ત્રિભુવન પ્રેમશંકર ભટ્ટ - મસ્તકવિના માતા સકારણ ચિંતામાં છે. તેમના પતિ અને મસ્તકવિના પિતા મરણપથારીએ છે અને તેમની આંખમાંથી શ્રાવણ - ભાદરવો નીતરે છે. પોતાના પતિ પ્રેમશંકરને તેમના પત્ની અમૃતબાઇ કહે છે કે અંતકાળે તો માયામાંથી મન કાઢીને પરમ તત્વ સાથે તેને જોડવું જોઇએ. ભટ્ટજી પોતાની ચિંતાનું કારણ સમજાવતાં કહે છે કે તેમની આ સંસારથી... Continue Reading →
: સંસ્કૃતિ : સહકાર સપ્તાહમાં ર્ડા.વર્ગીસ કુરિયનની સ્મૃતિ :
૧૯૫૪ના ૧૫મી નવેમ્બરના રોજ અમૂલ(આણંદ)માં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ રાજયના તમામ દૂધ ઉત્પાદકો માટે ગૌરવનો તેમજ નૂતન આત્મવિશ્વાસનો હતો. ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નવી ડેરીના ભૂમિપૂજનનો આ ભવ્ય પ્રસંગ હતો. એક એવો ડેરી પ્લાન્ટ કે જેની માલિકી સ્વયં ખેડૂતો-ઉત્પાદકો ધરાવતા હતા. સમગ્ર દૂધના વેપારમાં થતા વ્યાપક શોષણ તેમજ ઇજારાશાહીનો સૂર્યાસ્ત થતો નજરે દેખાતો... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ઊભું વરસ દિવાળીજ રે : જેના રુદિયામાં રામ :
નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →
: ક્ષણના ચણીબોર : હોડીને દૂર શું ? નજીક શું ? :
૧૯૫૪ ના નવેમ્બરની ૧પમી તારીખે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ – આણંદ)ના વિશાળ પરિસરમાં ભારતના રાષ્ટ્રપતિ આવ્યા તે પ્રસંગ ખેડા જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો – ખેડૂતો માટે આનંદ તેમજ ગૌરવનો હતો. દૂધ ઉત્પાદકોમાં જાગેલો એક નૂતન આત્મવિશ્વાસ દેશના અનેક લોકો જોઇ શકતા હતા. અમૂલના નવા ડેરી પ્લાન્ટનું આ દિવસે ડૉ.... Continue Reading →
: ક્ષણના ચણીબોર : જીવન કહીં ભી ઠહરતા નહિ હૈ,તુફાંસે આંધીસે ડરતા નહિ હૈ :
જીવનના આઠ યાદગાર દાયકા વટાવીને ઊભેલી સ્વસ્થ સોફીયા લોરેનના સમાચારો સપ્ટેમ્બર ૨૦૧૫માં અનેક સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ૮૧ વર્ષની સોફીયા કહે છેઃ Retirement ! That’s terrible” કર્મ એજ જીવનની ફીલસૂફી આ કલાકારે જીવી જાણી છે. ૨૦ સપ્ટેમ્બર-૧૯૩૪માં રોમ-ઇટલીમાં જન્મ લેનાર આ વિશ્વ વિખ્યાત હસ્તીનું બાળપણ ખરાબ દશા તથા પ્રતિકૂળ સંજોગોમાં પસાર થયું હતું. બાપ તરફથી... Continue Reading →
: સંતવાણી સમીપે : મોત જેવા મોતને પડકારનારા કયાં ગયા ? :
પરાધીન દેશની પીડાનો કોઇ અંત હોતો નથી. ૧૯૨૪ના ડિસેમ્બરમાં બ્રિટીશ વાઇસરોય લોર્ડ રીડિંગની મુંબઇની મુલાકાતના માનમાં બ્રિટીશ સરકાર તરફથી ઝાકમઝોળ સ્વાગત તથા ઉત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. ભારતના સ્વમાની નાગરિકોનું સ્વમાન ઘવાય તેવા આયોજનો થયા. આમ થાય તો જ સત્તાધીશો પોતાનું સ્થાન મજબૂત કરી શકે. સામાન્ય લોકોની રોજીંદી હાડમારી સાથે વિદેશી શાસકોને સ્નાન સુતકનો પણ... Continue Reading →
: સંતવાણી સમિપે : પગ પગ ભમ્યા પહાડઃ ધરા છાંડ રાખ્યો ધરમ :
બ્રિટીશરોની સત્તા તથા પ્રભાવનો સૂર્ય વિશ્વના અનેક ભાગો પર પથરાયેલો હતો. સ્વાધીનતાની વાત એ પરાધીન દેશના લોકોનું પ્રિય સ્વપ્ન હતું. અલબત્ત, આ સ્વપ્ન કયારે તથા કયા માર્ગે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે તે બાબતમાં વ્યાપક અનિશ્ચિતતા હતી. અંગ્રેજો પોતાની સત્તાનો પ્રભાવ વિસ્તરે તથા મજબૂત બને તે માટે નિરંતર પ્રયાસ કરતા રહેતા હતા. દેશની આ સ્થિતિની પૂર્વભૂમિકામાં... Continue Reading →