ગોકુળદાસ રાયચુરાએ જયમલ્લ પરમારની જેમ લોકસાહિત્યની બહોળી સેવા કરી છે. ભગતબાપુ તથા મેરૂભાના તેઓ મિત્ર હતા. ગાંધીયુગના ગુજરાતને ‘‘સર્વના કવિ’’ એવા ભગતબાપુ સાંપડ્યા છે તેનો વિશેષ આનંદ તથા ગૌરવ ગોકુળદાસ રાયચુરાને છે. તેઓ ભગતબાપુનું મૂલ્યાંકન કરતાં લખે છે : ‘‘ એ કોઇ સામાન્ય કવિ નથી. એ ચોસલા ગોઠવી તળાવના ઘાટ બાંધનાર શબ્દોના કસબી નથી. એ... Continue Reading →
: સંસ્કૃતિ : : કાયમ સૌરભ કાગ : કવિ દુલા ભાયા કાગ :
કવિ દુલા ભાયા કાગને સમાજે ભગતબાપુ કહીને તેમના વ્યક્તિત્વ તથા કવિત્વને ઉચિત સન્માન આપેલું છે. ભારત સરકારે પણ આજથી છ દાયકા પહેલા કવિ કાગને પધ્મશ્રીના ભૂષણથી નવાજીને લોકવાણીનો આદર કરેલો છે. કવિ હીંગોળદાનજી નરેલાએ કવિ કાગને બીરદાવતા દુહામાં આ કવિને સ્થાયી સૌરભની સોગાદ આપનારા કસબી તરીકે યાદ કર્યા છે. મધમધતો મૂકી ગયો બાવન ફૂલડાનો બાગ... Continue Reading →