: સંતવાણી સમીપે :: જીવન અંજલિ થાજો : મારું જીવન અંજલિ થાજો :

બુલ્લેશાહે લખેલું છે : માટી જોડા, માટી ઘોડા, માટીદા અસવાર, માટી માટીનૂ મારન લાગી, માટી દે હથિયાર ! બુલ્લેશાહની આ લાગણીનો - અનુભૂતિનો પડઘો સર્વોદયની વિચારધારાના સુવિખ્યાત સમર્થક દાદા ધર્માધિકારીના નિવેદનમાં પડતો જોઇ શકાય છે. જીવનના સંધ્યાકાળે દાદા પોતાની ડાયરીમાં એક નિવેદન લખી રાખે છે. દાદા લખે છે : ‘‘ જ્યાં મારું મરણ થાય ત્યાંજ... Continue Reading →

: સંતવાણી સમીપે : સાગરના ઘૂઘવાટે દીઠો : વાયુના સૂસવાટે દીઠો :

ગુજરાત રાજ્યની સ્થાપનાના શુભ દિવસે જ પુસ્તક મેળાનું વિસ્તૃત આયોજન અમદાવાદમાં થાય તે સમાચાર ઉત્સાહપ્રેરક લાગે તેવા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આયોજિત પ્રયાસોને કારણે તથા ગુજરાત યુનિવર્સિટીના સુવિધપૂર્ણ ઈન્ફાસ્ટ્રક્ચરને કારણે આ પુસ્તક મેળો વિશેષ આકર્ષક તથા અર્થસભર બને છે. નવી પેઢીમાં વિવિધ વિષયોના પુસ્તકોની વાચનની ભૂખ ઉઘડે તે દિશાના આ પ્રયાસને સાર્વત્રિક આવકાર મળે છે. સાહિત્યકારો-પત્રકારો-લોકકલાકારો... Continue Reading →

: સંસ્કૃતિ : કવિ જન્મ લે છે :  ન તે મૃત્યુ પામે :

સંસ્થાઓની સ્થાપના ઉમદાહેતુઓને ધ્યાનમાં લઈને કરવામાં આવે તથા તેના સંચાલન માટે યોગ્ય સાધનો તથા માનવબળ જોડવામાં આવે તો આવી સંસ્થાઓનું યોગદાન ઐતિહાસિક રીતે મહત્વનું તથા તેના હેતુઓને સિધ્ધ કરતુ ઉપયોગી અને યાદગાર બની રહે છે. કચ્છની રાવ લખપતજી પાઠશાળા કે ક.મા. મુનશીનું ભારતીય વિદ્યાભવન તેના બે ઉજળા ઉદાહરણો છે. આજ રીતે જુનાગઢમાં તે સમયની સૌરાષ્ટ્ર... Continue Reading →

: સંસ્કૃતિ : શુભ્ર ખાદી વસ્ત્રોમાં નિષ્કલંક જીવન : જયાબહેન શાહ :

વજુભાઇ શાહે કહેલા શબ્દો કાન માંડીને સાંભળવા જેવા છે :  ‘‘ રચનાત્મક કાર્યકર્તાઓએ ગંભીરતાથી વિચારવાનું તથા તપાસવાનું છે કે લોકો માટેના પ્રેમનું અખંડ ઝરણું તેમનામાં વહી રહ્યું છે ખરું ! જો તેમ ન હોય તો દીવા વિનાનું ઘર તથા પાણી વિનાના કૂવા જેવી એમની સ્થિતિ થશે. ’’ વજુભાઇની આ અર્થસભર શિખ થકી ઘણાં કાર્યકર્તાઓને દિશા... Continue Reading →

: સંસ્કૃતિ : શ્યામની બા : વિશ્વપ્રેમનું ઉદૃાત ઉપનિષદ : 

સ્નાન કરીને ભીંજાયા પછી બાળક સાને ગુરુજી માના સ્નેહમાં ભીંજાયા. ભગવાનની પૂજા-પ્રાર્થના માટે બેસતા પહેલાં પગ ચોખ્ખા હોવા જોઇએ. બાળકના પગ દોડધામને કારણે થોડા ગંદા પણ થયા હોય. માનો પાલવ પાથરીને બાળક પગ લૂછી કાઢે છે. ત્યારપછી જ પ્રાર્થનામાં બેસે છે. માના વાત્સલ્યમાં સાડલો બગડશે તે વાતને સ્થાન ન હતું. પરંતુ પછી દીકરાને સ્નેહથી સમજાવતાં... Continue Reading →

: સંસ્કૃતિ :: કવિગુરુના કાવ્યલોકમાં :

       ઝાકળના નાના – નગણ્ય બિંદુને પણ સૂર્યત્વ પામવાની અભિલાષા ધરાવવાનો હક્ક છે તેવી રમણીય કલ્પના કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર સિવાય બીજું કોણ કરી શકે ! મે મહીનામાં કવિગુરુનો જન્મ તેથી તેમની અનેક અમર રચનાઓને પુન: વાગોળવાનો તથા માણવાનો આ વિશેષ સમય છે. કવિવર ટાગોરની મૂળ રચનાઓ આપણી ભાષામાં લાવવાનો ઉપકાર રાષ્ટ્રીય શાયર મેઘાણીએ આપણી ઉપર... Continue Reading →

: સંતવાણી સમીપે :: જલબિંદુ હે જલબિંદુ : સૂરજ બોલે સુણબંધુ ! :

       કાળની એ ક્ષણો ધન્ય બની હશે કે જ્યારે ગઇ સદીના બે વિરાટ મહામાનવીઓ ગુજરાત – અમદાવાદમાં મળ્યા હશે. માત્ર કોઇ એક પ્રદેશનો નહિ પરંતુ  વિશ્વમાં વસતો અને શ્વસતો કોઇ પણ માનવ જેના અનુગામી હોવાનું ગૌરવ અનુભવે તેવા કવિગુરુ ટાગોર તથા મહાત્મા ગાંધીના મિલનની તથા તેમના વૈચારીક આદાન-પ્રદાનની વાતો મહાદેવભાઇ સિવાય આપણાં સુધી કોણ પહોંચાડી... Continue Reading →

: સંસ્કૃતિ :: વેલો આવ્યો વીર : સખાતે સોમૈયા તણી :

       લોકોની શ્રધ્ધાનું જે કેન્દ્રસ્થાન હોય તેવા સ્થાનનું ગૌરવ જાળવવામાં લોકો કદી પાછું વાળીને જોતાં નથી. લોકની પ્રબળ ઇચ્છાશક્તિના કારણે જે તે સમયે રાજ્યસત્તા પણ આવા કાર્યો હાથ ધરવા સક્રિય બને છે. સોમનાથની કથા એ આ વાતનું ઉજ્વળ ઉદાહરણ છે. હમીરજી ગોહિલની વીરકથા સોમનાથની ગૌરવપૂર્ણ કથાનું અભિન્ન અંગ છે. લોકકવિઓએ તેમની સર્જનશક્તિના મેઘધનુષ આ કથામાં... Continue Reading →

: સંસ્કૃતિ :: એવા કોઇ દરવેશ : જેના કાળ સાચવે પગલાં :

       ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગર રાજ્યના લોકની સુખાકારીને ધ્યાનમાં રાખીને થતો વહીવટ એ તે સમયમાં તેમજ આજે પણ તેટલીજ સુવિખ્યાત વાત છે. વહીવટની આ પધ્ધતિમાં ખૂબીઓતો અનેક જોવા મળે છે, પરંતુ તેમાં શિરમોર જેવી બાબત એ સંવેદનશીલતાની છે. જે વહીવટમાં સંવેદનશીલતા હોય તે વહીવટ વિશેષ લોકાભિમુખ બની શકે છે. સર પટ્ટણીના જીવનમાં... Continue Reading →

: સંતવાણી સમીપે :: જે માગે તેને તે આપે : એવો માધવ ભોળો :

       જીવનના ત્રીજા દાયકામાં આયખું વ્યતિત કરનાર એક યુવાન રાજકોટ નગરમાં આજના પ્રમાણમાં ઓછા ધાંધલિયા વાતાવરણમાં ચાલ્યો જાય છે. યુવાનીમાંજ જીવનનો થાક અનુભવનાર આ જુવાનના મનમાં બેકાર હોવાનો થાક છે. જગતના કોઇ પણ યુવાનને કોઇ પ્રવૃત્તિ મળે નહિ અથવા તે શોધી શકે નહિ તો તેનો થાક તથા તેમાંથી પેદા થતો અભાવ અંતરના ઊંડાણ સુધી ખટક્યા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑