: સંસ્કૃતિ : : લખજો ! ખાક પડી આંહી કોઇના લાડકવાયાની :

વીરા ! તે તો રંગ રાખ્યોઃ પ્રસંગ વખતે તેં મુકિતનો સ્વાદ ચાખ્યો. બી ના ! બી ના ! પુકારી નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો. દિવસ પહેલી જૂલાઇ (૧૯૪૬)નો હતો. સાબરમતી હંમેશના નિર્લેપ ભાવથી બંન્ને કાંઠાની મર્યાદામાં વહી જતી હતી. પોતાના શીતળ જળની ભીનાશ નદીની રેતમાં વસેલા નગરના લોકોને કેમ ભીંજવી શકતી નહિ હોય તેનું આશ્ચર્ય... Continue Reading →

: ક્ષણના ચણીબોર : જીવન વન અતિ વેગે વટાવ્યું – દ્વાર ઊભો શિશુ ભોળો :

કોઇ પણ ભાષામાં કેટલીક રચનાઓ એવી મળે છે કે જે હંમેશા જે તે ભાષાના આભૂષણ સમાન લાગ્યા કરે છે. કાળના કપરા પ્રવાહમાં પણ આવી રચનાઓ તથા તેના સર્જકો લોકસ્મૃતિમાં જીવંત રહે છે. નરસિંહની ‘‘જળકમળ છાંડી જાને બાળા’’ કે કલાપીની ‘‘યાદી ભરી ત્યાં આપની’’ જેવી રચનાઓ કે તેના મહાન સર્જકોનો પરિચય કયાં કોઇને આપવો પડે છે... Continue Reading →

: ક્ષણના ચણીબોર : જોતાં રે જોતાં રે અમને જડિયા રે, સાચા સાગરના મોતી : 

કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી સરળ ભાષામાં સાહિત્ય લખાવું જોઇએ. આપણાં મધ્યયુગના સંતોની સરળ ભાષામાં લખાયેલી રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહિ વાળ :

ભાવનગરમાં સ્વામીરાવને મળવા કેટલાક યુવાનો આવે છે. તે સમયે ગાંધીજીની વિશ્વવિખ્યાત તથા અદ્વિતિય તેમજ અહિંસક લડતના અંતે દેશ આઝાદ થયો હતો. અનેક લોકોના રક્તરંજિત બલિદાન અને ઐતિહાસિક જાગૃતિ થકી મુક્તિનો સૂચક ત્રિરંગો લહેરતો થયો હતો. આઝાદી તો મળી પરંતુ તેનાથી દરેક સમસ્યાનો ઉકેલ આવી જવાનો ન હતો તે વાત ગાંધીજનોએ  બરાબર સમજી હતી અને પચાવી... Continue Reading →

: ક્ષણના ચણીબોર : મરને તળિયે જીવીએ : દુનિયા દેખે નૈ : 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ હતું. પહેલાં મે-૨૦૧૫ માં તેમણે લખેલી સત્યકથાઓ પુન: પ્રકાશિત કરવામાં આવી.   ‘‘ મરને તળિયે... Continue Reading →

: સંસ્કૃતિ : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :

બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે :  ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :

બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે :  ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : સ્નેહ અને કરુણાની મૂર્તિ : મહારાજ રવિશંકર :

બ્રિટીશ સરકાર સામેના દેશના કેટલાક જાણીતા સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. મહારાજ તેમાં સત્યાગ્રહી ખરાજ. ગોરી સરકારે તેમની ધરપકડ કરી તેના સમાચાર દેશભરમાં ફેલાયા. આ પ્રસંગે ગાંધીજીએ એપ્રિલ-૧૯૨૮ માં રવિશંકર મહારાજને લખેલો પત્ર હૈયામાં કોતરી રાખવા જેવો છે. બાપુ લખે છે :  ભાઇ શ્રી રવિશંકર, તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેનાથી સંતુષ્ટ. ટાઢ... Continue Reading →

: ક્ષણના ચણીબોર : શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબરસે :

કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર... Continue Reading →

: માડી ! તુજને કોકજ જાણે ‘કાગ’ : કવિ કાગની રચનાઓમાં માતૃ ઉપાસના :

કવિ શ્રી દુલા ભાયા કાગ લખે છે : ‘‘ જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પોષ્યા તે ધરતીને યાદ ન કરીએ તો શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેના ગુણગાન કરવા. એજ મુક્તિ છે એમ હું માનું છું. આથી મેં જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે. ’’ મીઠા વિનાનું અન્ન લૂખું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑