કચ્છ તેમજ મુંબઇનું પત્રકારત્વ વિકસાવવામાં તેમજ તેને પ્રતિષ્ઠિત કરવામાં સિંહફાળો આપ્યો છે. આ અખબારોએ કાળના સતત બદલાતા પ્રવાહમાં પત્રકારત્વના ધોરણો જાળવવામાં ભોગ પણ આપીને સ્વીકૃત ધોરણોનો માનદંડ ઉન્મત રાખેલો છે. આવા એક ગાંધીજીને ગમે તેવા પત્રકારત્વની તેમજ પત્રકારોની વાત ગાંધી જન્મજયંતિના ઓક્ટોબર માસમાં વિશેષ સ્મૃતિમાં આવે છે. તેનો ઉજળો ભૂતકાળ... Continue Reading →

: સંસ્કૃતિ : : ભાવનગરના રાજવી વખતસિંહજી અને ‘વખત બલંદ’ :

કવિ શ્રી ફૂલ વરસડા કૃત ‘વખત બલંદ’ કૃતિ ચારણી સાહિત્યમાં એક જાણીતી તથા કાવ્ય સમૃધ્ધ રચના છે. આમ જૂઓ તો આ રચના એક ઇતિહાસમૂલક કથાકાવ્ય જેવી છે. ભાષાની સમૃધ્ધિ સાથેજ ઇતિહાસની કડીબધ્ધ વિગતો પણ તેમાં મળે છે. ‘વખત બલંદ’ એ મૂળ ખેડા જિલ્લાના પુનાદ ગામના રહેવાસી કવિ ફૂલ વરસડાની રચના છે. કવિ ભાવનગરના કીર્તિવંત રાજવી... Continue Reading →

: અમે સૌ : યોગપુરુષ અશ્વિનભાઇના સાથીઓ :

ઘણાં લાંબા સમયથી અનેક લોકોને દરરોજ વહેલી સવારે સાત વાગે ગાયત્રી મંદિર પહોંચાવાની એક ટેવ પડી હતી. ન પહોંચી શકાય તો તે માટેનો વસવસો પણ મનમાં દિવસભર રહેતો હતો. ગાયત્રી મંદિરમાં ઇશ્વર કૃપાથી તેના ભોંયતળિયાના મોટા હોલમાં પરીચિત ચહેરાઓ વચ્ચે બેસીને ‘‘સહ વીર્યમ્ કરવા વહૈ’’ ના વાસ્તવિક અમલીકરણની એ ૬૦ મીનીટ ભરપૂર સાર્થક્તામાં પસાર થતી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑