અરબ સાગર જેને નિરંતર શાશ્વતિનું ગાન સંભળાવે છે તે પોરબંદર અથવા સુદામાપુરી પોતાના કોઠામાં અગણિત સારી-નરસી ક્ષણોને સંઘરીને ઉન્નત મસ્તકે આજે પણ ઊભું છે. આ નગરે મહાત્મા ગાંધી તથા કસ્તુરબાને પોતાના ખોળામાં રમાડ્યા છે. બરડા ડુંગરનું સાનિધ્ય આ ભૂમિને સાંપડ્યું છે. સુદામાના અયાચી વ્રતે આ નગરની શોભા વધારી છે. રાજરત્ન શેઠ નાનજી કાળીદાસ મહેતાએ પોતાના... Continue Reading →
: સંસ્કૃતિ : : કવિ ‘ઉશનસ્’ નું જન્મશતાબ્દીએ સ્મરણ :
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કેટલાયે સૌજન્યશીલ વ્યક્તિઓનો પરિચય થયો છે. આ બાબતને પણ એક સદ્દભાગ્ય ગણી શકાય. કારણ કે આવા સજ્જનોને મળવાથી જીવન જીવવા માટે એક નવો દ્રષ્ટિકોણ તેમજ માર્ગદર્શન મળી રહે છે. આવા એક સજ્જન કે જેમને મળવાનો આનંદ હમેશા સ્મૃતિમાં રહેલો છે. તેમને આપણે ‘ઉશનસ્’ ના નામથી ઓળખીએ છીએ. ‘ઉશનસ્’... Continue Reading →
: કવિગુરુ ટાગોરની પાવન સ્મૃતિ :
સુધાઓના મોરે મુક્તિ કોથા, મુક્તિ કારે કઇ, આમિ તો સાધક નઇ, આમિ ગુરુ નઇ. આમિ કવિ, આછિ ધરણીર અતિ કાછા કાછિ એ પારેર એયાર ધાટાય. (પાન્થ) ‘‘મને પૂછશોમાં કે મુક્તિ ક્યાં છે, મુક્તિ કોને કહું છું. હું તો સાધક નથી. નથી હું ગુરુ. હું છું – કવિ. હું રહું છું ધરતીની અતિશય નિકટ. – આ... Continue Reading →
: સંસ્કૃતિ : : મહારાજા કૃષ્ણકુમારસિંહજી – ભાવનગરની પાવન સ્મૃતિ :
મહારાજા ભાવસિંહજી (ભાવનગર)ને ત્યાં સંતાન ન હતું. મહારાજા તરફના સ્નેહાદરને કારણે અનેક લોકોએ મહારાજને ત્યાં સંતાનનો જન્મ થાય તે માટે પોતપોતાની રીતે વૃત રાખેલા હતા. સર પ્રભાશંકર પટ્ટણીનો પણ તેમાં સમાવેશ થતો હતો. ઇશ્વરકૃપાથી ભાવસિંહજીને ત્યાં પુત્ર જન્મ થયો. ઇ.સ. ૧૯૧૨ના મે માસની ૧૯ તારીખે સૂર્યોદયના શુભ સમયે પાટવી કુંવરનો જન્મ થયો. તેમનું નામ કૃષ્ણકુમારસિંહજી... Continue Reading →
: સંસ્કૃતિ : : હરિરસ : સંત કવિ ઇસરદાસજીની અમર રચના :
‘હરિરસ’ ના એક પ્રકાશન પ્રસંગે લખાયેલા નીચેના શબ્દો આ ગ્રંથની મહત્તા તેમજ તેને પૂર્ણત: સમજનારની વિદ્વતા તરફ સન્માનની લાગણી કરાવ્યા સિવાય રહેશે નહિ. ‘‘ ઇસરદાસજીની અનેક રચનાઓ પૈકી આ રચનાનું પ્રકાશન કરતી વખતે એક વિલક્ષણ અનુભવ થાય છે. મનમાં એક સંકોચનો ભાવ પણ છે. કદાચ એવું ન થાય કે આ મહાન ભક્તકવિની ઉત્કૃષ્ટ રચનાનું પ્રકાશન... Continue Reading →
: કાન્તીકાકાની સાર્થક જીવનયાત્રા :
કાન્તીકાકા ગયા એ કચ્છ તથા ગુજરાતને પડેલી ભારે ખોટ છે. તે પૂરી શકાય તેવી નથી. એક ઉદ્યોગપતિ તરીકે સમગ્ર સમાજની સર્વાંગી ઉન્નતિનો વિચાર એ કાકાના શ્વાસોશ્વાસમાં વણાયેલો હતો. તે વિચાર સાથે અખૂટ નિષ્ઠા તેમજ કાળજીપૂર્વકના આયોજન જેવી બાબતો અભિન્ન રીતે જોડાયેલી હતી. કચ્છમાં કે રાજ્ય સરકારમાં જુદા જુદા વિભાગોમાં કામ કરતા અને ત્યારપછી પણ કાકા... Continue Reading →
: સૂચિત શિષ્યવૃત્તિ યોજના :
‘નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ તરફથી ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધન તથા વિકાસ માટે વિચારવામાં આવેલી યોજનાનું સ્વાગત છે. આ દિશામાં કંઇક નક્કર કરવાની જરૂરિયાત આમ પણ ઘણાં સમયથી લાગ્યા કરતી હતી. યુનિવર્સિટીઓના ભાષાસાહિત્ય વિભાગો તરફ દ્રષ્ટિપાત કરીએ તો કારકિર્દીને કેન્દ્રમાં રાખીને એમ.ફીલ કે પી.એચ.ડી. કરનારા ઘણાં લોકો ધ્યાનમાં આવે છે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો ડૉકટરેટ... Continue Reading →