એક પ્રસિધ્ધ તથા પ્રાચીન દૂહો છે. મોતીકણ મોંઘોકિયો સોંઘો કિયો અનાજ, તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ નવાઝ. ઇશ્વરની અસીમ કૃપા જગતના તમામ જીવ તરફ વાત્સલ્યભાવથી વહી રહી છે. પરંતુ આ વ્યાપ્પક જીવસૃષ્ટિમાં પણ છેલ્લામાં છેલ્લા જીવને નજરમાં રાખીને પ્રભુકૃપાનો પ્રસાદ સહજ રીતે પહોંચેછે. આ વાત શાસ્ત્રોએ કહી છે. ભક્ત... Continue Reading →
: સંતવાણી સમીપે : દિલમાં દીવો કરો રે : દિલમાં દીવો કરો :
નૂતન વર્ષને આવકારવાનો સમય છે. ભર્તુહરી મહારાજ કહે છે તેમ કાળ પસાર થતો નથી. આપણે જ પસાર થઇ રહ્યા છીએ. (કાલો ન યાતા વયમેવ યાતા) આપણું દૈનિક જીવન અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે જોતજોતામાં પસાર થાય તે સ્વાભાવિક છે. આમ છતાં દરેક દિવસને એક નવી તાજગી હોય છે. કવિ શ્રી મકરંદ દવે કહે છે તેમ... Continue Reading →
: ભગવત ગુણ ભંડાર : સુકૃત્યોનું ગિરી શ્રુંગ : લોકહૃદયના સિહાસને બીરાજતા રાજવી
સાહિત્યની એક જાણીતી ઉક્તિનો પ્રયોગ કેટલાક વિદ્વાનોએ ડૉ. રાધાક્રિષ્નન, રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા ત્યારે કરી હતી. આ ઉક્તિ પ્રમાણે એવા દેશોનો વિકાસ થાય છે જ્યાં રાજા ફિલોસોફર હોય અને ફિલોસોફર રાજા હોય. આ વાત ડૉ. રાધાક્રિષ્નનના કિસ્સામાં જેમ યથાર્થ હતી તેજ રીતે આપણી માટીમાંથી પ્રગટેલા અને મહોરેલા રાજવી ભગવતસિંહજીને બરાબર બંધ બેસતી આવે છે. કોઇ... Continue Reading →
શુભેચ્છા – સંદેશ
પાટનગર પ્રકાશને દિવાળીના પવિત્ર તહેવારોના સંદર્ભમાં હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સમાચારપત્રોનો પ્રારંભ કર્યા બાદ તેને નિયમિત રીતે ચલાવવું તે મુશ્કેલ કાર્ય છે. તેવી જ રીતે પ્રકાશનનું ધોરણ તથા તેની સર્વગ્રાહિતા જાળવવાનું કામ પણ તેટલું જ મુશ્કેલ છે. પાટનગર પ્રકાશ આ બન્ને કસોટીઓમાં નક્કર રીતે સફળ થયું છે તેમ કહેવામાં અતિષ્યોક્તિ નથી. ભાઇશ્રી ભરતભાઇ કવિને પોતાની... Continue Reading →
: સંતવાણી સમીપે : દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી :
શોષિતો તથા પિડિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે ઊંચો... Continue Reading →
: સંતવાણી સમીપે : માથે કાળી રાતનું ધાબું : માગી તાગી કર્યો એકઠો સાબુ :
શોષિતો તથા પિડિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે ઊંચો... Continue Reading →
ક્રાંતિના યુવા મશાલચી : નિરંજન વર્મા
ક્રાંતિવિર કેશરીસિંહજી બારહઠ તથા તેમના લધુબંધુ જોરાવરસિંહજીની પંગતમાં અધિકારપૂર્વક બેસી શકે તેવા નિરૂભાઇ-નિરંજન વર્મા (નાનભા બારહઠ) ઇતિહાસનું એક વિસ્મૃતિ પામેલું પણ પ્રાણવાન પાત્ર છે. દેશની મુક્તિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તેમની જીવનગાથા અજર-અમર રહેવા સર્જાયેલી છે. સાડાત્રણ દાયકાના ટૂંકા છતાં ઘટના સભર જીવનમાં તેઓ સાડાત્રણ સૈકાઓની સુગંધ પ્રસરાવીને ગયા. જામનગર જીલ્લાના રાજડા ગામે બાદાણી... Continue Reading →
: સંતવાણી સમિપે : : ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું :
કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’... Continue Reading →
: વધી તોલે વાણીયાં… તારી લેખણ મેઘાણી :
હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી એજ સૂરોના ઇમાની ભાઇ ! ગાયા કર ચકચૂર જી – જી શબદના વેપાર આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી તે દી શબદ તણખા ઝરે રગ રગ કડાકા થાય જી – જી શબદના વેપાર શબદ – તણખે સળગશે સૂની ધરણીના નિ:શ્વાસ જી તે દી... Continue Reading →
: વિજ્ઞાનના વિક્રમાદિત્ય : વિક્રમ સારાભાઇ :
અંબાલાલ સારાભાઇ, તેમના ધર્મપત્ની સરલાદેવી તથા અનસૂયાબેન સારાભાઇને ત્યાં મહેમાનોની ખોટ ન હતી. દેશભરમાંથી અનેક મહાનુભાવોને અમદાવાદના સારાભાઇ કુટુમ્બના મહેમાન થવાનું ગમતું હતું. ૧૯૨૪ માં ગુરૂદેવ ટાગોર સારાભાઇ કુટુમ્બના મહેમાન થયેલા. તે વખતનો એક પ્રસંગ નોંધાયો છે. યજમાન અંબાલાલભાઇના પાંચ વર્ષના પુત્ર વિક્રમને જોઇને કહ્યું : ‘‘આ બાળક અસાધારણ મેઘાસંપન્ન છે.’’ ગુરૂદેવની ભવિષ્યવાણી સાચી... Continue Reading →