મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા  રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →

મશાલ પકડનારા કયાં છે ?

ફરી આ વર્ષે પણ ૨૦૧૩ ના જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્‍યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્‍થાઓ – લોકોએ કર્યા. આખરે તો વ્‍યકિતગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્‍ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્‍યકિતગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્‍યાપક ખ્‍યાલ સુધી... Continue Reading →

મેઘાણીની કલમની વાચા : હેમુ ગઢવી

      શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્‍દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્‍યા ત્‍યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્‍થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્‍ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્‍યું ત્‍યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્‍થિત થયો. યુનિવર્સિટીના... Continue Reading →

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :- આગેકૂચનો આનંદ

રાજય સરકાર તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સ્‍થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે  સફળ થયું છે તેવી સર્વ સામાન્‍ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્‍ય સંગોષ્‍ટિમાં  પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્‍લા એકાદ વર્ષમાં કેન્‍દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા  કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →

“ઉર્મિ નવરચના” માં સિંહ કથાઓ

ઉર્મિ નવરચનાના કેટલાક સમુદ્ર વિશેષાંકો થયા તેમાંના એક અંકમાં સિંહ કથાઓ આલેખાયેલી છે તેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કેટલીક વિશિષ્ટ બાબતો પૈકી બે મહત્વની બાબતો તરફ સૌનું ધ્યાન દોરાયું છે. એક તો ગુજરાતને કુદરતની અમૂલ્ય ભેટ સમાન મળેલો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્રતટ અને બીજા ગિરમાં નિવાસ કરતા ડાલામથ્થા સાવજ (સિંહ). લાંબા દરિયા કિનારાનો લાભ... Continue Reading →

ઉર્મિનવરચનાના ભાતીગળ વિશેષાંકોઃ

લોકસાહિત્‍યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્‍વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્‍ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે.  અન્‍ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્‍યના સ્‍વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્‍ક કે કંટાળાજનક... Continue Reading →

કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા…

કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા… દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતા બાકીના બે – સર પટ્ટણી અને કવિકાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ... Continue Reading →

વિશ્વ પર્યાવરણ દિવસ – મશાલ પકડનારા કયાં છે ?

ફરી આ વર્ષે પણ જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ આવીને ગયો. લોકોનું ધ્યાન પર્યાવરણ ની જાળવણી તરફ  જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ - લોકોએ કર્યા. આખરે તો વ્યક્તિગત  ચેતનાના  દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. વ્યક્તિગત ચેતના થકી જ સામુહિક ચેતનાના વ્યાપક ખ્યાલ સુધી પહોંચી... Continue Reading →

ગમતાનો ગુલાલ

કોઇક સમયે દેશના સામાન્‍ય નાગરિકને એવી લાગણી થાય કે તેની આસપાસ-ચોપાસ માત્રને માત્ર અપ્રિય, અનિચ્‍છનિય અને સામાજિક ગૌરવમાં ઘટાડો થાય તેવી ઘટનાઓ આકાર લેતી રહે છે તો કદાચ આવી લાગણી આશ્ચર્યનો વિચાર નહિ ગણાય. સમાચાર પત્રોમાં ધડાધડ પ્રગટ થતા સમાચારો, ટેલીવિઝનની ચેનલો પર સતત ફેલાતી આ પ્રકારની ઘટનાઓ આવી લાગણીને જન્‍મ આપે છે, તેને  મજબૂત... Continue Reading →

ભાવનગર રાજયની અગ્રતાઃ કિસાનોનું કલ્‍યાણ

સંસારમાં અત્ર-તત્ર ફેલાયેલી દરિદ્રતા, શારીરિક અશક્તિ અને રોગની સ્‍થિતિ તથા મૃત્‍યુ જેવી સ્‍થિતિના દર્શન તો સમાજમાં સૌને સહજ રીતે જ થાય છે. પરંતુ તે સ્‍થિતિના સ્‍થાયી ઉકેલની શોધમાં મહાભિનિષ્‍ક્રમણ તો કોઇક ‘બુધ્‍ધ‘  જ કરી શકે. કોઇ ગરીબ ખેડૂતનું આક્રંદ તો વહીવટના ભાગ તરીકે બેઠેલા નાના–મોટા કેટલાયે વહીવટદારોએ સાંભળ્યું હશે, જોયુ હશે. પરંતુ રૂષિતુલ્‍ય વહીવટકર્તા પ્રભાશંકર... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑