: ક્ષણના ચણીબોર : આભને થોભ દેનારા મોંઘેરા માનવી :

૨૦૧૫ના વર્ષમાં આપણે કેટલાક આજીવન કર્મશીલોને ગુમાવ્યા. શ્રી નારાયણ દેસાઇ તથા શ્રી રજની કોઠારીની વસમી વિદાયને કળ વળે તે પહેલા શ્રી સનત મહેતા અચાનકજ કાયમી એકઝીટ કરી ગયા. જીવનની સંધ્યાના સમયે પણ આ બધા મહનુભાવોએ સમાજ જીવનની સ્વસ્થતા જળવાઇ રહે તેમજ વિશાળ જન સમૂદાયની  ચેતના ધબકતી રહે તે માટે નિરંતર પ્રયાસો કર્યા. હાર, થાક કે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : પંડિત સુખલાલજી : માનવ પુરુષાર્થનો મહાગ્રંથ :

માનવ પુરુષાર્થની મહાકથા સમાન જીવતર જીવી જનાર પંડિત સુખલાલજીને સંવત્સરીના પ્રસંગેયાદ કરીને તેમના ઉજળા જીવનને વંદન કરવાનો તથા પ્રેરણા લેવાનો પ્રસંગ છે. પંડિતજીને સંત કબીર જેવા મૌલિક તથા ક્રાંતિકારી સંત તરીકે ઓળખાવીને વાડીલાલ ડગલીએ યોગ્ય સરખામણી કરી છે તેમ કહી શકાય. જીવનના સાર્થક ૭૫ વર્ષ પૂરા કર્યા ત્યારે ૧૯૫૭ માં પંડિત સુખલાલજીનું સ્વયંભૂ જાહેર અભિવાદન... Continue Reading →

: ક્ષણના ચણીબોર : બનારસ અને બળવંતરાય :

સબ સુખીહો ભદ્ર સબહો,  પુણ્ય દેશ પુકારતા હૈ,  ‘‘ભાવરંગ’’ સ્વભાવત:  યહ ભારતીય ઉદારતા હૈ ! ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય... Continue Reading →

: ક્ષણના ચણીબોર : વળાવી બા આવી : પડી બેસી પગથિયે :

જેમનું જીવન અને કવન એ બન્ને સરળ તથા લોકાભિમુખ હોય તેવા ગુજરાતના સર્જકોની યાદી તૈયાર કરીએ તો કવિ ઉશનસનું નામ તેમાં અગ્રસ્થાને મૂકવું પડે. કવિ હસિત બૂચ કહેતા કે આપણાં કવિ ઉશનસને કવિ ઉમાશંકર જોશીની હરોળમાં બેસારી શકાય તેવા મોટા ગજાના સર્જક છે.  મુજ કવનો જૂજવી જૂજવી ક્ષણો. રાજ્ય સરકારના એક વલસાડમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં... Continue Reading →

: ચારણી, સાહિત્ય અને ડિજીટલાઇઝેશનઃ  વિશાળ સંભાવનાઓનો વણખેડાયેલો પ્રદેશ :

કોઇપણ દેશની પ્રજાને પોતાનો ઇતિહાસ સમજવાની તેમજ તેને જાળવી રાખવાની એક મહેચ્છા રહેતી હોય છે. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશુ શીખ્યા નથી. આ વિધાનની યથાર્થતા અંગેની ચર્ચા બાજુ પર રાખીએ તો પણ એમ કહી શકાય કે ઇતિહાસ જાળવવાની તેમજ તેને પ્રસંગોપાત વાગોળવાની એક વૃત્તિ... Continue Reading →

: મળતાં… હળતાં… : કાગધામમાં રામકથાના મધુરાં ગાન :

ડૉ. મીણલબેન ચેડ (વરસડા) ઘણાં હાજર જવાબી છે. કાગધામની કથામાં કોઇએ એમને પૂછ્યું કે કથા દરમિયાન ક્યાં રહો છો ? તરતજ જવાબ આપ્યો : અમે તો ચરજ ગલીમાં મોજથી રહીએ છીએ ! ચરજગલી ? કદાચ આ રળિયામણા શબ્દ થકી કાગધામની રામકથામાં નિવાસ માટેની વ્યવસ્થા માટે બાંધવામાં આવેલા સુવિધાપૂર્ણ તંબુઓ તરફ તેમનો ઇશારો હતો. આ તંબુઓમાં... Continue Reading →

: સંતવાણી સમિપે : : ગંગાનુંય મલિન પાણી તજીએ : તે રાજહંસો અમે :

લાઠીના રાજવી કવિ કલાપીના ભલામણ પત્રના કારણે ભાવનગર મહારાજાએ કવિ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીને પેન્શન બાંધી આપેલુ. આ કવિ તેમના નિજાનંદી તોરના કારણે ‘‘ મસ્તકવિ‘‘ તરીકે જાણીતા બન્યા હતા. મહારાજા ભાવસિંહજીના શાસનનો આ સમય હતો. (ઇ.સ.૧૮૭૫ થી ૧૯૧૯) તે સમયે મહારાણી નંદકુંવરબા પોતાના તંત્રીપદે ‘‘બ્રિટિશ અને હિન્દી વિક્રમ’’ નામે સામયિક ચલાવતા. એકવાર મહારાણીએ મસ્તકવિને બોલાવીને સૂચના... Continue Reading →

: સંતવાણી સમિપે : વિશ્વતણો મધુકોશ ભરું : ચૌદ લોક ટહુકાર કરું :

ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાલય તથા ગુજરાત વિદ્યાપીઠમાં જેમના સંસ્કારબીજ રોપાયા હોય તે માનવીમાં મૂલ્યનિષ્ઠા તથા કર્તવ્ય પ્રતિ જાગૃતિ હોય તે સ્વાભાવિક છે. કૃષ્ણલાલ શ્રીધરાણી આવા એક સદભાગી વ્યક્તિ હતા. દેશના મુક્તિ સંગ્રામમાં જોડાવાના સંસ્કાર તથા પ્રેરણા તેમને આ બન્ને સંસ્થાઓના માહોલમાંથી મળી હતી. તેથી દાંડીકૂચની અળગા રહેવું તેમના માટે મુશ્કેલ હતું. આ સમય જાગૃતિનો હતો. આ... Continue Reading →

: સંસ્કૃતિ : : એવા રે મળ્યા જોગીયા : જેના હૈયે હરિવરનો જોગ :

હરિભક્તોને ત્યાં શુભપ્રસંગ હોય ત્યારે સાધુઓના ચરણે શ્રધ્ધા તથા વિવેક સાથે સાધુને ઉપયોગી થાય તેવી નાની મોટી ચીજવસ્તુ ભેટ સ્વરૂપે ધરવાની આપણી એક વણલખી પ્રથા છે. તેમાં સમર્પણનો ભાવ છે પરંતુ આપવાનો અહમ્ નથી. આવા એક પ્રસંગે હરિભક્તો સાધુઓને ધોતિયાં ઓઢાડતા હતા. પ્રજ્ઞાવાન જોગી સ્વામી ધોતિયાં ઓઢવાના પ્રસંગે દેખાયા નહિ એટલે પૂછપરછ શરૂ થઇ. સ્વામી... Continue Reading →

: સંસ્કૃતિ : મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર ! :

ગાંધીયુગના અનેક તેજસ્વી તારલાઓમાં કવિ તથા પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું નામ કદી વિસ્મૃત થાય તેવું નથી. જીવનના પાંચ દાયકા પણ પૂરા થાય તેની રાહ જોયા સિવાય કવિ ગયા. ટૂંકા જીવનમાં પણ સાહિત્ય તથા પત્રકારત્વના ક્ષેત્રમાં નવા પરિમાણો સ્થાપીને ગયા. દેશના મુક્તિ સંગ્રામના કાળના સુવિખ્યાત પત્રકાર અમૃતલાલ શેઠની કર્તવ્યનિષ્ઠા તેમજ નિર્ભયતાના ગુણો કૃષ્ણલાલ શ્રીધરાણીમાં પણ જોઇ શકાય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑