: નૂતન પ્રયાણના શુભ એંધાણ :

ચારણ ગઢવી અપલીફ્ટમેઝટ એન્ડ ચેરીટી ઓર્ગેનીઝશન (સીજીયુસીઓ) તરફથી વિક્રમના નવા વર્ષના પ્રારંભે એક નૂતન પ્રયાણના પ્રારંભની દિશામાં નક્કર આયોજન કરવામાં આવેલું છે તે આવકારપાત્ર છે. જેમણે પણ આ પ્રયાસમાં સહયોગ આપેલો છે તે સૌ ધન્યવાદને પાત્ર છે.  સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે સમાજના દરેક હિસ્સાનો સપ્રમાણ વિકાસ થાય તે અનિવાર્ય છે. એકાંગી વિકાસથી સ્થાયી તથા... Continue Reading →

: વીરતાના વધામણાં :

કચ્છનું નામ લેતાંજ એક ભાતીગળ પ્રદેશની સ્મૃતિ નજર સામે તરવરે છે. અનેક પ્રકારના સ્થાનિક પડકારોને ઝીલીને આ પ્રદેશના લોકોએ એક ઉજ્વળ તવારીખનું સર્જન કરેલું છે. કચ્છના અનેક ગામોને પોતાનો આગવો તથા ઉજળો ઇતિહાસ છે. આ ઇતિહાસની જાણકારી તથા તેની ઘટનાઓની વિગતો ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ હમેશા આવકાર્ય તેમજ ઇચ્છનીય છે. આથી રાયધણપર ગામના અયાચી... Continue Reading →

: સંસ્કૃતિ :: જશનામી જડશે નહિ : જૈમલ તારી જોડ :

જેમલ બીજી જોડ નજરું નાખ્યે નો મળી સવસાચી સરમોડ, છોરું તું સોરઠ તણું કૈં જન્મ્યા કૈં જનમશે લેખક લાખ કરોડ, (પણ) જહનામી જડશે નહિ જૈમલ તારી જોડ. કવિ શ્રી દુલા ભાયા કાગ તથા બાપલભાઇ ગઢવીના ઉપરના અર્થસભર શબ્દોમાં જયમલ્લભાઇ પરમારની પ્રતિભાના દર્શન થાય છે. આપણાં સાહિત્યની શોભા વધારીને જનારા અનેક ધન્યનામ સાહિત્યકારો છે. આ બધા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : દેવ દીવાળીના પાવન પર્વે શ્રીમદનું સ્મરણ :

વીસમી સદીના યુગપુરુષ તરીકે સમગ્ર વિશ્વ જેમના વિચારોનો આદર કરે છે તેવા મહાત્મા ગાંધી લખે છે : " મારી ઉપર ત્રણ વ્યક્તિઓએ ઊંડી છાપ પાડી છે. તેમાં ટોલ્સટોય, રસ્કિન તથા રાયચંદભાઇ  (શ્રીમદ્ રાજચન્દ્ર) નો સમાવેશ થાય છે...... રાયચંદભાઇ સાથેના સંબંધથી હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઇએ તે મળે તેમ છે એવો વિશ્વાસ બેઠો.... Continue Reading →

: વાટે….ઘાટે…. : : પગ પગ ભમ્યા પહાડ : ધરા છાંડ રાખ્યો ધરમ :

રાજસ્થાનના સુપ્રસિધ્ધ ક્રાંતિકારી કવિ કેસરીસિંહજી બારહઠ્ઠ (૧૮૭૨-૧૯૪૧) મા જગદંબાને પ્રાર્થના કરતા લખે છે : સંતાન સચ્ચે અભય હો તેરેહી તારન તરની હમ સામર્થ્યદે મા કર સકેં યહ સિધ્ધ ચારન બરન હમ બહોત સોયે ગાઢ નિંદ્રા ચાહતે જાગરન હમ સ્વાતંત્ર્યકી તુ મહાસાગર તેરે હી હૈ નિરઝરન હમ. વીરતા અને સામર્થ્યના આજીવન ઉપાસક ક્રાંતિકારી કવિ કેશરીસિંહજી (રાજસ્થાન)... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑