કાળની એ ક્ષણો ધન્ય બની હશે કે જ્યારે ગઇ સદીના બે વિરાટ મહામાનવીઓ ગુજરાત – અમદાવાદમાં મળ્યા હશે. માત્ર કોઇ એક પ્રદેશનો નહિ પરંતુ વિશ્વમાં વસતો અને શ્વસતો કોઇ પણ માનવ જેના અનુગામી હોવાનું ગૌરવ અનુભવે તેવા કવિગુરુ ટાગોર તથા મહાત્મા ગાંધીના મિલનની તથા તેમના વૈચારીક આદાન-પ્રદાનની વાતો મહાદેવભાઇ સિવાય આપણાં સુધી કોણ પહોંચાડી શક્યું ... Continue Reading →
: સંતવાણી સમીપે : ‘‘ ભલે હો રાત કાળી : આપ દીવો લઇ ઊભા જો ! ’’ :
કોઇપણ જીવંત વ્યક્તિને સમુદ્રનું અનેરું આકર્ષણ હોય છે. જો આવી વ્યક્તિ કવિ હોય અને ક્રાંતિકારી પણ હોય તો વિશાળ તથા અફાટ વારિધિ તરફનું આકર્ષણ વિશેષ રહે છે. સંપૂર્ણ બંધક હોવા છતાં એકાદ ડઝન શસસ્ત્ર સૈનિકોથી ઘેરાયેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર – ૨૮-૦૫-૧૮૮૩ થી ૨૬-૦૨-૧૯૬૬) સમુદ્રના પાણી ઉપર મંગળમય સૂર્ય કિરણોનું નૃત્ય નિહાળતા હતા. કવિ... Continue Reading →
: સંતવાણી સમીપે : સોમનાથને દ્વારકેશ : એ પશ્ચિમ કેરા દેવ :
દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી ગુજરાત... Continue Reading →
: સંસ્કૃતિ :: ‘‘ સરફરોંશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ ’’ :
એકજ કુટુંબના ત્રણ ત્રણ ભાઇઓ દેશને આઝાદ કરવા માટે પોતાના જીવન ન્યોછાવર કરે તો તેને અસાધારણ વીરતાની ઘટનાજ ગણવી પડે. વીર સાવરકર તથા ચાફેકર બંધુઓની કથા આવીજ છે. બન્ને કુટુમ્બો મહારાષ્ટ્રની વીર ભૂમિના સંતાનો છે. રાજસ્થાનના કવિ તથા ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠની કથા પણ આવાજ ઉજળા ઉદાહરણ સમાન છે. કેશરીસિંહજી પોતે, તેમના લઘુ બંધુ તથા... Continue Reading →
: સંસ્કૃતિ : એવા કોઇ દરવેશ : જેના કાળ સાચવે પગલાં :
ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગર રાજ્યના લોકની સુખાકારીને ધ્યાનમાં રાખીને થતો વહીવટ એ તે સમયમાં તેમજ આજે પણ તેટલીજ સુવિખ્યાત વાત છે. વહીવટની આ પધ્ધતિમાં ખૂબીઓતો અનેક જોવા મળે છે, પરંતુ તેમાં શિરમોર જેવી બાબત એ સંવેદનશીલતાની છે. જે વહીવટમાં સંવેદનશીલતા હોય તે વહીવટ વિશેષ લોકાભિમુખ બની શકે છે. સર પટ્ટણીના જીવનમાં ડગલે... Continue Reading →
: સંસ્કૃતિ :: ડૉ. જીવરાજ મહેતા : મૂઠી ઊંચેરા માનવી :
ગુજરાત રાજ્યની સ્થાપનાનો પવિત્ર દિવસ અનેક સ્મૃતિઓને ફરી યાદ કરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સફળતાથી ગાંધીજીના નેતૃત્વમાં પૂરો થયા પછી ગુજરાતે એક દોઢ દસકામાં જ બીજો સંગ્રામ લડવો પડશે તેની કલ્પના પણ ન હતી. ગુજરાતે જે સંઘર્ષ કરવો પડ્યો તે વિશેષ કઠીન પણ હતો. આઝાદી પ્રાપ્ત કરવાનો સંઘર્ષ તો વિદેશી શાસકો સામે હતો. સમગ્ર દેશ પરાધિનતાની... Continue Reading →
: સંતવાણી સમીપે : : હવે મુઠ્ઠીમાં ગગન : અમે બસ ગાયા કરીએ :
નવસારી નગરની આ વાસ્તવિક ઘટના દેશ આઝાદ થયો તે ઐતિહાસિક સમયની છે. નગરના રેલવે સ્ટેશનથી નજીકની એક કેબીનમાં કોઇક કારણોસર આગ લાગી. ‘‘તમાશાને તેડું ન હોય’’ તે કહેવત જેવી સ્થિતિ સામાન્ય રીતે અનેક જગાએ જોવા મળે છે. અહીં પણ તેમજ બન્યું. લોકોનું ટોળું એકઠું થયું. અહીં એકઠા થયેલા લોકો આગ વિશે તેમજ તેની અસર અંગે... Continue Reading →
: સંસ્કૃતિ :: સાચાં શબદના પરમાણનો સંત કવિ :
મેઘાણીભાઇ સંતવાણી-ભજન સાહિત્યનું અનોખું મહત્વ આંકતા કહે છે કે લોકસાહિત્યને જો વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ તો તે લોકવાણીનો અંતિમ પરિપાક એ ભજનવાણી છે. જીવનની સંધ્યાએ મેઘાણીભાઇ ભજન સાહિત્ય સાથે વિશેષ તાદાત્મ્ય અનુભવતા હતા. મહેન્દ્રભાઇ મેઘાણી લખે છે કે ભજન સાહિત્યની સૃષ્ટિમાં ઝવેરચંદ મેઘાણીના પ્રાણ જે વિરામ અનુભવી રહયા હતા તેવો જ અનંત વિશ્રામ તેમના દેહે... Continue Reading →
: સંતવાણી સમીપે :: અણમૂલાંને વણમૂલ આપે : જીઓ ખરીદણહાર :
સાખી તારી સાખમાં લિખતા આવે મોજ, સરોદ હરીની સાખીએ ફગવે જગનો બોજ. સાંપ કાચળી ઉતારે તેવી સહજતા અને સ્વાભાવિકતાથી ‘‘સરોદ’’ જગનો બોજ ફગાવીને પ્રયાણ કરી ગયા. આજીવન શબદ – સુરતાનો યોગ સાધીને ભાતીગળ રીતે ભજનાનંદમાં જીવ્યા. તેઓ ગયા ત્યારે મિત્રોને અણધાર્યો આંચકો આપીને ગયા. આ મહીનામાં જ(એપ્રીલ-૧૯૭૨) અમદાવાદના એક મુશાયરામાં કવિની હાજરી હતી. મુશાયરામાં... Continue Reading →
: સંસ્કૃતિ :: ખાકની મૂઠી ભરી રાજી થનારાઓની વીર કથા :
સૌરાષ્ટ્ર – કચ્છના રાજવીઓની શાસન અંગેની એક આગવી પ્રણાલિકા રહી છે. વિચારશીલ રાજવીઓએ કેટલાક મહત્વના તથા પ્રજાહિતના નિર્ણયો કરીને કેટલીક સંસ્થાઓ તથા સુયોગ્ય વ્યક્તિઓને ઉદારતાપૂર્વક સહાય કરી છે. આવા શાસકોની કીર્તિ આજે પણ ગીતોમાં વણીને ગાવામાં આવે છે. રાવ લખપતજી વ્રજભાષા પાઠશાળા, ભૂજ કે શિશુવિહાર ભાવનગર જેવી સંસ્થાઓ જે તે સમયના રાજવીઓની દીર્ઘદ્રષ્ટિ સિવાય સ્થાપવી... Continue Reading →