મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સરવે કલેશ રે હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહિ વર્ણને વેશ રે. ગંગાસતીના આવા તો અનેક ભાતીગળ ભજનો આપણી ઉજળી સંતવાણીના આભૂષણ સમાન છે. ગંગાસતીની સાથેજ તેમના પતી કહળસંગ તથા સખી પાનબાઇની ત્રિપુટીએ સંસારમાં રહીને અધ્યાત્મની કેડીએ ભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા છે. આમ તો પાનબાઇનું... Continue Reading →
: સંસ્કૃતિ : : વિશ્વકોશ : આપણું સામુહિક ગૌરવ :
છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય.... Continue Reading →