: સંસ્કૃતિ : : અષાઢી બીજ અને વસંત – રજબની શહાદતની સ્મૃતિ :

સામાન્ય નિયમ અથવા પ્રથા એવી છે કે ભક્તો ભગવાનના દર્શનાર્થે મંદિરમાં જતાં હોય છે. પરંતુ કૃપાળુ દેવ જગન્નાથ વિશેષ કૃપા કરીને પોતાના નગરજનોના ક્ષેમકુશળ પૂછવા માટે જાતે નગરચર્યા માટે નીકળે છે. જગન્નાથ પુરી કે અમદાવાદમાં અનેક વર્ષોથી ભક્તોને ઘેર બેઠા દર્શનનો લહાવો મળે છે. હવે તો અન્ય કેટલાક શહેરોમાં પણ રથયાત્રાની આ પ્રથા ભાવથી શરૂ... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધીને ગમે તેવા પત્રકારત્વનો ઉજળો ઇતિહાસ :

જન્મભૂમિ ટ્રસ્ટના અખબારોએ સૌરાષ્ટ્ર – કચ્છ તેમજ મુંબઇનું પત્રકારત્વ વિકસાવવામાં તેમજ તેને પ્રતિષ્ઠિત કરવામાં સિંહફાળો આપ્યો છે. આ અખબારોએ કાળના સતત બદલાતા પ્રવાહમાં પત્રકારત્વના ધોરણો જાળવવામાં ભોગ પણ આપીને સ્વીકૃત ધોરણોનો માનદંડ ઉન્મત રાખેલો છે. આવા એક ગાંધીજીને ગમે તેવા પત્રકારત્વની તેમજ પત્રકારોની વાત ગાંધી જન્મજયંતિના ઓક્ટોબર માસમાં વિશેષ સ્મૃતિમાં આવે છે. તેનો ઉજળો ભૂતકાળ... Continue Reading →

: સંસ્કૃતિ : : ભાવનગરના રાજવી વખતસિંહજી અને ‘વખત બલંદ’ :

કવિ શ્રી ફૂલ વરસડા કૃત ‘વખત બલંદ’ કૃતિ ચારણી સાહિત્યમાં એક જાણીતી તથા કાવ્ય સમૃધ્ધ રચના છે. આમ જૂઓ તો આ રચના એક ઇતિહાસમૂલક કથાકાવ્ય જેવી છે. ભાષાની સમૃધ્ધિ સાથેજ ઇતિહાસની કડીબધ્ધ વિગતો પણ તેમાં મળે છે. ‘વખત બલંદ’ એ મૂળ ખેડા જિલ્લાના પુનાદ ગામના રહેવાસી કવિ ફૂલ વરસડાની રચના છે. કવિ ભાવનગરના કીર્તિવંત રાજવી... Continue Reading →

: અમે સૌ : યોગપુરુષ અશ્વિનભાઇના સાથીઓ :

ઘણાં લાંબા સમયથી અનેક લોકોને દરરોજ વહેલી સવારે સાત વાગે ગાયત્રી મંદિર પહોંચાવાની એક ટેવ પડી હતી. ન પહોંચી શકાય તો તે માટેનો વસવસો પણ મનમાં દિવસભર રહેતો હતો. ગાયત્રી મંદિરમાં ઇશ્વર કૃપાથી તેના ભોંયતળિયાના મોટા હોલમાં પરીચિત ચહેરાઓ વચ્ચે બેસીને ‘‘સહ વીર્યમ્ કરવા વહૈ’’ ના વાસ્તવિક અમલીકરણની એ ૬૦ મીનીટ ભરપૂર સાર્થક્તામાં પસાર થતી... Continue Reading →

: સંસ્કૃતિ : : વિશ્વકોશ : સમાજને વિચારબળ પૂરું પાડતી સ્થાયી વ્યવસ્થા :

માનવની તથા સમગ્ર સમાજની ઉત્ક્રાંતિ એ એક સહજ સ્થિતિ છે. માનવ આજે જ્યાં છે ત્યાં આવતીકાલે પણ સ્થિર ઊભો રહેવા માંગતો નથી. પ્રત્યેક દિવસ એક નવો પડકાર તેમજ નવી તક લઇને આવે છે. આ સ્થિતિમાં વિકસવું એ માનવજાત સાથે વણાઇ ગયેલી બાબત છે. વ્યવસ્થાઓનો વિકાસ, સાધનોનો વિકાસ, સંબંધોનો વિકાસ એ થયા કરે છે. તેની દિશા... Continue Reading →

: શિવદાનજી ઝુલા : વિસ્મૃત ન થાય તેવું વ્યક્તિત્વ :

૨૦૨૦ તેમજ ૨૦૨૧ના વર્ષનો પૂર્વાર્ધ સમગ્ર માનવજાત માટે આફતના ઓળા સમાન રહ્યો. કેટલાયે લોકોની રોજગારી સામે પ્રશ્નો ઊભા થયા. ઘણાં લોકો ઘરબાર છોડીને એક જગાએથી બીજી જગાએ સલામતીની શોધમાં ભટકતા રહ્યા. સ્થિતિ આજે એટલે કે મે-૨૦૨૧માં પણ અનેક પ્રકારે પડકારરૂપ લાગે છે. ભવિષ્યમાં ઘણી બધી બાબતોનો તો ઉકેલ કે સમાધાન મળશે. સ્થિતિ પણ પૂર્વવત થશે.... Continue Reading →

: પત્રકારત્વનો સિંહનાદ : અમૃતલાલ શેઠ :

અમૃતલાલ શેઠ અને ‘સૌરાષ્ટ્ર’ અખબાર તથા ધોલેરા સત્યાગ્રહના ઉલ્લેખ સિવાય ગુજરાતના સ્વાધિનતા સંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય તેમ કહીએ તો કોઇ અતિશયોક્તિ નથી. સ્મૃતિમાંથી કદી વિસ્મૃત ન થાય તેવા અમૃતલાલ શેઠ તથા વીરતાની અજાયબ લાગે તેવી ધોલેરા સત્યાગ્રહની વાતો આપણા સામાન્ય ગણાતા લોકોની અસામાન્ય શક્તિની પ્રતિતિ કરાવી જાય છે. તેથી તે અમીટ છે. આ વાતના સંદર્ભમાં... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑