સંતવાણીના સર્જકોની શક્તિ તેમની વાણી અને પાણીને પરખવાની કોઠાસૂઝમાં હતી. વાણીના એ વેપારી ન હતા. તેમની વાણીના એક એક ઘૂંટડે જીવતર ઉજળા થાય તેવી સરવાણી આ સંતોની કલમેથી સદીઓથી સતત – સહજ વહેતી રહી છે. આ સંતો કોઇ પંથ – સંપ્રદાય કે પરંપરાના પણ કેદી ન હતા. સમય આવે ત્યારે અન્યાયી કે શોષણયુક્ત પરંપરાને તેમણે... Continue Reading →
: સંતવાણી સમિપે : સત્યકથાઓના સર્જક તથા ઉર્મિઓની અજોડ અભિવ્યિક્તિના કવિ:
કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. યોગાનુયોગ ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે. ‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં , મકના, એવી... Continue Reading →
ડૉ. ખાચર : ઇતિહાસના સમર્થ પથદર્શક.
દરેક પ્રદેશને પોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસ તેના ગર્ભમાં અનેક સારી – માઠી ઘટનાઓ સાચવીને બેઠો છે. ‘‘જૂનું તેટલું ઉત્તમ’’ એ સૂત્ર જેમ તર્કસંગત ગણાય નહિ તેજ રીતે ‘‘જૂનું માત્ર નકામું અને કાલબાહ્ય’’ તેવી માન્યતા પણ ભયજનક છે. ઇતિહાસકારો નિરક્ષીરની દ્રષ્ટિ રાખીને જે તારવણી કરે છે તે ઘણાં કિસ્સામાં ભાવી પેઢીઓને જે તે... Continue Reading →
સરસ્વતીના સંતાન : ચંદુલાલ બહેચરલાલ પટેલ
ભગવદ્દ ગો મંડલના નામ સાથે ભગવતસિંહજીના નામ સાથે હક્કથી જોડી શકાય તેવું નામ ચંદુલાલ બહેચરલાલ પટેલનું છે. જામનગરમાં ૧૯૮૯ માં જન્મ લેનાર આ મહાપુરૂષે મહારાજા ભગવતસિંહજી પ્રેરીત સર્વાંગ સંપૂર્ણ કોષ રચવાનું કામ પૂરૂં કરવામાં સિંહફાળો આપ્યો. ચંદુભાઇનું જીવનકાર્ય જ આ ધન્યકાર્ય હતું. લગભગ ત્રણ દાયકાના અવિરત શ્રમના ભાતીગળ પરિણામ સ્વરૂપ કોષ સમાજને... Continue Reading →
કર્મઠ અને કેડી કંડારનારા ….
દરેક કાળમાં દરેક પ્રદેશને કોઇને કોઇ એવા અગ્રજ અથવા જવાબદારીપૂર્વક સત્ય અને પ્રગતિના માર્ગે દોરવણી આપનાર વ્યક્તિ વિશેષો મળ્યા છે. આ લોકોએ સાંપ્રત સ્થિતિમાંથી સમાજને ઉન્નતિ તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. જો પ્રવર્તમાન સમયમાં કોઇ અન્યાય – શોષણ કે નબળાઇઓ દેખાતી હોય તો તેને ખુલ્લેખુલ્લા પડકારવાનો પ્રયાસ કર્યો. સમાજને... Continue Reading →
બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશે આંબેલા પ્રસારણની વાતો
કેટલીક વ્યક્તિઓ તથા પ્રસંગોના સંભારણા જીવનમાં કોઇપણ કાળે ઉલ્લાસ પ્રગટાવે તેવો એક સામાન્ય અનુભવ છે. માનવી એક સામાજીક પ્રાણી હોવાથી તેના જીવન ઘડતરમાં કુટુંબનો તેમજ સમાજનો સિંહ ફાળો છે. જીવન isolation માં જીવાતું નથી અને કદાચ જીવાય તો ફુલતું કે ફોરતું નથી તે એક સર્વસ્વીકૃત હકીકત છે. આથી જ મધુર સ્મરણો વાગોળવાની પ્રક્રિયા મહદ્દઅંશે માનવીને... Continue Reading →
વીર સાવરકર : કાળા પાણીમાં કમળ
દુનિયાના અનેક દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે નાના મોટા સંઘર્ષ થયા છે. પરાધિનતાની બેડીઓ તોડવાનું કામ ક્યારેય સરળ હોઇ શકે નહિ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અનેક વિવિધરંગી ઘટનાઓને કારણે ભાતીગળ લાગે છે. આ સંગ્રામમાં એક તરફ અસાધારણ નૈતિક તાકાતના બળે વિશ્વની મહાસત્તાને પડકારનાર ગાંધી છે. બીજી તરફ દુધમલિયા યુવાનોની એક સેના છે. મૃત્યુ હથેળીમાં રાખીને તેઓ... Continue Reading →
કાલાય તસ્મૈ નમ:
આપણાં દેશને મહામૂલી આઝાદી મળી તેની પહેલાના લગભગ ૧૦૦ વર્ષનો ઇતિહાસ એ કદાચ દીર્ઘકાલીન કાળખંડમાં એક જુદીજ ભાત પાડે છે. ઇતિહાસમાં ધરબાઇને પડેલી કાળની અનેકાનેક ઘટનાઓમાં કોઇને કોઇ ચેતનાનો સંચય તથા તેનું સંક્રમણ તો હશે જ. માનવજીવની ઊંચાઇને ઉજાળનાર ભવ્ય ક્ષણોની સાથે સાથે કોઇ પ્રસંગોમાં વ્યક્તિગત કે સામુહિક ઉણપની ઘડીઓનું દર્શન પણ કાળદેવતાએ નિહાળ્યું હશે.... Continue Reading →
સરદારસિંહ તથા શામજી : સ્વાર્પણના જીવંત સ્મારકો
વસંતના વધામણા જેમ કવિઓએ મનમૂકીને કર્યા છે તેવીજ રીતે અને તેટલીજ ઉત્કટતાથી દેશભક્તોએ – ક્રાંતિકારીઓએ શહાદતની – આત્મ સમર્પણની વસંતને ખોબે અને ધોબે વધાવી છે. ઇસી રંગમે વીર શિવા ને મૉં કા બંધન ખોલા યહી રંગ હલ્દી ઘાટીમેં ખુલકર ઉસને ખોલા ઇસી રંગ મે રંગ રાણાને જનની જય જય બોલા..... મેરા રંગ દે બસન્તી ચોલા.... Continue Reading →
શિક્ષકનું સન્માન : સ્વસ્થ સમાજ
પ્રસંગોના આયોજનમાં પુંજલભાઇ રબારીનો પનો ક્યારેય ટૂંકો પડતો નથી તેવો એકથી વધારે વખત અનુભવ થયો છે. આથી પ્રસંગનું નિમંત્રણ તેમના તરફથી મળે ત્યારે તેમાં હાજરી આપવા મન ખેંચાય. શૈક્ષણિક તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમનો લગાવ તથા પ્રદાન બન્ને નોંધપાત્ર છે. ભૂજોડી (કચ્છ) ની તેમણે જે શૈક્ષણિક સંસ્થાની કલ્પના કરી હતી તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું મુશ્કેલ... Continue Reading →