ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →
: સંતવાણી સમીપે : માતાજીની નોબતું વાગે : સૂતાં સૌ માનવી જાગે :
કવિ શ્રી દૂલા ભાયા કાગ (ભગતબાપુ) લખે છે કે એક દિવસ ઓચિંતુજ તેમને શેઠ શ્રી કલ્યાણજીભાઇનું નોતરું (નિમંત્રણ) મળ્યું. પૂ. રવિશંકર મહારાજ રાજુલા તાલુકાના (જિ. અમરેલી) નાના એવા ગામ ડુંગર ખાતે આવે છે અને ભૂદાન માટે સભા કરવાના છે તેવો સંદેશો હતો. કલ્યાણજીશેઠનો આગ્રહ હતો કે કવિ શ્રી કાગે આ સભામાં હાજર રહેવું તથા મહારાજને... Continue Reading →
સંતવાણી સમિપે : : નજરું ખૂંપી છે જેની ભોંયમાં: સામે પૂર એ શું ધાયજી?:
ગાંધીજીની કેળવણી અંગેની નઇ તાલીમની કલ્પનાને ભૂમિગત કરનાર નાનાભાઇ ભટ્ટના પરદાદાનું નામ ત્રિકમબાપા હતું. ત્રિકમબાપાની એક નોંધાયેલી ઘટના ફરી ફરી વાંચવી-સાંભળવી ગમે તેવી છે. ત્રિકમબાપા પોતાના સમયમાં એક વૈદ તરીકે સુવિખ્યાત હતા. ભાવનગર રાજયના રાજવૈદ તો ખરા જ પરંતુ વર્તન અને વ્યવહારથી લોકવૈદ હતા. દવા માટે રાતી પાઇ પણ લેવાની વાત તેમના જીવનમાં ન હતી.... Continue Reading →
સંસ્કૃતિ : : અધ્યાત્મ જગતના આઇન્સ્ટાઇન : કેદારનાથજી :
કેદારનાથજી વિષે વાત કરતા નારાયણ દેસાઇ એક ઉદાહરણ આપી નાથજીનું ઝાઝરમાન વ્યકિતત્વ પ્રગટ કરે છે. નારાયણભાઇ કહે છેઃ ‘‘વિજ્ઞાનના ક્ષેત્રે જેવું આઇન્સ્ટાઇનનું તેવું જ આધ્યાત્મિક ક્ષેત્રે કેદારનાથજીનું સ્થાન છે.’’ ગઇ સદીના વિચારકોમાં નાથજીનું સ્થાન અનોખું છે. સંતોની સાદગી તેમજ આધ્યાત્મિકતા નાથજીમાં સહજ રીતે પ્રગટ થતાં હતાં. આપણી ઉજળી સંત પરંપરાના નાથજી એક પ્રભાવી પ્રતિનિધિ હતા.... Continue Reading →
: સંતવાણી સમિપે : વૈષ્ણવ જનતો તેને કહીએ : પીડ પરાઇ જાણે રે :
ડૉ. પી. સી. વૈદ્યની ઓળખાણ ગુજરાતને આપવાની હોય નહિ. જેઓને ગણિત સાથે નિસ્બત છે તેવા દેશભરના વિદ્વાનો વૈદ્ય સાહેબના ગણિતશાસ્ત્રના યોગદાનને વિસરી શકે તેમ નથી. જેઓ શિક્ષણ તથા અધ્યાપનના ક્ષેત્રમાં કાર્ય કરે છે તેવા શિક્ષણવિદો પણ આજીવન શિક્ષક એવા વૈદ્ય સાહેબના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા છે. વૈદ્ય સાહેબ પોતાનો એક સ્વાનુભવ લખે છે. તેઓ જણાવે છે... Continue Reading →
: સંતવાણી સમિપે : નજરું ખૂંપી છે જેની ભોંયમાં: સામે પૂર એ શું ધાયજી?:
ગાંધીજીની કેળવણી અંગેની નઇ તાલીમની કલ્પનાને ભૂમિગત કરનાર નાનાભાઇ ભટ્ટના પરદાદાનું નામ ત્રિકમબાપા હતું. ત્રિકમબાપાની એક નોંધાયેલી ઘટના ફરી ફરી વાંચવી-સાંભળવી ગમે તેવી છે. ત્રિકમબાપા પોતાના સમયમાં એક વૈદ તરીકે સુવિખ્યાત હતા. ભાવનગર રાજયના રાજવૈદ તો ખરા જ પરંતુ વર્તન અને વ્યવહારથી લોકવૈદ હતા. દવા માટે રાતી પાઇ પણ લેવાની વાત તેમના જીવનમાં ન હતી.... Continue Reading →
: સંસ્કૃતિ : જેણે માનવપ્રેમનું ગાણું કર્યું : ઝેર જીરવીને સુધા-લ્હાણું કર્યું :
રવિશંકર મહારાજના મુખમાંથી અમૃત સ્વરૂપે સહજ રીતે સરેલા શબ્દો મેઘાણીભાઇ કાળજીથી નોંધે છે. મહારાજ કહે છે કે પાટણવાડિયાની પુત્રી અને જાજરમાન માતા સ્વરૂપ જીબા પોતાના પતિ મથુરના મૃત્યુ નીમિત્તે ગામલોકોને ભેગા કરે છે અને મથુરની સ્મૃતિમાં ગામના હિતમાં હોય તેવું કોઇ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સીધા સાદા ગામલોકો કહે છે : ‘‘ ગામમાં... Continue Reading →
: સંસ્કૃતિ : દેશકી આબાદી શંભુ : પ્રગટ દીખાને વાલી ખાદીને વિલાયતકી કીની બરબાદી હૈ :
ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારીજીએ આધુનિક શિક્ષણના એકાંગિપણા તરફ ધ્યાન દોરીને ચિંતા વ્યક્ત કરી હતી. શિક્ષણનો હેતુ બાળક કે કિશોરનો સર્વાંગી વિકાસ કરવાનો હોય તો શિક્ષણ ખરા સ્વરૂપે સાર્થક બને છે. શિક્ષણ જો જીવન સાથે તથા જગત સાથે જોડાયેલું ન હોય તો તેનો પ્રસાર થવા છતાં સમાજને લાભ મળી શકતો નથી. દક્ષિણામૂર્તિ... Continue Reading →
: સંસ્કૃતિ : થંભી જાઓ તલવારીઆ : કાં તલવાર સજાવો ? :
સાહિત્ય નિર્માણ શૂન્યાવકાશમાંથી થતું નથી અને તેથી જ સાંપ્રત સમાજ જીવન તથા તેના પ્રવાહોની જે તે સમયે સર્જાતા સાહિત્ય પર ઊંડી અસર હોય છે. ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી આગમન થયું ત્યારબાદ થોડા વર્ષોમાં જ દેશની રાજકીય ગતિવિધિમાં ગાંધી આકર્ષણનું કેન્દ્ર બન્યા. તેમનો પ્રભાવ એ સમગ્રકાળ પર છવાઇ ગયો. શાસકો કે જેઓ અનેક પ્રકારના શોષણમાં હિસ્સેદાર તથા... Continue Reading →