: સંતવાણી સમીપે : ઉજળા આવકારની પરંપરા

આપણા સામાજિક જીવનમાં વ્યક્તિઓ વચ્ચેના સંપર્ક કે સંબંધમાં ઉષ્માભર્યા આવકારનું એક અનોખું સ્થાન છે. અન્ય કોઇપણ વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવા તેની વાત શાંતિથી સાંભળીને શક્ય તેટલા સહાયભૂત થવાનું વલણ આપણા દૈનિક જીવન વ્યવહારમાં ઉમેરાય તો વ્યક્તિઓનું અને સરવાળે સમગ્ર સમાજનું હિત છે તેવા પાયાના મૂલ્યનો આધાર લઇ કવિ શ્રી દુલા ભાયા કાગે એક સુંદર પદની રચના... Continue Reading →

: સંતવાણી સમીપે : તોરલ વાણી : ભક્તિ ખાંડા કેરી ધાર. 

વેદોની જ્ઞાનવાણી, ઉપનિષદોની અનુભવવાણી તેમજ સંતો-ભક્તોની સંતવાણીના ભાતીગળ પ્રવાહોએ આપણાં વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને લીલું છમ્મ રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્ઞાનવાણી જે મહદ અંશે સંસ્કૃતમાં વિદ્વાનો સમજી શકે તેવી શૈલિમાં હોય. ભાષાની કે માધ્યમની દૂર્બોધતાને કારણે ઘણીવાર ઉત્તમ બાબતો પણ જન સામાન્ય સુધી પહોંચવી મુશ્કેલ બને છે. સંતવાણીએ આ શ્લોક અને લોક વચ્ચેના અંતરને... Continue Reading →

: સંતવાણી સમિપે : ચાનક રાખું ને તો ય ચૂકું :

કવિ જયંત પાઠક (૧૯૨૦-૨૦૦૩) યાદ આવે એટલે તેમના ચિંરજીવી તથા ભાતીગળ સર્જનની નીચેની પંક્તિઓ સ્મૃતિમાં સળવળે છે.  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,  પહાડોના હાડ મારા પિંડમાં ને, નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો ને,  આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. વગડાના શ્વાસની મુડીને તેમજ પ્રકૃતિના સામિપ્યની... Continue Reading →

: સંતવાણી સમીપે : ઊડી જાઓ પંખી પાંખુવાળા : 

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ભજનો છેલ્લી લગભગ અડધી સદીમાં ખૂબજ પ્રસિધ્ધ તેમજ લોકપ્રિય થયેલા ભજન છે. દર વર્ષે કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે પૂ. સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં કવિ શ્રી કાગના સાહિત્ય બાબતમાં તેમજ તેમના અમૂલ્ય યોગદાન અંગે જાણીતા સાહિત્ય મર્મીઓ વાત કરે છે. સાંજે લોક સાહિત્યના કલાકારો કવિ કાગનું સાહિત્ય રેલાવી સૌને... Continue Reading →

યા દેવી સર્વ ભૂતેષુ…

ચૈતર માસની નવરાત્રીમાં માતૃતત્વની ઉપાસનાનો વિશેષ મહિમા છે. આ માસમાંજ અંજનિના શુભાશિષથી મર્યાદા પુરૂષોત્તમ રામને પોતાના કાર્યો થકી પ્રિય બનેલા હનુમાનજતીની જયંતી પણ મનાવાય છે. હનુમાનજીની દૈવી શક્તિના સ્ત્રોતમાં મા અંજનિનું એક વિશેષ યોગદાન છે. આથીજ માતૃત્વની ઉપાસના સાથે શક્તિ સ્વરૂપા માનુ સ્મરણ થાય છે.  માનો આ મહિમા કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં નથી. કોઇ... Continue Reading →

સાંયાં તુંજ બડો ધણી…

વીરરસ તેમજ ભક્તિરસ એ બન્‍નેમાં મહાત્‍મા ઇસરદાસજી જેવું સાહિત્‍ય  સર્જન બહુ ઓછા સર્જકોનું હશે. રામનવમીનો પવિત્ર દિવસ નજીકમાં છે. આ પ્રસંગે ભક્તકવિ ઇસરદાસજીની સ્મૃતિ એક વિશાળ વર્ગમાં સહેજે જાગૃત થાય છે. ચારણોના જીવન સંસ્‍કાર કોઇ કાળે જરૂર એવા રહ્યા હશે કે તેમની કવિતામાં – તેમના શબ્‍દમાં ઉત્તમ જીવનના સંસ્‍કારોના પ્રભાવી પડઘા પડતા હશે. ચારણ સર્જિત... Continue Reading →

લોકશાહીનું મહાપર્વ

૮૦ કરોડ મતદારો સાથે વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતની લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણી તાજેતરમાંજ સંપન્ન થઇ. લોકસભા-૨૦૧૪ ની ચૂંટણી માટે જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી તેમાં ૩.૯૧ કરોડ નવા મતદારોની નોંધણી થઇ છે. આ નવા મતદારોમાં ૧.૨૭ કરોડ મતદારો ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચેના છે. આથીજ આ યુવા લોકશાહીની ચૂંટણીમાં દુનિયાભરને રસ... Continue Reading →

સંતવાણી સમીપે: મેરુની અડગતા અને ધરતીની ધીરજ

આપણાં પ્રાચીન ગ્રંથો વેદો તથા ઉપનિષદોની જ્ઞાનગંગામાં રુષિકાઓની વાણીને સમાજનો આદર ખોબે અને ધોબે મળ્યો હતો તેજ પ્રકારે મધ્યકાલિન સાહિત્યમાં પણ વિદુષિઓએ ભક્તિમાર્ગમાં મહત્વનું તેમજ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ બન્ને સ્થિતિમાં વિદુષીઓની વાણીમાં રહેલું સત્વ તથા તેની તેજસ્વીતા હતી. જાતિના કારણે તેમનો દરજ્જો ક્યારે પણ નીચો કે ઉતરતો ગણાયો નથી. ગાર્ગી તથા લોપામુદ્રાની હરોળમાં... Continue Reading →

કવિ કાગ પારિતોષિક: મર્મીઓનું મોંઘેરું સન્માન

કવિ કાગ પારિતોષિક: મર્મીઓનું મોંઘેરું સન્‍માન મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલાના ભાતીગળ સ્‍વરૂપે જગતમાં પ્રસરી છે. કાવ્‍યતત્‍વની સચ્‍ચાઈ, સરળતા તથા સાદગીને લોકોએ ખોબે અને ધોબે વધાવી છે. આજે પણ ભગતબાપુની રચનાઓ લોકગાયકોને ગાવી તથા લોકસમૂહને સંભાળવી ગમે છે. કવિ કાગની સ્‍મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્‍યકાર્ય સંપૂર્ણ રીતે નિજાનંદે સંત શ્રી મોરારીબાપુ કરી રહ્યા છે. વ્‍યાસપીઠની શબ્દરૂપી... Continue Reading →

ગ્રાહક જાગ્યો નથી…

15 માર્ચ એટલે વિશ્વભરમાં ગ્રાહકોના હક્કની જાણળવણી માટે જાગૃતિ કેળવવાનો દિવસ. આ દિવસ અન્ય દિવસોની જેમજ આવે અને વિતી જાય. ખરા અર્થમાં ગ્રાહકો પોતાના હક્કો વિશે જાણકાર છે ખરા ? તેમના હક્કો મેળવવા માટેની કાનૂની વ્યવસ્થા તેઓ બરાબર સમજે છે ખરા ? આ બાબત એસોચેમ (એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીઝ) તરફથી એક સર્વે જાન્યુઆરી –... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑