કેદારનાથજીના ઉલ્લેખ સિવાય ગાંધીયુગની આકાશગંગાના તેજસ્વી તારલાઓનું દર્શન અધૂરુ રહે છે. ગાંધીજીના અડીખમ સાથી ઉપરાંત સંતોની સાદગી તથા સંયમભર્યા જીવનના નાથજી સીધા પ્રતિનિધિ હતા. આથીજ ગાંધી વિચારના સમર્થ પથદર્શક નારાયણ દેસાઇ નાથજીને “આધ્યાત્મિક જગતના આઇન્સ્ટાઇન” કહે છે. સાદા-સંયમી તથા આજન્મ ઉપાસકને છાજે તેવું જીવન જીવી જનાર કેદારનાથજીના જીવનની કરુણાની ક્ષિતિજો ખૂબ વિસ્તાર પામેલી હતી. એમનો... Continue Reading →
: વાટે….ઘાટે…. : : બ્રહ્માનંદ સ્વામી અને ભૂજની વ્રજભાષા પાઠશાળા :
વ્રજભાષા પાઠશાળા - ભૂજ (કચ્છ)માં સાહિત્ય - સંગીત તેમજ અનેક વિદ્યાઓની જાણકારી ખાણ (રાજસ્થાન)ના કવિ લાડુદાનજીએ પ્રાપ્ત કરી છે. અભયાસ પૂર્ણ થયા બાદ પાઠશાળાના નામને ઉજ્વળ કરી શકે તેવા આ સમર્થ કવિ અનેક નાના-મોટા રાજવીઓના દરબારમાં જાય છે. કવિ પોતાની યશસ્વી વિદ્યા તેમજ ઊંચી બુધ્ધિ પ્રતિભાના કારણે અનેક રાજવીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આદર- સત્કાર પામે... Continue Reading →
: વાટે….ઘાટે…. : : સંસ્કૃતિ પુરુષ : કાકા સાહેબ કાલેલકર :
શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા. કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ... Continue Reading →
: ભાગ્ય બડા તો રામભજ : બખત બડા કછુ દેહ :
મહેસાણા જિલ્લાના જોટાણા ગામના ધાનડા શાખાના ચારણ અને આજીવન શિક્ષક ત્રિકમભાઇ સદૈવ કર્મશીલ રહેલા છે. શિક્ષણ એ તેમના રસનો મૂળ વિષય પરંતુ જીવનના બીજા અનેક ક્ષેત્રોમાં પણ તેમણે યોગદાન આપેલુ છે. તેમણે કરેલા અનેક કામોમાં પવિત્ર હરિસર ગ્રંથના ભાષાંત્તરનું કામ અનન્ય છે. ત્રિકમભાઇ આપણા સૌના અભિનંદનને પાત્ર છે. અનુવાદકનું કાર્ય હંમેશા કપરું હોય છે. કારણ... Continue Reading →
: વાટે….ઘાટે…. :: માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :
ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ,... Continue Reading →
: સંસ્કૃતિ : : સંસ્કૃતિ પુરુષ : કાકા સાહેબ કાલેલકર :
શાંતિનિકેતનના યુવાન અધ્યાપક દત્તાત્રેય બાલકુષ્ણ કાલેલકરને ગાંધીજીનો મેળાપ થયો. કોઇ અનેરા આકર્ષણથી આ યુવાન ગાંધીજી તરફ સહજ ભાવે ખેંચાયા. પરિણામ સ્વરૂપે દત્તુબાબુની શાંતિનિકેતનથી સાબરમતી આશ્રમની યાત્રા સંપન્ન થઇ. ગુરુદેવની વિશ્વવિદ્યાલયના અધ્યાપક સદાકાળ ગાંધી વિચારના સક્રિય સમર્થક બની રહ્યા. દત્તાત્રેય ‘કાકાસાહેબ’ બનીને મહેકતા રહ્યા. ગુજરાતને એક ‘સવાઇ ગુજરાતી’ સાહિત્યકાર પ્રાપ્ત થયા. કાકાસાહેબની કલમે અનેક ક્ષેત્રોમાં ખેડાણ... Continue Reading →
: સંસ્કૃતિ :: માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે… :
ફળ પરથી વૃક્ષની અમાપ સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ,... Continue Reading →
: સંસ્કૃતિ : : દરબાર શ્રી ગોપાળદાસ : ‘‘આપ તો કાળના પિતા !’’ :
સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનાર ગાંધીજી સૌરાષ્ટ્ર – ગુજરાતની અનેક ઉજળી ઘટનાઓ સાથે સંકળાયેલા છે. ગાંધીજીની કચ્છ – કાઠીયાવાડની મુલાકાતોનું અલગ ઐતિહાસિક મૂલ્ય છે. ૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે... Continue Reading →
: સંસ્કૃતિ : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :
રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે : સંતાન સચ્ચે અભય હો તેરેહી તારન તરની હમ સામર્થ્યદે મા કર સકેં યહ સિધ્ધ ચારન બરન હમ બહોત સોયે ગાઢ નિંદ્રા ચાહતે જાગરન હમ સ્વાતંત્ર્યકી તુ મહાસાગર તેરે હી હૈ નિરઝરન હમ. વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : જશનામી જડશે નહિ : જૈમલ તારી જોડ :
જેમલ બીજી જોડ નજરું નાખ્યે નો મળી સવસાચી સરમોડ, છોરું તું સોરઠ તણું કૈં જન્મ્યા કૈં જનમશે લેખક લાખ કરોડ, (પણ) જહનામી જડશે નહિ જૈમલ તારી જોડ. કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા... Continue Reading →