ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારીજીએ આધુનિક શિક્ષણના એકાંગિપણા તરફ ધ્યાન દોરીને ચિંતા વ્યક્ત કરી હતી. શિક્ષણનો હેતુ બાળક કે કિશોરનો સર્વાંગી વિકાસ કરવાનો હોય તો શિક્ષણ ખરા સ્વરૂપે સાર્થક બને છે. શિક્ષણ જો જીવન સાથે તથા જગત સાથે જોડાયેલું ન હોય તો તેનો પ્રસાર થવા છતાં સમાજને લાભ મળી શકતો નથી. દક્ષિણામૂર્તિ... Continue Reading →
: સંસ્કૃતિ : વીર ભૂમિના વીર પુત્રો :
વિશ્વમાં ઘણી લોકશાહી વ્યવસ્થાના બાળમરણ થયા છે. આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે વૈવિધ્યતા તેમજ વિશાળતા ધરાવતા આપણાં દેશની લોકશાહી રાજ્ય વ્યવસ્થા લાલકિલ્લાની જેમ અડિખમ તથા ઉન્નત મસ્તકે ઊભી છે. આ સામાન્ય ઘટના નથી. આપણી સંસદીય લોકશાહીના સુચારુ સંચાલન માટે ઊભી કરવામાં આવેલી તથા વિકસાવવામાં આવેલી સંસદીય પ્રથાઓ તથા સંસ્થાઓ છેલ્લા સાત દાયકાથી મજબૂત રીતે કાર્યરત છે.... Continue Reading →
: સંતવાણી સમિપે : શ્વાસ છેલ્લેરો ભરી જેમણેઃ આ જગતની ચિંતા કરી :
૨૦૧૫ના વર્ષમાં અનેક નાગરિકોના હૃદયને આંચકો આપી જાય તેવા તેજોમય વિચારકોએ પોતાની ભાતીગળ જીવનલીલા સંકેલીને કાયમી પ્રયાણ કર્યું. હજુ તો આર. કે. લક્ષ્મણ તથા રજની કોઠારીના મહાપ્રયાણને કળ વળે ન વળે ત્યાં ગાંધીના ખેપીયા નારાયણ દેસાઇની વિદાયથી સમાજે પોતાની અમૂલ્ય સામૂહિક સંપતિ ગુમાવી હોય તેવો ભાવ વ્યાપક રીતે જોવા મળ્યો. સમાજની સ્વસ્થતાની ચિંતા પોતાના છેલ્લા... Continue Reading →
: સંતવાણી સમિપે : હોડીને દૂર શું? નજીક શું?:
વિદેશમાં શિક્ષિત થઇને આવેલા યુવાન વર્ગીસ કુરિયન ભારત સરકારના મંત્રાલયમાં નોકરીની પૂછપરછ માટે જાય છે. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વિદેશમાં ડેરી એન્જિનીયરીંગ ભણીને આવેલા કુરિયન માટે સરકારની નોકરી અનિવાર્ય હતી. મંત્રાલયના ઉપસચિવ કુરિયનને કહે છે: ‘‘ તમારે આણંદ જવાનું છે.’’ આણંદ વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન ધરાવનાર યુવાન કુરિયન કહે છે : ‘‘આણંદ ક્યાં... Continue Reading →
સંતવાણી સમિપે : : પગ પગ ભમ્યા પહાડઃ ધરા છાંડ રાખ્યો ધરમ :
બ્રિટીશરોની સત્તા તથા પ્રભાવનો સૂર્ય વિશ્વના અનેક ભાગો પર પથરાયેલો હતો. સ્વાધીનતાની વાત એ પરાધીન દેશના લોકોનું પ્રિય સ્વપ્ન હતું. અલબત્ત, આ સ્વપ્ન કયારે તથા કયા માર્ગે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે તે બાબતમાં વ્યાપક અનિશ્ચિતતા હતી. અંગ્રેજો પોતાની સત્તાનો પ્રભાવ વિસ્તરે તથા મજબૂત બને તે માટે નિરંતર પ્રયાસ કરતા રહેતા હતા. દેશની આ સ્થિતિની પૂર્વભૂમિકામાં... Continue Reading →
: સંસ્કૃતિ : માન મોદ સીસોદ ! રાજનીતિ બલ રાખણો :
રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ પ્રાર્થના કરતા લખે છેઃ સામ્રાજય શકિત શત્રુ વહી સર્વસ્થ થા સો ગઢ ગયા, પ્રિય વીર પુત્ર પ્રતાપ સા વેદી બલિ પર ચઢ ગયા ! ભ્રાત જોરાવર હુવા પ્યારા નિછાવર પથ વહી, પતિત-પાવન દીનબંધો ! શરણ ઇક તેરી ગહી સ્વાતંત્રય સંગ્રામની વેદી પર અનેક વીરોના ઉજવળ બલિદાનો દેવામાં આવ્યા તેમાં... Continue Reading →
: સંસ્કૃતિ : મૂળિયા હલાવી નાખે એવી કથાઓ : સત્યકથા :
ત્રિભુવન પ્રેમશંકર ભટ્ટ - મસ્તકવિના માતા સકારણ ચિંતામાં છે. તેમના પતિ અને મસ્તકવિના પિતા મરણપથારીએ છે અને તેમની આંખમાંથી શ્રાવણ - ભાદરવો નીતરે છે. પોતાના પતિ પ્રેમશંકરને તેમના પત્ની અમૃતબાઇ કહે છે કે અંતકાળે તો માયામાંથી મન કાઢીને પરમ તત્વ સાથે તેને જોડવું જોઇએ. ભટ્ટજી પોતાની ચિંતાનું કારણ સમજાવતાં કહે છે કે તેમની આ સંસારથી... Continue Reading →
: સંસ્કૃતિ : સહકાર સપ્તાહમાં ર્ડા.વર્ગીસ કુરિયનની સ્મૃતિ :
૧૯૫૪ના ૧૫મી નવેમ્બરના રોજ અમૂલ(આણંદ)માં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ રાજયના તમામ દૂધ ઉત્પાદકો માટે ગૌરવનો તેમજ નૂતન આત્મવિશ્વાસનો હતો. ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નવી ડેરીના ભૂમિપૂજનનો આ ભવ્ય પ્રસંગ હતો. એક એવો ડેરી પ્લાન્ટ કે જેની માલિકી સ્વયં ખેડૂતો-ઉત્પાદકો ધરાવતા હતા. સમગ્ર દૂધના વેપારમાં થતા વ્યાપક શોષણ તેમજ ઇજારાશાહીનો સૂર્યાસ્ત થતો નજરે દેખાતો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ઊભું વરસ દિવાળીજ રે : જેના રુદિયામાં રામ :
નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →
: ક્ષણના ચણીબોર : હોડીને દૂર શું ? નજીક શું ? :
૧૯૫૪ ના નવેમ્બરની ૧પમી તારીખે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ – આણંદ)ના વિશાળ પરિસરમાં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ ખેડા જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો – ખેડૂતો માટે આનંદ તેમજ ગૌરવનો હતો. દૂધ ઉત્પાદકોમાં જાગેલો એક નૂતન આત્મવિશ્વાસ દેશના અનેક લોકો જોઇ શકતા હતા. અમૂલના નવા ડેરી પ્લાન્ટનું આ દિવસે ડૉ.... Continue Reading →