: સંસ્કૃતિ : : મંત્રમુગ્ધ કરી દે તેવું અસ્તિત્વ : લોકનાયક જયપ્રકાશ :

દાદા ધર્માધિકારી જે.પી.ના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેને –    પ્રી – પઝેસીંગ – પ્રેઝન્સ – મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ કહે છે તેમાં પૂરેપૂરું તથ્ય છે. સંતતુલ્ય શૂચિતા એ જે.પી.ના વ્યક્તિત્વમાં સતત ડોકાતી રહે છે. ઓક્ટોબરની અગિયારમી તારીખે (૧૯૦૨) જે.પી.નો જન્મ થયો. યોગાનુયોગ એ વિજ્યાદસમીનો શુભ દિવસ હતો. આસુરી તત્વો પર લાંબા સંઘર્ષ પછી દૈવી... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ પ્રહલાદ પારેખ : સૌંદર્યનો શણગાર :

કોઇ એક ભાવક કે જેને ગુજરાતી કવિતા વિશેનો ખાસ અભ્યાસ ન હોય તેવા વ્યક્તિ માટે પણ કવિ પ્રહલાદ પારેખની કાવ્યભોમમાંથી પસાર થવું એ પ્રસન્નતા આપનારો મીઠો અનુભવ છે. ભરપેટ સૌંદર્યયાત્રાનો અનુભવ કરાવનારા આ કવિ છે. સૌંદર્ય તેમજ કલાનું નક્શીકામ કવિ પ્રહલાદ પારેખના કાવ્યોમાં સતત ડોકાતુંરહે છે. સૌંદર્યનું ગાન એ આ કવિની ઓળખ છે. કવિ પ્રહલાદ... Continue Reading →

: સંસ્કૃતિ : : કાર્તિક પૂર્ણિમાએ શ્રીમદ્દ તથા ગાંધીનું સ્મરણ :

મહાત્મા ગાંધીના જીવનને એક અસંભવ સંભાવના તરીકે મૂલવવામાં આવે છે તે યથાર્થ છે. ગાંધીજી પોતે કે તેમની વિચારસરણી એ પાળમાં બંધાયેલા નીર સમાન નથી પરંતુ ગંગોત્રીની સાતત્યપૂર્ણ ગતિશિલતાની જેમ સતત વિકસતા અને વિલસતા પ્રવાહ સમાન છે. ગાંધીજીએ જે બાબતોનો પ્રત્યક્ષ અનુભવ જગતમાં કર્યો અને જે તેમની અનુભૂતિહતી તે અનુસારજ પોતાનો કાર્ય વિસ્તાર તેમણે કર્યો. દરેક... Continue Reading →

: સંસ્કૃતિ : : સંતોના બાગનું મહેકતું પુષ્પ : સંત ત્રિકમ સાહેબ :

સંતો તેમજ તેમની વાણીએ સમાજને હમેશા સંવાદિતા તેમજ સ્નેહપૂર્ણ સમન્વયની અમૂલ્ય ભેટ આપી છે. મધ્યયુગના અનેક સંતોની વાણીના પ્રતાપે આપણું સમાજ જીવન વિશેષ ઉજળું થયું છે. બાહ્ય આક્રમણો કે વિપત્તિઓ સામે ટટ્ટાર ઊભું રહી શક્યું છે. ધર્માંધતા સામે સમાજને રક્ષણ તથા પ્રેરણા પૂરા પાડ્યા છે. અહીં કોઇ વિતંડાવાદને સ્થાન નથી. સાંપ્રદાયિક બંધનો પણ નથી. પરમ... Continue Reading →

: સંસ્કૃતિ : : સમર્થ સર્જક દર્શકદાદાનું તેમની જન્મજયંતિએ પાવન સ્મરણ :

૧૯૭૫ના જુલાઇ માસમાં મનુભાઇ પંચોળી – દર્શક – ગુજરાતના રાજ્યપાલશ્રીને એક પત્ર લખે છે. ગાંધીને છાજે તેવી સત્યનિષ્ઠાના તથા નીડરતાના પાયા ઉપર પત્રના એક એક શબ્દનું મંડાણ થયું હોય તેમ પત્ર વાંચતા લાગે છે. રાજકીય કારોબારમાં કે શાસકોના વ્યવહારમાં જ્યારે આપખુદપણાંનો ભાવ દેખાય ત્યારે એક સર્જકને છાજે તેવું પગલું દર્શકે આ પત્ર લખીને ભર્યું છે.... Continue Reading →

: સંસ્કૃતિ : : બીજી ઓક્ટોબર, ગાંધી, ગોળમેજી પરિષદ અને બાળકો :

કિંગ્સલી હોલ (લંડન-૧૯૩૧)ની આસપાસ રહેતા બાળકો પોતાની વાત પોતાના મિત્રો સાથે કરવા ઉતાવળા બન્યા છે. એક બાળક કહે છે :  ‘‘મેં મિસ્ટર ગાંધીને જોયા. મેં એમને અગાસી પર જોયા. એમણે મારી તથા મારા મિત્રો સામે હાથ હલાવ્યો !’’ વાત કરતા કરતા આનંદ વિભોર થતા બાળકને તેનો મિત્ર એટલીજ ઉત્કંઠતાથી જવાબ વાળે છે : ‘‘હા, હા,... Continue Reading →

: સંસ્કૃતિ : : મહાનાયકની મહાવ્યથા : ગાંધીજી અને આઝાદી પર્વ :

કવિગુરુ ટાગોરની અમર કાવ્યપંક્તિઓમાંજ ‘કાંટા રાને, લોહી નીગળતે ચરણે’ એકલા જવાનો પડકાર છે. (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ) કોને ખબર હતી કે આઝાદીના જનક સમાન આ મહાનાયકનું મન મુક્ત થયેલી રાજધાની દિલ્હી ઠરતું ન હતું. દેશમાં ચાલતા ભાઇ-ભાઇ વચ્ચેના વેરાગ્નિને ઠારવા તેઓ એક યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી ફરતા હતા. જોકે તેમના મનમાં આજી સ્થિતિ અંગે... Continue Reading →

: સંસ્કૃતિ : : સંવત્સરી, મહાત્મા ગાંધી અને શ્રીમદ્દ રાજચન્દ્ર :

જન્માષ્ટમીથી શરૂ થતી તહેવારોની એક સળંગ હારમાળા કદાચ કોરોના કાળમાં પણ નૂતન આશા તેમજ આનંદનું એક મીઠું દર્શન કરાવે તો તે આશીર્વાદરૂપ ગણાશે. અલબત્ત, સાવચેતીમાંજ સલામતી છે તે હકીકત તરફ દુર્લક્ષ થવું ન જોઇએ. જાગૃત નાગરિકોની એ પ્રથમ ફરજ છે. તહેવારોની આ હારમાળામાંજ સંવત્સરીના સુભગ સમન્વયનું એક આગવું મૂલ્ય છે. જન્માષ્ટમી હોય, સંવત્સરી હોય કે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑