દર્શકના દેશના ભાતીગળ પ્રદેશો

દર્શકની બહુમુખિ પ્રતિભાના સ્પષ્ટ દર્શન તેમના અનેક વિષય પરના યોગદાનમાંથી થાય છે. આપણી  ભાષાના આ સમર્થ સર્જકની જન્મશતાબ્દીનું આ મંગળ વર્ષ છે. (૧૯૧૪-૨૦૧૪) આપણાં સૌ માટે, ગુજરાતી જયાં જયાં વસતો હોય તે પ્રત્યેક વ્યક્તિ માટે દર્શકનું સ્મરણ થવું તે આ જન્મશતાબ્દીના સંદર્ભમાં સાહજિક છે, સ્વાભાવિક છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તેના કાર્યક્રમો અવશ્ય થશે. દર્શકના અનેક ચાહકોના... Continue Reading →

ભારતીય જીવનદર્શનના સમર્થ સંદેશવાહક: સ્‍વામી વિવેકાનંદ

       બેલુર મઠમાં છેક ૧૮૯૯ માં એક શિષ્‍યને બીલીવૃક્ષ નીચે બેસીને જે શબ્‍દો કહ્યા તે આ મહાન સન્‍યાસીની ભાવીની આરપાર જોઈ શકવાની શક્તિના દર્શન કરાવે છે. સ્‍વામીજી કહે છે:        ‘‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા તથા દંભ ફેલાઈ રહ્યા છે. શું કોઈ બુધ્‍ધિશાળી માણસ આ બધું જોયા પછી શાંત રહી શકે? શું તેની આંખમાં આંસુ... Continue Reading →

લોકવિદ્યા-વિમર્શ : વન-ઉપવનના પુષ્પો

            આપણા વિદુષિ બહેન શ્રી વસુબેને લખેલી એક વાત સ્મરણમાંથી ખસતી નથી. તેઓ કહે છે : ‘‘ સફેદ વાળમાં સૌરાષ્ટ્રના પૌરુષનું સોહામણું સ્વરૂપ નીખવું હોય તો જયમલ્લભાઇમાં જોવા મળે ........ સૌરાષ્ટ્રનું કાઠું અને એવી જ ધારદાર આંખ, શબ્દોની સમજ અને શક્તિ અપાર. શબ્દોના શિલ્પી .... બોલે ત્યારે વાર્તા રચી દે.... Continue Reading →

FESTIVALS  – FAITH DRIVEN OR MARKET DRIVEN ?

I had an opportunity to attend at home-party organized by Reverend Bishop of Gandhinagar. This was customary as a part of Christmas festival. A small group of youth recited prayers containing spirit of X’mas. It was melodious. A brief message was given by Bishop. An experienced and kind Bishop pointed out that what we see... Continue Reading →

સેવક તથા સાધક : દીનબંધુ એન્‍ડ્રુઝ

 ‘‘વસુધૈવ કુટુમ્‍બકમ’’ ની વાત આપણાં શાસ્‍ત્રોએ કરી ત્‍યારે સમગ્ર વિશ્વને સ્‍નેહના, લાગણીના તથા માનવ મનની એકતાના અતુટ તાંતણે બાંધવાની વાત કરી છે. ‘‘કૃણવન્‍તુ વિશ્વઆર્યમ’’ વેદોમાં કહેવાયું ત્‍યારે પણ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ કહ્યું તેમ વિશ્વને સુસંકૃત બનાવાની ઉદાર ભાવના તેમાં રહેલી છે. આજે તો સંદેશા વ્‍યવહાર તથા વાહન વ્‍યવહારના આધુનિક સાધનોના પ્રતાપે વિશ્વનું અંતર ઓછું થયું... Continue Reading →

‘‘ દરબાર સાહેબશ્રી ગોપાલદાસ દેસાઇ : નાના રાજના રાજવી – મોટા ગજાના માનવી ’’

        દરબાર સાહેબશ્રી ગોપાલદાસનું પાવન સ્મરણ તેમની જન્મજયંતિ – ૧૯ ડીસેમ્બર ના દિવસે ઘણાં લોકોને થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના ઘણાં નિડર તથા સમર્પિત સ્વાતંત્રય સેનાનીઓમાં કેટલાંક ગિરાસદારોનો પણ સમાવેશ થાય છે. દરબાર સાહેબ તેમાંના એક અંગ્રેજ હતાં. તેમના ધર્મપત્નિ ભક્તિબા પણ દરબાર સાહેબની જોડાજોડ ઉભા રહીને સંપૂર્ણ નિડરતાથી દેશની આઝાદી માટે... Continue Reading →

હરિની હાટડીએ હટાણું કરનાર કવિ

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના... Continue Reading →

ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદનું પાવન સ્‍મરણ

     ગાંધી વિચારની વસંત જયારે આ દેશની ધરતી પર પૂર્ણ સ્‍વરૂપે ખીલી હતી ત્‍યારે અનેક વૃક્ષો ફૂલ બહારમાં મહેકી ઉઠ્યા હતા. અનેક ખૂબસૂરત પુષ્‍પોની અવનવી સુગંધ પ્રસરી હતી. દરેક પુષ્‍પને પોતાનું અલગ વ્‍યક્તિત્‍વ હતું, વિશિષ્‍ટ સુગંધ હતી પરંતુ તેમનું પોષણ મહદ્ અંશે ગાંધી વિચારથી થયેલું હતું. આ જીવો સેવા-સ્‍વાર્પણ તથા સાદગીના ગૌરવપૂર્ણ રંગોથી રંગાઈ... Continue Reading →

વંચિતોના વાલેશ્રી : ઠક્કરબાપા

   મેઘાણીભાઇએ ૧૯૩૯ માં જાહેર પ્રવચનમાં યાદગાર શબ્‍દો કહયા : ‘‘ આદિવાસી તથા હરિજનોના તો અમૃતલાલ સાચા અર્થમાં બાપા છે. આજથી હું પણ તેમને ઠક્કરબાપા કહીશ. આ નામની ઉદઘોષણા કરતા હું આનંદ અનુભવું છું. ’’ હજારો વનવાસી ભાઇઓની વિશાળ મેદની વચ્‍ચે રામજી મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠાના પ્રસંગે પંચમહાલમાં રાષ્‍ટ્રીય શાયર આવું બોલ્‍યા અને જગત આખાએ જાણે એ શબ્‍દો... Continue Reading →

આરઝી હકૂમત : સોરઠનો સુવર્ણ કળશ

આમ તો આપણા વિશાળ દેશના દરેક પ્રદેશ તથા લોકો કોઇને કોઇ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે. દરેકના ભાતીગળ રંગોથી દેશનો નકશો શોભાયમાન છે. આમ છતાં કેટલાંક પ્રદેશો કવિઓ-સર્જકોને પોતાની તરફ થોડા વધારે આકર્ષિત કર્યા છે તેવું ઘણીવાર લાગે છે. આવો એક પ્રદેશ એ આપણાં રાજયમાં લોકવાણીમાં ‘સોરઠ’ તરીકે ઓળખાય છે. સમુદ્રના અગાધ વારી જયાં પવિત્ર જયોતિલીંગના... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑