: સંસ્કૃતિ : : ‘‘સૌંદર્ય ઉપાસક તથા સત્યવક્તા : કવિ નાનાલાલ’’ :

કવિ નાનાલાલે કહેલી એક વાત ધ્યાન દઇને સાંભળાવા જેવી છે : ‘‘ આજે ગુજરાતમાં તથા ભારતમાં ચર્ચાતી એક વાત વિશે મારો અનુભવ કહું તો અસ્થાને ન ગણશો. અંગ્રેજી ભાષા ભણવી કે ન ભણવી ? કેટલાક કહે છે રાજભાષા છે (તત્કાલિન સંદર્ભ) માટે ભણો. મારે મન એ નબળી દ્રષ્ટિ છે. કેટલાક કહે છે જગત વ્યાપારની ભાષા... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિવર રવીન્દ્રનાથનું આપણી માતૃભાષામાં અવતરણ :

આમ તો કલકત્તા – બંગાળ સાથેનો ઝવેરચંદ મેઘાણીનો નાતો મે-૧૯૧૮થી બંધાયો હતો. મોટાભાઇ લાલચંદભાઇની બીમારીને કારણે મેઘાણીને ઓચિંતુ કલકત્તા જવાનું થયું. એમ.એ.નો અભયાસ ચાલુ હતો જે અધુરો રહ્યો. મોટાભાઇની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વેચાણ કરતી દુકાન તેમણે સંભાળવાની રહેતી હતી. કલકત્તામાંજ ત્યાબાદ તેઓ ચોરવાડ (જૂનાગઢ જિલ્લો)ના વતની શેઠ જીવણલાલના વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. કારખાનાનો કારોબાર મોટો... Continue Reading →

: જાત સાથે વાત : શુભ વિચારોનું ઉઘાડું આભ :

મનસુખ સલ્લાની ઓળખ ગુજરાતી ભાષા – સાહિત્ય સાથે ધરોબો ધરાવનાર લોકોને આપવાનો હોય નહિ તેમ કહું તો તે અતિશયોક્તિ નહિ ગણાય. મનુભાઇ પંચોળી (દર્શક) કે કેળવણીના ક્ષેત્રે અનોખી કામગીરી કરનાર નાનાભાઇ ભટ્ટ જેવા પુણ્યશ્લોક લોકોની વિચારધારાને મનસુખભાઇએ જીવનમાં – વ્યવહારમાં ઉતારી છે. તેનું મૂળ સ્વાભાવિક રીતેજ ગાંધીજી સુધી પહોંચે છે. ગાંધી નામથી એક તેજસ્વી દીપક... Continue Reading →

: સંસ્કૃતિ : : સતજુગિયા સાંઇ : કવિ મનુભાઇ ત્રિવેદી :

૧૯૧૪ થી ૧૯૭૨ વચ્ચે આપણી માતુભાષાના સાહિત્યકારો તેમજ ભાવકોએ એક તેજ લીસોટાનું દર્શન કર્યું. હજુ તો આ તેજ લીસોટાને પૂરો જાણીએ, માણીએ તથા પ્રમાણીએ ત્યાંજ ચન્દ્ર જેમ કાળી વાદળીના ઓછાયામાં આ તેજ લીસોટાને અદ્રષ્ય થતાં જોયો. અલબત્ત, તેના તેજનું પ્રતિબિંબ જે આપણે ઝીલ્યું તે સદાકાળ સ્મૃતિમાં રહે તેવું ભવ્ય તેમજ જાજ્વલ્યમાન છે. કવિ સરોદની ઓચિંતી... Continue Reading →

: સંસ્કૃતિ : : કવિ કાગની ચેતનાને વંદનનો સોનેરી અવસર :

ફરી એક વખત આ વાસંતી વાયરાના ખુશનુમા માહોલમાં કાગના ફળિયે અસ્ખલિત રીતે મહોરતી કાગચેતનાનું વંદન ૧૭ માર્ચ ૨૦૨૧ના ધન્ય દિવસે (ફાગણ સુદ-૪) યોજવામાં આવ્યું. મોરારીબાપુએ તે દિવસનું નામાભિધાન ‘કાગચોથ’ તરીકે કરેલું છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને કાગ પરિવારે તેનું આયોજન મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવા નિર્ણય કર્યો હતો. દરેક વર્ષની માફક આ વર્ષે પણ સાહિત્યના કેટલાક... Continue Reading →

: આભથી ઊંચા સ્વજનોની ભાતીગળ વાતો :

ઘણીવાર જીવનના સામાન્ય ક્રમમાં બનતી એકાદ ઘટના મન પર એક અસર ઊભી કરીને જાય છે. આવી અસર પ્રસન્નતા આપે તેવી કે ગ્લાની ઉપજાવે તેવી પણ હોઇ શકે છે. આવી એક ઘટના યાદ આવે છે. મોટા ભાગે દસેક વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. કોઇ એક યુવાન અને શિક્ષિત ચારણ યુવાન મળવા આવે છે. વાતચીતમાં વિવેક તેમજ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑